(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોટોઝમાં ડોક્યુમેન્ટ ઓટોક્રોપ કરો

જીએસટી આવ્યા પછી, જો આપણે જીએસટી નંબર ધરાવતા હોઇએ તો આપણે જે જે જગ્યાએ જીએસટી ચૂકવ્યો હોય તેની રસીદો સાચવવાની ઝંઝટ વધી ગઈ છે. કારણ કે આપણે ચૂકવેલો જીએસટી આપણા જીએસટી રીટર્નમાં બાદ મેળવવાનો હોય છે. તમે જીએસટી નંબર ન ધરાવતા હો તો પણ ઘરના સામાન્ય હિસાબ કિતાબ જાળવવા માટે બિલની રસીદો સાચવી રાખવી જરૂરી હોય છે. ઘણા લોકો આ કામને પણ પેપરલેસ બનાવવા માટે રસીદનો ફોટો પાડી લેતા હોય છે. આમ તો આ માટે કેમસ્કેનર ઘણી સારી એપ છે કારણ કે એ ડોક્યુમેન્ટનો ફોટોગ્રાફ લઇને તેને આપોઆપ ક્રોપ પણ કરે છે અને તેની સ્પષ્ટતા ઝેરોક્ષ જેવી કરી આપે છે.

અલબત્ત કેમ સ્કેનરમાં ડોક્યુમેન્ટ સ્કેન કર્યા પછી તેને ગૂગલ ફોટોઝ કે અન્ય કોઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં લઈ જવાની ઝંઝટ રહે છે.

હવે તેનો ઉપાય ગૂગલ ફોટોઝમાં જ મળશે (ઘણા લોકોને મળવા લાગ્યો છે). હવે તમે તમારા ફોનમાં ગૂગલ ફોટોઝ એપ હોય અને કોઈ રસીદનો ફોટોગ્રાફ લો તો ફોટોઝ એપમાં તેને ઓપન કરતાં તેને ઓટોમેટિકલી ક્રોપ અને એડજસ્ટ કરવાનું એક બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં ડોક્યુમેન્ટની આજુબાજુનો નકામો ભાગ ક્રોપ થશે અને રસીદનો ફોટો આડો હશે તો ઊભો પણ થઈ જશે.

અલબત્ત ફોટોઝમાં ડોક્યુમેન્ટની ક્લેરિટી હજી કેમ સ્કેનર જેટલું સારું પરિણામ આપતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!