(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનમાં ઈ-મેઇલ્સ અંકુશમાં રાખો

હવે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે આપણા ઈ-મેઇલ્સની સ્માર્ટફોન પર થતી અસર પર નજર રાખવા જેવી છે. સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપ સાથે સિન્ક થતા આપણા ઇમેઇલમાં ભારે એેટેચમેન્ટ્સ હોય તો લાંબા ગાળે તેની અસર સ્માર્ટફોનના પર્ફોર્મન્સ પર થઈ શકે છે.

મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ ફક્ત ગમે ત્યારે આપણા પર આવેલા અગત્યના ઈ-મેઇલ્સ પર નજર કરવા માટે કરતા હોઇએ છીએ, પછી તેના પર કામ લગભગ પીસીમાં જ કરવાનું થતું હોય છે.

આથી સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપમાં એવું સેટિંગ કરી શકાય કે તેમાં પાછલા માત્ર અમુક દિવસોના મેઇલ્સ જ સિન્ક્ડ રહે (જે આપણે ગમે ત્યારે ઓફલાઇન પણ વાંચી શકીએ).

સાથોસાથ આ ઇમેલ્સમાંના એટેચમેન્ટ આપોઆપ ડાઉનલોડ ન થાય પરંતુ આપણે ઇચ્છીએ ત્યારે જ ડાઉનલોડ થાય તેવું સેટિંગ્સ પણ થઈ શકે.

જીમેઇલ એપમાં આવું કરવા માટે એપના સેટિંગ્સમાં, તમારા જીમેઇલ એકાઉન્ટમાં જાઓ અને તેમાં ‘ડેઝ ઓફ ઇમેઇલ્સ ટુ સિન્ક’નો વિકલ્પ તપાસો.

અહીં જ તમને એટેચમેન્ટનું ઓટોમેટિક ડાઉનલોડિંગ બંધ કરવાનો વિકલ્પ પણ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!