(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપ્સ સહેલાઇથી અપડેટ કરો

આપણા સ્માર્ટફોનમાંની એપ્સ અપડેટ કરવાના કેટલાક દેખીતા ફાયદા છે, એક તો એપમાં કંઈ નવા ફીચર ઉમેરાયા હોય તો તેનો આપણને લાભ મળે અને એથી પણ વિશેષ, એપમાં સલામતી બાબતે કોઈ ખામી સુધારી લેવાઈ હોય તો તેનો લાભ મળે. 

આનો સૌથી સહેલો રસ્તો પ્લેસ્ટોરમાં જઇને તમામ એપ્સ જ્યારે પણ અપડેટ ઉપલબ્ધ હોય ત્યારે આપોઆપ અપડેટ થઈ જાય એવું સેટિંગ કરી લેવાનો છે, પરંતુ કોઈ કારણસર તમે ઓટોમેટિક અપડેટનો વિકલ્પ ઓન રાખવા ન માગતા હો તો થોડા થોડા સમયે પ્લેસ્ટોરમાં જઇને ડાબી પેનલ ઓપન કરીને તેમાં માય એપ્સ એન્ડ ગેમ્સમાં જઇને બધી અથવા તો આપણી પસંદગીની એપ્સ અપડેટ કરવી પડે. 

આ કામ વધુ સહેલું બનાવવા માટે સ્માર્ટફોનમાં પ્લેસ્ટોર આઇકનને જરા લાંબો સમય પ્રેસ કરો. આથી એપના વિવિધ શોર્ટક્ટ્સ જોવા મળશે. તેમાં માય એપ્સના વિકલ્પને લાંબો સમય પ્રેસ કરી હોમસ્ક્રીન પર શોર્ટકટ તરીકે ડ્રેગ કરી દો. હવે જ્યારે પણ એપ્સમાં અપડેટ છે કે નહીં તે ચેક કરવું હશે તો એ કામ એક ક્લિકમાં થઇ જશે! 

અલબત્ત આ સુવિધા મળવાનો આધાર તમારા એન્ડ્રોઇડના વર્ઝન પર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!