(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપનાં ગ્રૂપ ડિલીટ કેમ કરાય?

વોટ્સએપમાં ચેટિંગ કરવું સાવ સહેલું છે, પણ તેમાંનાં ગ્રૂપ્સ સંભાળવાં જરા મુશ્કેલ છે!

વોટ્સએપ હવે આપણા જીવનનું  એક અભિન્ન અંગ છે. આપણી દરેક સવાર વોટ્સએપ સાથે પડે છે અને વોટ્સએપના મેસેજ જોતાં જોતાં જ રાત્રે આંખો ઘેરાય છે. નજીકના મિત્રો અને સ્વજનોના સાથેના વન-ટુ-વન ચેટિંગ ઉપરાંત તેમની સાથે ગ્રૂપમાં થતું ચેટિંગ આપણને ગમતું હોય એ સ્વાભાવિક છે, પરંતુ એ સિવાય ઘણાં બધાં ગ્રૂપમાં આપણને ધરાર જોડવામાં આવતા હોય છે. બની શકે કે આવાં ઘણાં ગ્રૂપમાં સભ્ય બની રહેવામાં આપણને કોઈ રસ ન હોય. આ સ્થિતિમાં આપણે માટે બે વાત જાણવી મહત્ત્વની બની જાય છે.

  1. આપણી મરજી વિના કોઈ આપણને ગ્રૂપમાં સામેલ ન કરી શકે એવું કેવી રીતે કરવું.
  2. જે ગ્રૂપમાં આપણે જોડાઈ જ ગયા હોઈએ તેને ડિલીટ કેવી રીતે કરવું.

તમારો કદાચ અનુભવ હશે કે વોટ્સએપમાં કોઈ ગ્રૂપમાં જોડાવું ઘણું સહેલું છે અને તેમાંથી નીકળવું પણ સહેલું છે પણ ગ્રૂપને ડિલીટ કરવું સહેલું નથી. કારણ કે ગ્રૂપ ડિલીટ કરવાનું કોઈ બટન સહેલાઇથી મળતું નથી, તમે એ ગ્રૂપના એડમિન ન હો, ફક્ત સાદા સભ્ય હો તો પણ.

સૌથી પહેલાં આપણે એ જોઇએ કે આપણે ઇચ્છીએ એ જ લોકો આપણને પોતાના ગ્રૂપમાં કેવી રીતે ઉમેરી શકે. એ માટે આપણે આ પગલાં લેવા પડશે.

  1. વોટ્સએપ એપ ઓપન કરી તેના સેટિંગ્સમાં જાઓ.
  2. તેમાં એકાઉન્ટમાં પ્રાઇવસીમાં જાઓ.
  3. તેમાં નીચેની તરફ ગ્રૂપ્સનો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  4. અહીં તમે નક્કી કરી શકશો કે તમને કોઈ પણ વ્યક્તિ કે માત્ર તમારા કોન્ટેક્ટ્સમાં કોઈ વ્યક્તિ તમને વોટ્સએપમાં પોતાના ગ્રૂપમાં ઉમેરી શકે.
  5. જો તમે ‘નો બડી’ પસંદ કરશો તો કોઈ પણ તમને પોતાના ગ્રૂપમાં સીધા ઉમેરી શકશે નહીં. એ વ્યક્તિ પોતાના ગ્રૂપની લિન્ક તમને મોકલીને તેમાં જોડાવાનું આમંત્રણ આપી શકે છે.

આમ આ સેટિંગ્સની મદદથી વોટ્સએપના કોઈ પણ ગ્રૂપમાં જોડાવું કે નહીં તેનો અંકુશ પૂરેપૂરો તમારા હાથમાં રહે છે.

હવે એ જોઇએ કે આ સુવિધા મળ્યા પહેલાં અથવા આપણે હજી આ સેટિંગ્સનો લાભ લેવાનું શરૂ કર્યું ન હોય અને આપણને જે ગ્રૂપમાં ધરાર જોડી દેવામાં આવ્યા હોય તે ગ્રૂપ્સને આપણા વોટ્સએપમાંથી ડિલીટ કેવી રીતે કરવાં.

આ માટે આપણે વિવિધ સ્થિતિમાં લેવા જોઇતાં પગલાં એક પછી એક સમજીએ.

કોઈ ગ્રૂપના ફક્ત સભ્ય હોઇએ ત્યારે તેને ડિલીટ કરવું

જો તમે કોઈ ગ્રૂપના એડમિન ન હોય અને ફક્ત સભ્ય હો તો એ ગ્રૂપ ડિલીટ કરવા માટે નીચેનાં પગલાં લેવાં જોઇશે.

  1. વોટ્સએપમાં એ ગ્રૂપ ઓપન કરો.
  2. મથાળે ગ્રૂપના નામ પર ક્લિક કરતાં એ ગ્રૂપની ઇન્ફર્મેશન દર્શાવતું સેકશન ઓપન થશે.
  3. તેમાં છેક નીચે એક્ઝિટ ગ્રૂપનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરીને એ ગ્રૂપમાંથી બહાર તો નીકળી શકશો પરંતુ એટલું કરવાથી એ ગ્રૂપ તમારા ફોનમાંથી ડિલીટ થશે નહીં.
  4. ગ્રૂપ એક્ઝિટ કરવાથી માત્ર એવી સ્થિતિ સર્જાશે કે તમે એ ગ્રૂપમાં કંઈ ઉમેરી શકશો નહીં.
  5. ગ્રૂપને બિલકુલ ડિલીટ કરવા માટે એ જ સ્ક્રીન પર હવે તમને ગ્રૂપ ડિલીટ કરવાનો વિકલ્પ દેખાશે તેને ક્લિક કરવાથી એ ગ્રૂપ ડિલીટ થશે અને ગ્રૂપમાંના અન્ય લોકોને મેસેજ મળશે કે તમે એ ગ્રૂપ છોડી દીધું છે.

તમે કોઈ ગ્રૂપના એડમિન હો ત્યારે એ ગ્રૂપ ડિલીટ કરવું


તમે પોતે કોઈ ગ્રૂપ બનાવ્યું હોય તો પણ એને ડિલીટ કરવું સહેલું નથી. જો તમારા ગ્રૂપમાં તમારા ઉપરાંત અન્ય લોકો એડમિન હોય તો ઉપરની રીતે તમે એ ગ્રૂપમાંથી એક્ઝિટ થઈને તેને તમારા માટે ડિલીટ કરી શકશો, પણ અન્ય લોકો માટે ગ્રૂપ તો ચાલુ રહેશે. અન્ય એડમિન તેને સંભાળવાનું ચાલુ રાખશે.

અહીંથી આગળની વાત બરાબર સમજવા જેવી છે.

જો તમે ગ્રૂપના એક માત્ર એડમિન હશો અને તમે ગ્રૂપમાંથી એક્ઝિટ થશો તો પણ એ ગ્રૂપ તો ચાલુ રહેશે અને વોટ્સએપ ગ્રૂપમાંની અન્ય કોઈ પણ વ્યક્તિને ગ્રૂપના એડમિન બનાવી દેશે.

આગળની રીત મુજબ ગ્રૂપને એક્ઝિટ કર્યા પછી તમે તેને ડિલીટ કરશો એ ગ્રૂપ માત્ર તમારા ફોનમાંથી ડિલીટ થશે, પણ અન્ય એડમિન સાથે અન્ય લોકો માટે એ ગ્રૂપ ચાલુ રહેશે.

જો તમે, તમે એક માત્ર એડમિન હો તેવા ગ્રૂપને તેમાંના તમામ સભ્યોને માટે પણ સદંતર ડિલીટ કરવા માગતા હો એ માટે નીચેનાં પગલાં લો.

  1. વોટ્સએપમાં એ ગ્રૂપ ઓપન કરીને તેના ઇન્ફો પેઇજ પર જાઓ.
  2. એડમિન તરીકે તમે ગ્રૂપમાં કોઈ પણ વ્યક્તિને ઉમેરી કે દૂર કરી શકો છો.
  3. તેને લાભ લઇને ગ્રૂપમાંના દરેક મેમ્બર્સના નામને વારાફરતી સિલેક્ટ કરો. એ સભ્યને સંબંધિત મળતા વિકલ્પોમાંથી રિમૂવ વિકલ્પ પસંદ કરો.
  4. આ રીતે દરેક સભ્યને ગ્રૂપમાંથી રિમૂવ કર્યા પછી તમને એ ગ્રૂપને ડિલીટ કરવાનો વિકલ્પ મળશે.

આ  બાબતો પણ ધ્યાને લેશો.

  1. તમે જે ગ્રૂપના એડમિન હો માત્ર એ ગ્રૂપને જ સૌ માટે ડિલીટ કરી શકો છો.
  2. કોઈ ગ્રૂપમાંથી એક્ઝિટ થયા વિના તેને ડિલીટ કરી શકશો નહીં.
  3. ગ્રૂપમાં આવેલા કોઈ પણ મેસેજ (સિવાય કે તમે પોતે મોકલેલા મેસેજ)ને તમે સૌ માટે ડિલીટ કરી શકશો નહીં. વોટ્સએપ ગ્રૂપમાંના મેસેજ માત્ર તેને મોકલનાર વ્યક્તિ જ ડિલીટ કરી શકે છે.
  4. તમે ઇચ્છો ત્યારે તમારા ડિવાઇસમાંથી જે તે ગ્રૂપના બધા મેસેજ ડિલીટ કરી શકો છો, પરંતુ એ સૌ માટે ડિલીટ થશે નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!