[vc_row][vc_column width=”2/3″][vc_column_text]ફેસબુકની તમારી તમામ પ્રવૃત્તિ અને ડેટા, આમ તો તમે ફેસબુક પર જોઈ શકો છો, પણ તેને એક ફોલ્ડર સ્વરૂપે ડાઉલોડ કરીને તપાસશો તો તેમાંથી ઘણી નવી વાતો જાણી શકશો.
આગળ શું વાંચશો?
- ફેસબુક પરનો ડેટા તપાસવો કેમ જરૂરી છે?
- લેપટોપ કે ડેસ્કટોપમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?
- ફેસબુક પરનો ડેટા કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરશો?
- ડેટા કેવી રીતે ડાઉનલોડ થશે?
- સ્માર્ટફોનમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?
- ડાઉનલોડ થયેલો ડેટા કેવી રીતે જોશો?
- ડેટા આપણો જ, છતાં જાણવા મળશે અનેક રહસ્યો
[/vc_column_text][vc_toggle title=”ફેસબુક પરનો ડેટા તપાસવો કેમ જરૂરી છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]છેલ્લા થોડા સમયથી, ઇન્ટરનેટ પર પ્રાઇવસીનો મુદ્દો વધુ ને વધુ ગંભીર બનતો જાય છે. ખાસ કરીને યૂઝર્સના ડેટાની ચોરી બાબતે કે પછી યૂઝર્સને અંધારામાં રાખીને થર્ડ પાર્ટીને યૂઝર્સનો ડેટા એક્સેસ કરવા દેવાની બાબતે ફેસબુક સતત વિવાદોમાં રહે છે. છેલ્લા કેટલાય સમયથી ફેસબુક વારંવાર ડેટા બ્રીચના મુદ્દે યૂઝર્સની અથવા તેનો કામ આમળતી અમેરિકન કોંગ્રેસની માફી માગે છે અને ‘હવે આવું નહીં થવા દેવામાં આવે’ એવી ખાતરી આપે છે, પણ તેમ છતાં, થોડો સમય વિતે છે અને ફેસબુકમાં પ્રાઇવસીને સંબંધિત એક નવો વિવાદ સમાચારોમાં ચમકે છે.
નિષ્ણાતોના મતે, ઇન્ટરનેટ ટેકનોલોજી એવી બાબત છે કે તેમાં સિસ્ટમમાં ક્યાંક કોઈ છીંડાં રહી જાય એ શક્ય છે, પરંતુ વારંવાર આવું થાય ત્યારે કંપની પોતે યૂઝર્સના ડેટાની સલામતી માટે ગંભીર ન હોવાની છાપ ઊભી થાય છે.
ફેસબુકના આવા વિવાદોને પગલે ધીમે ધીમે દુનિયાભરમાં ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાનું વલણ જોર પકડી રહ્યું છે.
આપણે એવું અંતિમ પગલું ભલે ન ભરીએ, પણ ફેસબુક પર આપણી કેટલી માહિતી ખડકાયેલી છે અને તેને કોણ કોણ, કેવી રીતે જોઈ શકે છે એ તો ચોક્કસ તપાસવું જોઈએ.
એ માટે, કાં તો તમે ફેસબુક પર જ, સેટિંગ્સમાં, યોર ફેસબુક ઇન્ફર્મેશન અને તેમાં એક્સેસ યોર ઇન્ફર્મેશન વિભાગમાં જઈને, જુદી જુદી કેટેગરીમાંનો તમારો ડેટા તપાસી શકો છો.
આમ કરવાનો બીજો પણ એક રસ્તો છે. તમે ફેસબુક પરની તમારી માહિતી – તમારી પોસ્ટ્સ, તમને મળેલા મેસેજી, તમે અપલોડ કરેલા ફોટોઝ, વીડિયો, તમે જેમાં ટેગ થયા હો તેવા મીડિયા વગેરે અને તે ઉપરાંત બીજી કેટલીય માહિતી એક સાથે બેકઅપ ડેટા તરીકે ડાઉનલોડ કરીને, પૂરતી ફુરસદે તેમાંની વિગતો તપાસી શકો છો.
આમ કરશો તો તમે જાણી શકશો કે રોજેરોજ આણે ફેસબુક પર પોતાના વિશે કેટલી માહિતી, મોટા ભાગે વગર વિચાર્યે ઉમેરતા જઈએ છીએ!
ફેસબુક પર તમે ઉમેરેલા પોતાની ઇમેજીસ એ વીડિયોઝ, જે હવે હાથવગા ન રહ્યા હોય, તે પરત મેળવવા માટે પણ ફેસબુકનો ડેટા ડાઉનલોડ કરી શકાય.
એ માટે જાણી લો, ફેસબુક પરનો તમારો તમામ ડેટા ડાઉનલોડ કરવાનાં પગલાં.[/vc_toggle][vc_toggle title=”લેપટોપ કે ડેસ્કટોપમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]
- તમારા કમ્પ્યુટરમાં તમારા ફેસબુક એકાઉન્ટમાં લોગઇન થાઓ.
- ઉપરની બાજુ જમણી તરફ આપેલા નાના ઊંધા ત્રિકોણ પર ક્લિક કરો.
- જે મેનુ ખૂલે તેમાં સેટિંગ્સ પર ક્લિક કરો.
- આથી જનરલ એકાઉન્ટ સેટિંગ્સ પેજ ખૂલશે.

- આ પેજ પર ડાબી તરફની પેનલમાં ‘યોર ફેસબુક ઇન્ફર્મેશન’ પસંદ કરો.
- હવે જે પેજ ખૂલે તેમાં તમને જણાવવામાં આવશે કે અહીંથી તમે ફેસબુક પરની તમારી ઇન્ફર્મેશન જોઈ શકો છો કે ડાઉનલોડ કરી શકો છો. તેમ જ તમારા એકાઉન્ટને સસ્પેન્ડ કરી શકો છો કે હંમેશ માટે ડિલીટ કરી શકો છો.
- આ પેજ પર ફેસબુક પરની તમારી ઇન્ફર્મેશન વિશે ઘણું બધું જાણવા મળશે. પરંતુ અત્યારે આપણું લક્ષ્ય આપણી ઇન્ફર્મેશન ડાઉનલોડ કરવા પર હોવાથી ‘ડાઉનલોડ યોર ઇન્ફર્મેશન’ પર ક્લિક કરો.
- અહીં તમને ઘણા વિકલ્પ મળશે. તમે ઇચ્છો તો ફેસબુક પરનો તમારો તમામ ડેટા એક સાથે ડાઉનલોડ કરી શકો છો અથવા માત્ર પસંદગીનો ડેટા જેમ કે ફેસબુક પર તમે શેર કરેલ પોસ્ટ, તમે શેર કરેલા ફોટોઝ અને વીડિયોઝ, તમારી પોતાની કે બીજાની પોસ્ટ પર તમે મૂકેલી મૂકેલી કમેન્ટ્સ, તમે કરેલ લાઇક્સ કે અન્ય રિએકશન્સ, ફેસબુક પરના તમારા ફ્રેન્ડઝની યાદી, તમે જેને ફોલો કરતા હો કે તમને જે લોકો ફોલો કરતા હોય તેમની યાદી, મેસેજિસ, ગ્રૂપ્સ, ઇવેન્ટસ, ફેસબુકની મદદથી તમે જે એપ્સ અને વેબસાઇટ્સમાં લોગઇન થતા હો તેની યાદી વગેરે તમે પસંદ કરી શકો છો.

- આ ઉપરાંત ફેસબુક પર તમારા વિશે જે માહિતી સેવ થતી હોય છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. જેમ કે તમને બતાવવામાં આવતી એડ્ઝની માહિતી, ફેસબુક પરની તમારી સર્ચની હિસ્ટ્રી, તમારા લોકેશન સંબંધિત માહિતી, કોલ્સ અને મેસેજિસ, તમારા ફેસબુક એકાઉન્ટમાં તમે પોતાના વિશે આપેલી માહિતી, તમારા લોગઇન્સ, લોગઆઉટ્સ, ફેસબુક પર તમે સક્રિય હો તે સમયની માહિતી વગેરે બધું પણ તમે ડાઉનલોડ કરી શકો છો.
[/vc_toggle][vc_toggle title=”ફેસબુક પરનો ડેટા કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરશો?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]
- ફેસબુક પરની આપણી માહિતી આપણે બે ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકીએ છીએ. એક છે એચટીએમએલ ફોર્મેટ અને બીજું છે જેસન (જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન) ફોર્મેટ.
- એચટીએમએલ ફોર્મેટ પસંદ કરવાથી આપણે ડેટા ડાઉનલોડ કર્યા પછી કોઈ પણ બ્રાઉઝરમાં તેને સહેલાઈથી ઓપન કરીને જોઈ શકીએ છીએ.

- જો આપણો ફેસબુકનો ડેટા આપણે બીજી કોઈ સર્વિસમાં ઇમ્પોર્ટ કરવા માગતા હોઈએ તો તેને માટે જેસન ફોર્મેટ પસંદ કરવું યોગ્ય રહેશે. હાલ પૂરતું આપણે એચટીએમએલ વર્ઝન પર ફોકસ કરીશું.
- આ પેજ પર આપણને જે વિકલ્પો દેખાય તેમાં એક ડેટ રેન્જ પસંદ કરવાનો છે. અહીં આપણે કોઈ નિશ્ચિત તારીખો વચ્ચેનો ડેટા ડાઉનલોડ કરવા માટે શરૂઆત અને અંતની તારીખ આપી શકીએ છીએ અથવા ‘ઓલ ઓફ માય ડેટા’ વિકલ્પ પસંદ કરી શકીએ છીએ.
- આપણે ‘ઓલ ઓફ માય ડેટા’ વિકલ્પ પસંદ કરીએ.
- બીજો વિકલ્પ ડેટાનું ફોર્મેટ પસંદ કરવાનો છે. તે આગળ કહ્યું તેમ આપણે એચટીએમએલ રાખીશું.
- ત્રીજો વિકલ્પ ફેસબુક પરના તમારા વીડિયો, ઇમેજ વગેરેની ક્વોલિટી પસંદ કરવાનો છે. તમે હાઇ, મીડિયમ કે લો પસંદ કરી શકો છો.
- આટલું કર્યા પછી આપણે બીજું કંઈ કરવાનું રહેતું નથી. ફક્ત ‘ક્રિએટ ફાઇલ’ બટન ક્લિક કરી દો.
[/vc_toggle][vc_toggle title=”ડેટા કેવી રીતે ડાઉનલોડ થશે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]
- હવે ફેસબુક આપણા ડેટાની એક ફાઇલ તૈયાર કરશે. ફેસબુક પર તમે કેટલા સક્રિય છો અને તમે કેટલો ડેટા જનરેટ કર્યો છે તેને આધારે ફેસબુકને તમારા બેકઅપ ડેટાની ફાઇલ તૈયાર કરવામાં કેટલો સમય લાગશે તે નક્કી થશે.
- ફાઇલ તૈયાર થઈ જતાં ફેસબુક આપણને આપણા રજિસ્ટર્ડ ઇમેઇલ પર જાણ કરશે.

- એ ઉપરાંત ફેસબુકમાં જે પેજ પરથી આપણે ડેટા ડાઉનલોડ કરવાની વિધિ કરી, એ જ પેજ પર ‘અવેલેબલ ફાઇલ’ ટેબમાં આપણી ફાઇલ તૈયાર થઈ ગઈ હોવાનું જણાવવામાં આવશે.
- હવે આપણો ડેટા ડાઉનલોડ કરી લેવા માટે ‘ડાઉનલોડ’ બટન પર ક્લિક કરો. આ ડેટા આપણી અંગત અને સંવેદનશીલ માહિતી ધરાવતો હોવાથી તેને ડાઉનલોડ કરતી વખતે ફેસબુક આપણને ફરીથી આપણો પાસવર્ડ પૂછશે.
- આ પછી આપણને એક ઝીપ ફાઇલ તરીકે આપણો ડેટા ડાઉનલોડ કરવા મળશે. તેને આપણે કમ્પ્યુટરમાં ઇચ્છીએ ત્યાં સેવ કરી શકીએ છીએ.
[/vc_toggle][vc_toggle title=”સ્માર્ટફોનમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]જો તમે તમારા આઇઓએસ કે એન્ડ્રોઇડ ડિવાઇસમાં તમારો ફેસબુક ડેટા ડાઉનલોડ કરવા માગતા હો તો એ પણ શક્ય છે. એ માટે…
- ફેસબુક એપ ઓપન કરો અને ત્રણ લીટીવાળા મેનુ આઇકન પર ક્લિક કરો.
- સેટિંગ્સ અને પ્રાયવસીમાં સેટિંગ્સમાં જાઓ.
- નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘યોર ફેસબુક ઇન્ફર્મેશન’ વિભાગમાં જાઓ.
- અહીં ‘ડાઉનલોડ યોર ઇન્ફર્મેશન’ ક્લિક કરો.
- ઉપર જણાવ્યા મુજબ તમને જોઇતી કેટેગરી પસંદ કરો.
- ફોર્મેટ તથા મીડિયાની ક્વોલિટી પસંદ કરો અને ‘ક્રિએટ ફાઇલ’ પર ક્લિક કરો.
- આથી ઉપર જણાવ્યા મુજબ તમને ઇમેઇલમાં ફાઇલ ડાઉનલોડ માટે તૈયાર હોવાનો મેઇલ મળશે.
[/vc_toggle][vc_toggle title=”ડાઉનલોડ થયેલો ડેટા કેવી રીતે જોશો?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]
- ફેસબુક પરથી, આપણો ડેટા ઝીપ ફાઇલ તરીકે આપણા કમ્પ્યુટરમાં સેવ કરી શકાશે.
- આ ઝીપ ફોલ્ડરને અનઝીપ કરતાં તેમાં વિવિધ ફોલ્ડરમાં આપણો ડેટા જોવા મળશે.
- આપણે ડેટાના ફોર્મેટ તરીકે એચટીએમએલ પસંદ કરેલ હોવાથી, વિવિધ ફોલ્ડર્સમાંની ફાઇલને ડબલ ક્લિક કરીને, કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ઓપન કરી શકાશે.
- અહીં તમે જોશો તેમ, ફેસબુક પર તમારી પ્રવૃત્તિ કે તમને સંબંધિત હોય તેવો તમામ ડેટા આ ફોલ્ડર્સ અને તેમાંની ફાઇલ્સમાં સંગ્રહાયેલો જોવા મળશે.
- જેમ કે, પ્રોફાઇલના ફોલ્ડરમાં જઈને પ્રોફાઇલ ઇન્ફર્મેશન પર ક્લિક કરશો તો તમે ફેસબુક પર તમારા પ્રોફાઇલમાં જે વિગતો આપી હશે તે જોઈ શકાશે. તમે ફેસબુક બરાબર ક્યારે જોઈન કર્યું એ રજિસ્ટ્રેશન ડેટ પણ અહીં જોવા મળશે.
[/vc_toggle][vc_toggle title=”ડેટા આપણો જ, છતાં જાણવા મળશે અનેક રહસ્યો!” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]ફેસબુકના ડાઉલોડ કરેલા ડેટામાંનાં જુદાં જુદાં ફોલ્ડર્સ તમે તપાસશો તો તેમાં તમને, બધી વાત તમારી પોતાની છતાં તમને નવી લાગે એવી અનેક વાતો જાણવા મળશે!
ખાસ તો તમે હવે બહુ સહેલાઈથી ફેસબુક પરની તમારી આખી ટાઇમલાઇન પર ફટાફટ નજર ફેરવી શકશો.
એ દેખીતું છે કે આ બધું જ ડાઉનલોડ કર્યા વિના, ફેસબુક પર થોડાં ખાંખાંખોળાં કરવાથી મળી જ શકે છે, પણ ડાઉનલોડ કરેલા ડેટામાં કેટલીય એવી વાતો તરફ આપણું ધ્યાન જઈ શકે છે, જે ફેસબુક કે તેની મદદથી અન્ય કંપનીઝ આપણા વિશે જાણે છે, પણ આપણને પોતાને તેની જાણ જ નહોતી!
ફેસબુક પરના આપણા ડેટામાં છુપાયેલાં આવાં રહસ્યો વિશે જાણીશું આવતા અંકમાં.[/vc_toggle][/vc_column][vc_column width=”1/3″][/vc_column][/vc_row]

