(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇક્રોસોફ્ટ વર્ડમાં ચાર્ટ તૈયાર કરો

કોઈ પણ ટેબલમાંની આંકડાકીય માહિતીને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે તો તે માહિતી સમજવી ઘણી સરળ બની જાય છે. 

એક્સેલમાં ટેબલમાંના ડેટાને ચાર્ટ કે ગ્રાફ સ્વરૂપે દર્શાવવો બહુ સરળ છે, પરંતુ ઘણી વાર એવું પણ બને કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે તેમાં નાના ટેબલ્સ અને એ ટેબલ્સ પરથી ચાર્ટ કે ગ્રાફ દર્શાવવાનો થાય.

આવે સમયે એક રસ્તો વર્ડમાંના ટેબલને એક્સેલમાં કોપી કરીને તેમાં ચાર્ટ બનાવવાનો છે અને ત્યાંથી એ ચાર્ટ વર્ડ ડોક્યુમેન્ટમાં પરત લાવવાનો રહે.

પરંતુ આમ કરવા જતા આપણે બે જગ્યાએ, બે અલગ અલગ પ્રકારની  ફાઇલ જાળવવી પડે અને એક્સેલમાંનો ચાર્ટ વર્ડમાં એમ્બેડ કરવાની કાળજી રાખવી પડે જેથી એક્સેલમાં ટેબલમાં કોઈ ફેરફાર થાય તો એ વર્ડમાં અપડેટ થઇ જાય.

જો આપણે પ્રમાણમાં નાના ટેબલમાંના ડેટાને ચાર્ટ સ્વરૂપે દર્શાવવનો હોય તો આવી કડાકૂટમાં પડવાની જરૂર નથી. વર્ડમાં જ સરળતાથી ચાર્ટ બનાવી શકાય છે. એ માટે…

  • વર્ડમાં તમારો ડેટા ધરાવતું ટેબલ ટાઇપ કરો.
  • એ પછી એ ટેબલ સિલેક્ટ કરો અને મથાળાની રિબનમાં ઇન્સર્ટ ટેબમાં, ટેકસ્ટ સેકશનમાં ઓબ્જેક્ટ ડ્રોપ ડાઉન મેનૂ પર ક્લિક કરો. 
  • તેમાં ઓબ્જેક્ટ પર ક્લિક કરો.
  • તેમાં ક્રિએટ ન્યુ ટેબમાં, ઓબ્જેક્ટ ટાઇપમાં માઇક્રોસોફ્ટ ગ્રાફ ચાર્ટ પસંદ કરો.
  • હવે ઓકે કહેતાં આપણા સિલેક્ટ કરેલા ટેબલનો ડેટા દર્શાવતો ચાર્ટ તૈયાર થઈ જશે!  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!