(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેપ્સમાં પબ્લિક ટોઇલેટ શોધો

હવે તમે પોતાના શહેરમાં હો કે કોઈ અજાણ્યા શહેરમાં, ગૂગલ મેપ્સમાં ‘પબ્લિક ટોઇલેટ્સ નીયર મી’ કે ‘ટોઇલેટ’ સર્ચ કરી શકો છો. ગૂગલ મેપ્સની આ સુવિધાનો ઉપયોગ કરીને ભારતમાં હવે રોજેરોજ અઢી લાખથી વધુ લોકો તેમની નજીકનું પબ્લિક ટોઇલેટ શોધવા લાગ્યા છે.

ગૂગલે આ માટે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ સાથે જોડાણ કર્યું અને ભારતનાં ૨૩૦૦થી વધુ શહેરોમાંના જાહેર શૌચાલયોનાં સ્થાન ગૂગલ મેપ્સમાં ઉમેર્યાં છે.

આ કારણે, જે રીતે આપણે ગૂગલ મેપ્સમાં પેટ્રોલ પંપ, એટીએમ, હોટેલ કે દવાની દુકાન શોધી શકીએ છીએ, બરાબર એ જ રીતે હવે ૨૩૦૦ જેટલાં શહેરમાં ૫૭,૦૦૦ જેટલાં જાહેર શૌચાલયનાં સ્થાન શોધી શકીએ છીએ.

પ્લે સ્ટોરમાં આવી બીજી પણ સંખ્યાબંધ એપ્સ છે, જેમાંની કેટલીક તો વિશ્વભરનાં ૨,૮૦,૦૦૦થી વધુ જાહેર શૌચાલયોનાં લોકેશન મેપ પર બતાવે છે. આવી એપ્સમાં મુશ્કેલી એ હોય છે કે તે મોટે ભાગે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટાને આધારે આવું મેપિંગ કરે છે. પરિણામે તેમાં ચોકસાઈનો અભાવ હોઈ શકે છે.

ગૂગલની ‘માય બિઝનેસ સર્વિસ’  હેઠળ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન અફેર્સને, મેપ્સ પર જોવા મળતા દરેક પબ્લિક ટોઇલેટની ઓનરશીપ આપવામાં આવી છે, જેને કારણે આ ટોઇલેટ્સ વિશે યૂઝર્સની જે કોઈ ફરિયાદ કે સૂચન હોય તેના પર સરકાર પગલાં લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!