(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જૂની, હવે ભૂલાઈ ગયેલી સર્વિસ આ રીતે શોધી શકાય…

ઇન્ટરનેટ પર તમે ખાસ્સા સમયથી સક્રિય તો બની શકે કે તમે એવી કેટલીય સર્વિસમાં એકાઉન્ટ ખોલાવ્યું હશે, જેનાં નામ પણ તમે હવે ભૂલી ગયા હશો!આ જ અંકમાં, જૂનાં ખાતાં બંધ કરવા વિશેના આગળના લેખમાં, આવાં એકાઉન્ટ શોધવાની પ્રાથમિક રીતે બતાવી છે. આપણું આ કામ JustDeleteMe નામની એક સર્વિસ જરા વધુ સહેલું બનાવે છે.

આ માટે https://backgroundchecks.org/justdeleteme/ પેજ પર જતાં, બાજુમાં આપેલા સ્ક્રીનશોટ જેવું પેજ ખૂલશે. અહીં તમે ખરેખર અનેક વેબસર્વિસના લોગ-ઇન પેજ સુધી પહોંચવાની લિંક મળશે તેમ જ, એ સર્વિસમાંનું એકાઉન્ટ ડિલીટ કરવું સહેલું છે, મુશ્કેલ છે કે અશક્ય છે એ પણ જાણી શકાશે.

અહીં તમે સર્વિસીઝને ‘પોપ્યુલર’ કેટેગરી મુજબ સોર્ટ કરી શકશો અથવા એ-ટુ-ઝે઼ડ ક્રમબદ્ધ તપાસી શકશો.

મજાની વાત એ છે આટલું લાંબું લચક લિસ્ટ જોઈને, ઇન્ટરનેટ પર કેટલી જાતભાતની સર્વિસ હોય છે એ પણ જાણી શકાશે અને તેમાં તમારું એકાઉન્ટ હોય કે ન હોય, તેમાં ખાંખાખોળા કરવાની ચાનક જરૂર ચઢશે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!