એક્સેલમાં કામ કરતી વખતે તેની ગ્રિડના એકના એક ભૂખરા-ગ્રે રંગથી કંટાળી ગયા છો? તમે ઇચ્છો તો ગ્રિડનો રંગ બદલી શકો છો.
એ માટે…
- એક્સેલ ઓપન કરો.
- ફાઇલ પર ક્લિક કરીને ‘ઓપ્શન્સ’માં જાઓ (એક્સેલના વર્ઝન અનુસાર અહીં સુધી પહોંચવાની રીત થોડી જુદી હોઈ શકે છે).
- ઓપ્શન્સમાં ‘એડવાન્સ્ડ’ ઓપ્શનમાં જાઓ.
- તેમાં થોડું નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘ડિસ્પ્લે ઓપ્શન્સ ફોર ધીસ વર્કશીટ’ વિભાગમાં પહોંચો.
- અહીં છેક નીચે ‘ગ્રિડ લાઇન કલર’ના વિકલ્પ જોવા મળશે.
- તેના ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો, જોઈતો રંગ પસંદ કરો અને ઓકે, ઓકે કહીને ઓપ્શન્સમાં બહાર આવી જાવ.
- હવે તમે પસંદ કરેલી વર્કશીટની ગ્રિડ તમે પસંદ કરેલા રંગમાં દેખાશે.
- ગ્રિડનો રંગ ફરી પહેલાં જેવો ગ્રે કરવો હોય તો ફરીથી ઉપરની વિધિ કરો અને ગ્રિડ લાઇન કલરના વિકલ્પોમાં ‘ઓટોમેટિક’ પર ક્લિક કરી દો.
એટલું યાદ રાખશો કે તમારી એક વર્કબુક એટલે કે એક્સેલની ફાઇલમાં જુદી જુદી વર્કશીટ માટે તમે જુદા જુદા ગ્રિડ લાઇન કલર પસંદ કરી શકો છો.
જો તમે એક ફાઇલમાં જુદા જુદા પ્રકારનો ડેટા અલગ અલગ વર્કશીટમાં રાખ્યો હોય તો આ રીતે દરેક વર્કશીટ માટે ગ્રિડ લાઇનનો કલર અલગ સેટ કરવાથી, જુદો જુદો ડેટા પહેલી નજરે અલગ તારવવો રહેલો પડશે.
