(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

માઇક્રોસોફ્ટ વર્ડમાં કેલ્ક્યુલેટર ઉમેરો

આમ તો કમ્પ્યુટરમાં જાત ભાતની ગણતરીઓ કરવાની હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામને કોઈ ન પહોંચે. પરંતુ ક્યારેક પગમાંનો કાંટો કાઢવા માટે તલવાર કાઢવાની જરૂર ન હોય!જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરતી વખતે નાની મોટી ગણતરીઓ કરવાની થતી હોય તો એ કામ વર્ડમાં જ થઈ શકે છે.

અલબત્ત એ માટે પણ કમ્પ્યુટરનો વિન્ડોઝ કેલ્ક્યુલેટર પ્રોગ્રામ હાથવગો હોય જ છે, પણ વર્ડમાં એક ખૂબી ઉમેરવાથી સામાન્ય ગણતરીઓ ઘણી વધુ સહેલી બની શકે છે.

એ માટે આપણે વર્ડના ક્વિક એક્સેસ ટૂલબાર (સૌથી ઉપર ડાબી બાજુએ દેખાતા શોર્ટકટ્સ)માં કેલ્ક્યુલેટરની સુવિધા ઉમેરવાની થાય. એ માટે…

  • ક્વિક એક્સેસ ટૂલબારના છેડે ડ્રોપ ડાઉન એરો ક્લિક કરો.
  • જે મેનૂ ખુલે તેમાં ‘મોર કમાન્ડસ’માં જાઓ.
  • વર્ડના ઓપ્શન્સમાં ‘કસ્ટમાઇઝ’ વિભાગમાં જતાં પણ આ જ જગ્યાએ પહોંચાશે.
  • તેમાં સૌથી ઉપલા ડ્રોપ ડાઉનમાં ‘ઓલ કમાન્ડઝ’ પસંદ કરો. પછી નીચે આપેલા વિકલ્પોમાંથી કેલ્ક્યુલેટ (calculate) પસંદ કરો અને જમણી તરફના બોક્સમાં ઉમેરી દો.
  • આથી ક્વિક એક્સેસ ટૂલબારમાં એક નાનું વર્તુળ ઉમેરાશે.

હવે તમે વર્ડમાં કોઈ નાની ગણતરી લખો, જેમ કે ૩૫*૩, તેને સિલેક્ટ કરો અને પછી ક્વિક એક્સેસ ટૂલબારના વર્તુળ પર ક્લિક કરશો તો વર્ડના તળિયેના બારમાં તેનો જવાબ જોવા મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!