(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પીડીએફ ઓપન કરવા પર અંકુશ મેળવો

જ્યારે તમે પીસી પર ઇન્ટરનેટ સર્ફિંગ કરી રહ્યા હો ત્યારે કોઈ પુસ્તક કે અન્ય કોઈ જાણકારી આપતી બાબતની પીડીએફ મળી આવે, તો સ્વાભાવિક છે કે તમને તેને ડાઉનલોડ કરવાનું મન થઈ જાય.

આવી પીડીએફ ફાઇલની લિન્ક પર ક્લિક કરતાં બે વસ્તુ થઈ શકે છે. કાં તો એ ફાઇલ તમારા બ્રાઉઝરમાં જ ઓપન થશે અથવા પહેલાં તમારા પીસીમાં ડાઉનલોડ થશે પછી તમે તેને ઓપન કરી શકશો. જો તમારા પીસીમાં એડોબનું  મફત પીડીએફ રીડર જેવું એડવાન્સ્ડ પીડીએફ રીડર હોય તો કદાચ તમે ઇચ્છશો કે પીડીએફ તેમાં જ ઓપન થાય. જ્યારે તમને અન્ય કોઈ વ્યક્તિએ પોતાની કમેન્ટ ઉમેરીને પીડીએફ ફાઇલ મોકલી હોય ત્યારે તેને બ્રાઉઝરને બદલે પીસીમાંના એડોબ જેવા પીડીએફ રીડરમાં જ ઓપન કરવી વધુ યોગ્ય રહેશે.

આમ દરેક યૂઝરની જુદી જુદી જરૂરિયાત હોઈ શકે છે. એટલે તમે ઇચ્છો તો પીડીએફ ફાઇલ પર ક્લિક કરતાં, એ ફાઇલ બ્રાઉઝરમાં ઓપન થાય કે પીસીમાં ડાઉનલોડ થાય તે તમે પોતે નક્કી કરી શકો છો. એ માટે…

  • પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં સેટિંગ્સમાં જાઓ અને તેમાં નીચે ‘એડવાન્સ્ડ’ પર ક્લિક કરો.
  • તેમાં ‘પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી’ વિભાગમાં ‘સાઇટ સેટિંગ્સ’માં જાઓ.
  • તેમાં પીડીએફ ડોક્યુમેન્ટ ક્રોમમાં ઓપન કરવાને બદલે ડાઉનલોડ કરવાના વિકલ્પ પર ક્લિક કરી દો.

પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં પ્લગઇન સ્વરૂપે આ સુવિધા મળે છે. જ્યારે સ્માર્ટફોનમાંની ક્રોમ બ્રાઉઝર એપમાં પ્લગઇન્સ એલાઉડ ન હોવાથી આપણે ક્રોમ બ્રાઉઝર એપમાં પીડીએફ ઓપન કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!