ફેસબુકની પોતાની ટર્મ્સ એન્ડ કંડિશન્સ મુજબ, ફેસબુક પર એકાઉન્ટ ખોલાવતી દરેક વ્યક્તિએ પોતાના અસલી નામનો ઉપયોગ કરવો ફરજિયાત છે (જેને ઘણા લોકો ઘોળીને પી જાય છે અને ફેસબુક તે ચલાવી લે છે તે જુદી વાત છે!).
આથી, કાયદેસર રીતે એક જ વ્યક્તિ ફેસબુક પર બે એકાઉન્ટ ધરાવી શકે નહીં. એ જ કારણે, ફેસબુક પર બે એકાઉન્ટ મર્જ કરવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
તમારા બિઝનેસના પ્રમોશન માટે ફેસબુક પર અલગ પ્રોફાઇલ બનાવવાના બદલે પોતાના જ પ્રોફાઇલમાં લોગ-ઇન થઈ, અલગ બિઝનેસ પેજ ક્રિએટ કરવું વધુ યોગ્ય છે.
