(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કનેક્ટેડ એપ્સ ડિસકનેક્ટ કરો

‘સાયબરસફર’માં આપણે વારંવાર વાત કરી છે કે જુદી જુદી સાઇટ્સ કે એપ્સમાં ઉપલબ્ધ સોશિયલ સાઇન-ઇનની સગવડ બેધારી તલવાર છે.

મોટા ભાગની સાઇટ્સ/એપ્સમાં આપણે કાં તો નવું યૂઝરનેમ અથવા પોતાનું ઈ-મેઇલ એડ્રેસ નક્કી કરી, એ સર્વિસ માટે કોઈ નવો જ પાસવર્ડ નક્કી કરીને પોતાનું એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ. એટલી ઝંઝટ ન કરવી હોય, વધુ એક પાસવર્ડ ન યાદ રાખવો હોય તો આ સાઇટ્સ પર ગૂગલ, ફેસબુક, ટવીટર વગેરેના આપણા યૂઝરનેમ-પાસવર્ડની મદદથી આપણે લોગ-ઇન થઈ શકીએ છીએ. આ ‘સોશિયલ લોગ-ઇન’ થયું. આને આપણે જે તે એપ સાથે ગૂગલ/ફેસબુકના ‘એકાઉન્ટને કનેક્ટ કર્યું’ એમ પણ કહેવાય.

આવું લોગ-ઇન સગવડભર્યું છે, પણ તેના ઘણા ગેરફાયદા પણ છે, એટલે હવે સોશિયલ લોગ-ઇન બહુ હિતાવહ રહ્યું નથી. એ જ કારણે આ પહેલાં, તમે કઈ કઈ સાઇટ્સ પર આ રીતે સોશિયલ લોગ-ઇન કર્યું છે એ તપાસવું જોઈએ.

તમારા ગૂગલ એકાઉન્ટ સાથે આવી કઈ કઈ થર્ડ પાર્ટી એપ્સ તમે પોતે કનેક્ટ કરી છે (અને હવે ભૂલી ગયા છો) એ તપાસવા માટે એન્ડ્રોઇડમાં, સેટિંગ્સમાં, ગૂગલમાં જાઓ. તેમાં  ‘એપ્સ કનેક્ટેડ’નો વિકલ્પ શોધી કાઢો.

અહીં તમે કનેક્ટ કરેલી એપ્સની યાદી જોવા મળશે. જે એપનો હવે ઉપયોગ ન કરતા હો, તેને ક્લિક કરી, તેને ડિસકનેક્ટ કરી દો.

તમે myaccount.google.comલોગ-ઇન થઈ, તેમાં  Third Parts apps with account access શોધીને ત્યાં પણ આ કામ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!