(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ શીટ્સમાં ડેટ પીકર ઉમેરો

તમે માઇક્રોસોફ્ટ એક્સેલ અને ગૂગલ શીટ્સ પ્રોગ્રામની સરખામણી કરી છે? એક્સેલ પાર વગરના ફીચર્સ ધરાવતો પ્રોગ્રામ છે, પરંતુ ગૂગલ શીટ્સ પ્રોગ્રામ પણ ધીમે ધીમે તેની ઘણી નજીક પહોંચી રહ્યો છે.

જો તમે એક્સેલના પાવરયૂઝર હો તો જુદા જુદા લોકો સાથે શેરિંગ માટે કે ફાઇલ્સને ગમે તે ડિવાઇસમાંથી એક્સેસ કરવા ગૂગલ શીટ્સ અજમાવી રહ્યા હશો. બીજી તરફ જો તમને એક્સેલનો લાભ લેવામાં ગૂંચવણો થઈ રહી હોય તો શીટ્સની સરળતા તમને ગમશે.

અહીં આપણે ગૂગલ શીટ્સની એક મજાની ખૂબી ફટાફટ જાણી લઇએ. ઘણી વાર એવું બને કે આપણે એક સ્પ્રેડશીટમાં, ટેબલમાં ડેટા એન્ટર કરતી વખતે જે તે દિવસની તારીખ નાખવાની જરૂર પડે. એક્સેલની જેમ ગૂગલ શીટ્સમાં સેલમાં કર્સર મૂકીને Ctrl+; કી પ્રેસ કરતાં જે તે દિવસની તારીખ ઉમેરાઈ જાય છે.

એક ડગલું આગળ વધીને, અહીં તમે ‘ડેટ પીકર’ ઉમેરી શકો છો, જેથી સેલ પર ડબલ ક્લિક કરતાં આખા મહિનાનું ટચૂકડું કેલેન્ડર ઓપન થાય અને તમે કોઈ પણ તારીખ પસંદ કરી શકો.

એવું કરવા માટે તમે શીટના ટેબલમાં જે કોલમમાં માત્ર ડેટ્સ લખવા માગતા હો તેને સિલેક્ટ કરીને મથાળાના મેનૂમાં, ડેટામાં, ડેટા વેલિડેશન પસંદ કરો. અહીં ક્રાઇટેરિયામાં ડેટ પસંદ કરો અને સેટિંગ સેવ કરી લો. ડેટા વેલિડેટશનના બીજા વિકલ્પો પણ તપાસવા જેવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!