[vc_row][vc_column width=”2/3″][vc_column_text]આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કરિયર બનાવવાનું સપનું છે પણ ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નથી? અથવા, તમારું સંતાન આ દિશામાં ઉત્સાહથી આગળ વધતું હોય, પણ માતા-પિતા તરીકે ઘણી બાબતો તમને ગૂંચવે છે?
આ લેખ તમારી ઘણી ગૂંચવણો ઉકેલશે. અહીં ડેવલપર તરીકે કઈ કઈ આવડત હોવી જરૂરી છે, કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી બેસ્ટ રહેશે એવી ઘણી બધી માહિતી આપી છે જે તમને ઉપયોગી થશે.
અત્યારે આઇટી પ્રોગ્રામર્સ અને ડેવલપર્સની ડિમાન્ડ બહુ છે. વધતી ડિમાન્ડ અને ટેલેન્ટેડ લોકોની અછતને લીધે પગાર પણ વધારે મળે છે. એ ધ્યાન રાખવા જેવું છે કે સોફ્ટવેર ડેવલપિંગનું ક્ષેત્ર ખૂબ ઝડપથી બદલાતું રહે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ફ્રેમવર્ક્સ અને ટેક્નોલોજી વર્ષે વર્ષે નવું રૂપ લે છે અને તેથી કામની જરૂરિયાતો પણ સતત બદલાતી રહે છે. એટલે જેમને ખરેખર આ ક્ષેત્રમાં જવામાં રસ હોય તેમને માટે કેટલીક મહત્ત્વની માહિતીનું સંકલન કરીને અહીં આપી છે. તો ઓલ ધ બેસ્ટ!
આગળ શું વાંચશો?
- સૌથી પહેલાં તો એ જાણીએ કે ડેવલપર અને પ્રોગ્રામરમાં શું ફેર છે?
- ડેવલપર્સની ડિમાન્ડ કેમ વધી રહી છે?
- કયા કયા પ્રકારના ડેવલપર્સ હોઈ શકે અને તેમનું કામ શું હોય?
- કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી સારી?
- ડેવલપર બનવા માટે બીજી કઈ આવડત-સ્કિલ્સ હોવી જરૂરી છે?
- ડેવલપર તરીકેના ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે કેવા સવાલો પૂછાતા હોય છે?
- ડેવલપર તરીકે કરિયર બનાવવા માટે મારી પાસે કઈ ડિગ્રી હોવી જોઈએ?
[/vc_column_text][vc_toggle title=”સૌથી પહેલાં તો એ જાણીએ કે ડેવલપર અને પ્રોગ્રામરમાં શું ફેર છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]આઇટી ક્ષેત્ર સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય અથવા તેમાં ઝંપલાવવાની ઇચ્છા ધરાવતા લોકો મોટા ભાગે ડેવલપર અને પ્રોગ્રામર અંતે તો એક જ એવું માનતા હોય છે. ઘણી વાર આઇટી કંપનીઝ પણ આ બંનેને એક જ ગણી લે છે, પરંતુ ઝીણવટભરી રીતે જોઈએ તો એવું નથી. બંનેની ભૂમિકા જુદી જુદી છે.
પ્રોગ્રામર સામાન્ય રીતે, તેના નામ પ્રમાણે કોઈ સોફ્ટવેર ડેવલપ કરવાની પ્રક્રિયામાં, તેના પ્રોગ્રામિંગ કે કોડિંગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સારા પ્રોગ્રામર બનવા માટે વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસની સારી સમજ હોવી જરૂરી છે.
ડેવલપરની ભૂમિકા પ્રોગ્રામર કરતાં ઘણી વ્યાપક છે. તેને પ્રોગ્રામિંગની સારી સમજ તો હોવી જ જોઈએ, તે ઉપરાંત સોફ્ટવેર ડેવલપમેન્ટનાં અન્ય ઘણાં પાસાંનું પણ તેણે ધ્યાન રાખવાનું હોય છે.
જ્યારે ડેવલપરની ભૂમિકા પ્રોગ્રામર કરતાં ઘણી વ્યાપક છે. ડેવલપરને સોફ્ટવેરના પ્રોગ્રામિંગની સારી સમજ તો હોવી જ જોઈએ, એ ઉપરાંત, જે તે સોફ્ટવેર માટે ક્લાયન્ટ કંપની અને યૂઝર્સની જરૂરિયાત શી છે, તે સૌથી સારી રીતે પૂરી કરવા માટે કઈ લેંગ્વેજીસ કે ટેક્નોલોજીસનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે, સોફ્ટ
વેરમાં કોઈ ખામી ન રહી જાય તે કેવી રીતે સુનિશ્ચિત કરવું, સોફટેવેર ડેવલપમેન્ટની સમગ્ર પ્રક્રિયાનું યોગ્ય ડોક્યુમેન્ટેશન કરવું વગેરે બધું જ ડેવલપર્સે જોવા-સમજવાનું અને અમલમાં મૂકવાનું હોય છે.
આથી ઉજ્જવળ કારકિર્દી માટે તમારું ધ્યેય, માત્ર પ્રોગ્રામર બનવાને બદલે, વિવિધ પાસાંના જાણકાર ડેવલપર બનવાનું હોવું જોઇએ.[/vc_toggle][vc_toggle title=”ડેવલપર્સની ડિમાન્ડ કેમ વધી રહી છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]મોટા ભાગના ઉદ્યોગો ડિજિટલ સ્વરૂપ લઈ રહ્યા છે એટલે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરતા થઈ ગયા છે, આથી હવે કોઈ નાની કંપનીને પણ ટેક્નોલોજીના સહારો લીધા વિના ચાલે એમ નથી, થોડી ઘણી પણ ટેક્નોલોજીની મદદ લેવી જ પડે. એટલે જ આ ડિજિટલ યુગમાં ડેવલપરની ડિમાન્ડ જબરદસ્ત વધી રહી છે. કંપનીઝ એવા લોકોની શોધમાં છે જેઓ તેમના પ્રોજેક્ટ્સને ડિજિટલ સ્વરૂપમાં અસરકારક રીતે રજૂ કરી શકે.
એમાં પણ ફ્રન્ટ-એન્ડ ડેવલપર્સ, ફુલ સ્ટેક ડેવલપર્સ, મોબાઇલ ડેવલપર્સ અને બેક-એન્ડ ડેવલપર્સ સૌથી વધારે ડિમાન્ડમાં છે કેમ કે આ જગ્યાઓ માટે કુશળ માણસો જલદી મળતા નથી.
આ શબ્દોથી ગૂંચવાશો નહીં, આવો એ દરેકના અર્થ સમજીએ![/vc_toggle][vc_toggle title=”કયા કયા પ્રકારના ડેવલપર્સ હોઈ શકે અને તેમનું કામ શું હોય?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]
ડેવલપર્સ ઘણા પ્રકારના હોઈ શકે છે. એ તમારે નક્કી કરવાનું છે કે તમે ક્યાં ફિટ થઈ શકો છો. જેમ કે,
મોબાઇલ ડેવલપર : તેઓ આઇઓએસ અને એન્ડ્રોઇડ મોબાઇલ માટે જુદી જુદી એપ્સ બનાવે છે. મોટા ભાગે તે જાવા, સ્વિફ્ટ અને ઓબ્જેક્ટિવ-સી જેવી લેંગ્વેજનો ઉપયોગ કરીને એપ્સ બનાવે છે.
ફુલ સ્ટેક ડેવલપર : તેઓ કોઈ એપ્લિકેશન કે વેબસાઇટના ફ્રન્ટ-એન્ડ અને બેક-એન્ડ બંને બાજુએ કામ કરી શકે છે. ફુલ સ્ટેક ડેવલપરને સર્વર, નેટવર્ક, હોસ્ટિંગ એન્વાયર્નમેન્ટ, રિલેશનલ અને નોન-રિલેશનલ ડેટાબેઝ, યૂઝર્સ સાથે વેબસાઇટ કે મીડિયા દ્વારા કનેક્ટ થવું, તેમના અનુભવો જાણવા, ક્વોલિટી અને સિક્યોરિટીની ખાતરી કરવી, કસ્ટમર અને કંપનીની જરૂરિયાતો જાણીને એ પ્રમાણે કામ કરવું આ બધું જ જ્ઞાન હોય છે.
ડેવલપિંગમાં અલગ અલગ ક્ષેત્રો છે, તમે તેમાંથી કોઈ એક પર ફોકસ કરી શકો, પણ તેની સાથોસાથ અન્ય ક્ષેત્રની ઊંડી સમજ કેળવવી અનિવાર્ય છે!
ફ્રન્ટ-એન્ડ ડેવલપર : આ પ્રકારના ડેવલપર્સ એચટીએમએલ, સીએસએસ અને જાવાસ્ક્રિપ્ટ વગેરેનો ઉપયોગ કરીને યૂઝર્સ જોઈ શકે અને ઇન્ટરએક્ટ કરી શકે તે રીતે ડેટાને ગ્રાફિક્સના રૂપમાં ફેરવીને વેબસાઇટટ્સ બનાવે છે.
બેક-એન્ડ ડેવલપર : એક વેબસાઇટ આપણને જેવી દેખાય છે તેની પાછળ ઘણું બધું પ્રોગ્રામિંગ હોય છે. તેનો ઉપયોગ કરીને ડેવલપ્રસ વેબસાઇટને વધુ કાર્યક્ષમ અને ઇન્ટરએક્ટિવ બનાવે છે જેમાં યૂઝર્સ લોગ-ઇન કરી શકે, પોતાનું એકાઉન્ટ ખોલી શકે, પોસ્ટ્સને લાઇક કરી શકે વગેરે પણ સામેલ હોય છે. તમારી વેબ એપ પાસેથી આ પ્રકારના ડેવલપર્સે જાવા, પાયથન, રુબી અને પીએચપી જેવી લેંગ્વેજ શીખવી પડે.[/vc_toggle][vc_toggle title=”કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી સારી?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી સૌથી સારી એ બાબતે ઘણા વાદવિવાદ ચાલે છે પણ અહીં કેટલીક લેંગ્વેજ આપી છે જે શીખવાથી તમને કોઈ નુકસાન તો નહીં જ થાય, ફાયદો જરૂર થઈ શકે છે.
જાવા : દુનિયાભરમાં લાખો ડેવલપર્સ અને કરોડો ડિવાઇસીસમાં આ લેંગ્વેજ મોસ્ટ ફેવરિટ છે. એન્ડ્રોઇડ ડેવલપમેન્ટની સત્તાવાર લેંગ્વેજ જાવા છે. વિશ્વની સૌથી સફળ કંપનીઝ જાવાને જ બેક-એન્ડ લેંગ્વેજ તરીકે વાપરે છે.

પાયથન : આ લેંગ્વેજ સામાન્ય રીતે વિજ્ઞાનના ક્ષેત્રમાં, ડેટા માઇનિંગ અને મશીન લર્નિંગમાં વપરાય છે. પાયથન લેંગ્વેજ પ્રોગ્રામિંગમાં હવે ખૂબ ઝડપથી વપરાવા લાગી છે. એવું કહેવાય છે કે હવેના વર્ષોમાં ડેવલપિંગમાં બીજી બધી લેંગ્વેજને તે પાછળ રાખી દેશે.
જાવા સ્ક્રિપ્ટ : ૮૦ ટકાથી વધુ ડેવલપર્સ અને ૯૫ ટકા જેટલી વેબસાઇટ્સ આ લેંગ્વેજનો ઉપયોગ કરે છે. જાવા સ્ક્રિપ્ટના રિએક્ટ અને એંગ્યુલરજેએસ જેવા ફ્રન્ટ-એન્ડ ફ્રેમવર્ક્સનો ઉપયોગ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) ડિવાઇસીસમાં વધુ ને વધુ થશે કેમ કે આવી ડિવાઇસ લોકોમાં વધુ પોપ્યુલર થવા લાગી છે અને એટલે આ લેંગ્વેજ પણ માર્કેટમાં રહેવાની.[/vc_toggle][vc_toggle title=”ડેવલપર બનવા માટે બીજી કઈ આવડત-સ્કિલ્સ હોવી જરૂરી છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]કંપનીઝ હવે એવા ઉમેદવારોને પસંદ કરે છે જેમની પાસે પૂરતી ટેક્નિકલ જાણકારી હોવાની સાથે સોફ્ટ સ્કિલ્સ પણ હોય. જે તે નોકરી માટે તમારી સાથે બીજા ઉમેદવાર પણ તમારી જેવું જ એકેડમિક ક્વોલિફિકેશન ધરાવતા હોય, તો અમુક નાની નાની બાબતો એવી છે જે તમને નોકરી અપાવવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. જેમ કે કંપનીમાં કોઈની સાથે ટકરાવ થાય તો તમે કઈ રીતે એને હેન્ડલ કરશો એનો જવાબ તમે કઈ રીતે આપો છો તેના પર ઇન્ટરવ્યુઅરનું ધ્યાન રહેશે.
આ રહી કેટલીક સોફ્ટ સ્કિલ્સ, જેને ડેવલપ કરવી જરૂરી છે :

ટીમવર્ક : આ ક્ષેત્રમાં એટલી ઝડપથી અને વ્યાપક રીતે ફેરફારો થઈ રહ્યા છે કે કોઈ પણ પ્રોગ્રામર માટે, તે બધા જ પ્રકારની ડેવલપમેન્ટ ટીમ્સ સાથે કામ કરી શકે તે જરૂરી બન્યું છે. ટીમના એક પ્રોડક્ટિવ મેમ્બર તરીકે તમે યોગ્ય રીતે તમારી વાત રજૂ કરી શકો, કામ કેટલું આગળ વધ્યું તેનો રિપોર્ટ બહુ ચોક્સાઈથી આપી શકો, કોઈ મુશ્કેલી ઊભી થાય એમ હોય તો તરત જ ધ્યાન દોરી શકો અને એક સારા ટીમ મેમ્બર બનો તે ખૂબ અગત્યનું છે. તીવ્ર હરીફાઈના આ સમયમાં પ્રોગ્રામરે હાર્ડ સ્કિલ્સની સાથે આવી સોફ્ટ સ્કિલ્સ પણ વિકસાવવી પડશે જ.
સારા ડેવલપર બનવા માટે તમને ટેકનિકલ બાબતોની સારી જાણકારી ઉપરાંત, વિવિધ સોફ્ટ સ્કિલ્સ પણ હોવી જરૂરી છે. તમારે ફક્ત મશીન સાથે નહીં, અલગ અલગ પ્રકારના માણસો સાથે પણ કામ લેવાનું છે.
પ્રોબ્લેમ સોલ્વિંગ : ડેવલપર્સ માટે બહુ જ જરૂરી સ્કિલ. કંપનીઝ એ જુએ છે કે પ્રોગ્રામર પ્રોબ્લેમને સોલ્વ કરવાનું કઈ રીતે વિચારે છે. તમે જે તે લેંગ્વેજના માસ્ટર હો પણ તમારી પાસે મુશ્કેલીનો ઉકેલ લાવવાની આવડત ન હોય તો તમારા જ્ઞાનનો કોઈ અર્થ રહેતો નથી. જરૂર પડ્યે નવી લેંગ્વેજ તો કોઈ પણ હોશિયાર વ્યક્તિ બહુ સહેલાઈથી શીખી લે પણ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ નહીં હોય તો પ્રોજેક્ટને અને છેવટે કંપનીને નુકસાન થશે.
નવું શીખવાની તૈયારી : ડેવલપર્સ માટે આ સ્કિલ ખાસ મહત્ત્વની છે. તમે કેટલું જાણો છો એની કંપનીને કંઈ પડી નથી હોતી. તમે કેટલી ઝડપથી શીખી શકો છો અને શીખવા માટેની તમારી તૈયારી કેટલી છે તે જોવામાં આવે છે.
બિઝનેસની સમજ : ડેવલપર તરીકે તમારી પાસે બિઝનેસની પણ સમજ હોય, કોઠાસૂઝ હોય તો પ્રગતિના ચાન્સીસ વધી જાય છે. ડેવલપર સોફ્ટવેર કે એપ્લિકેશન કંપની કે ઉદ્યોગને વ્યાપક રીતે કામ લાગે એ વિચારીને બનાવી શકે તો તે સમગ્ર કંપનીના વિકાસ માટે પોતાનું યોગદાન આપી શકે છે. આવી સૂઝ સાથે તમે સ્માર્ટ અને હાર્ડ વર્ક કરો અને કંપનીને જોઈતાં પરિણામો મેળવવામાં મદદ કરો તો તમારી ચડતી નક્કી જ છે.[/vc_toggle][vc_toggle title=”ડેવલપર તરીકેના ઇન્ટરવ્યૂમાં સામાન્ય રીતે કેવા સવાલો પૂછાતા હોય છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]
ડેવલપર તરીકે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં આવા સવાલો પૂછાવાની શક્યતા રહેતી હોય છે :
- તમારી પસંદગીની લેંગ્વેજ કઈ છે? શા માટે?
- તમે બનાવેલી કોઈ વેબ એપ્લિકેશન વિશે અને તમે તેમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો તે જણાવો. તમે સોફ્ટવેર કયું વાપરવું તે વિશે શું શું ધ્યાનમાં લીધું હતું?
- ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી નવી નવી ટેક્નોલોજી વિશે તમે કઈ રીતે તમારી જાતને વાકેફ રાખો છો?
- અત્યારે તમે કયા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છો? બીજા કોઈ સાઇડ પ્રોજેક્ટસ પર કામ કરી રહ્યા છો?
કંપની તમને ઇન્ટરવ્યૂમાં કયા સવાલો પૂછી શકે તે જાણવું જેમ જરૂરી છે એ જ રીતે તમે તેમને કયા સવાલો પૂછી શકો તે વિશે પણ જાણવું રહ્યું.
પૂરતા આત્મવિશ્વાસ સાથે, યોગ્ય નમ્રતા જાળવીને તમે કંપનીને આવા કેટલાક સવાલો પૂછી શકો :
- મારું પર્ફોર્મન્સ કેવું છે એ તમે કઈ રીતે માપશો?
- અત્યારે ટીમ સામે સૌથી મોટા કયા પડકારો છે?
- હું જે ટીમ સાથે જોડાઈશ તેના મેમ્બર્સ વિશે મને જણાવશો?
- મારો વિકાસ થવાની શક્યતા કેવીક છે?
[/vc_toggle][vc_toggle title=”ડેવલપર તરીકે કરિયર બનાવવા માટે મારી પાસે કઈ ડિગ્રી હોવી જોઈએ?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” custom_google_fonts=”font_family:Actor%3Aregular|font_style:400%20regular%3A400%3Anormal” use_custom_heading=”true”]ડેવલપર તરીકે કરિયર બનાવવા માટે જુદા જુદા ઘણા રસ્તા છે અને તમારી પાસે કઈ આવડત અને ડિગ્રી હોવી જોઈએ તેનો આધાર તમારી નોકરી પર છે.
પહેલાં સામાન્ય રીતે કમ્પ્યુટર સાયન્સમાં બેચલર્સની ડિગ્રી હોવી જરૂરી મનાતી હતી. એના સિવાય હવે એન્જિનિયરિંગની ડિગ્રીવાળા પણ ડેવલપર બની શકે છે. ઘણાં ક્ષેત્રોમાં ડેવલપરની અછત થવાના કારણે અને કોડિંગ સ્કૂલ્સ વધવાના કારણે સંખ્યાબંધ કંપનીઝ હવે પરંપરાગત ડિગ્રી વગરના ઉમેદવારોને પણ નોકરીએ રાખવા લાગી છે.
ઘણાં ક્ષેત્રોમાં ડેવલપરની અછત થવાના કારણે અને કોડિંગ સ્કૂલ્સ વધવાના કારણે સંખ્યાબંધ કંપનીઝ હવે પરંપરાગત ડિગ્રી વગરના ઉમેદવારોને પણ નોકરીએ રાખવા લાગી છે.
આગળ કહ્યું તેમ, આવી કંપની ખાસ તો એ જુએ છે કે તમે કેટલી ઝડપથી અને કેટલી સારી રીતે શીખી શકો તેમ છો? કંપનીને તમારામાં સ્પાર્ક દેખાશે તો એ તમને પસંદ કરી લેશે અને પૂરતી ટ્રેનિંગથી તમને એક સારા ડેવલપર બનાવી દેશે!
ડિગ્રી ઉપરાંત, તમે જાતે જ નવી લેંગ્વેજ, ફ્રેમવર્ક કે ટૂલ શીખી શકો છો અથવા પ્રોગ્રામિંગ કે સોફ્ટવેર ડેવલપમેન્ટના ઓનલાઈન કોર્સ કરી શકો છો. કંપનીઝને તમારી પાસે ડિગ્રી કઈ છે એના કરતાં તમારું કામ અને ધગશ જોવામાં વધારે રસ હોય છે. તમે કેટલાં વર્ષ ભણ્યા એના કરતાં તમારા પ્રોજેક્ટ્સ અને તમારી બનાવેલી એપ્લિકેશન કે સોફ્ટવેરથી તમે શું અને કેટલું યોગદાન આપ્યું એ પોર્ટફોલિયો જ તમને જોબ માર્કેટમાં આગળ રાખશે.[/vc_toggle][/vc_column][vc_column width=”1/3″][/vc_column][/vc_row]


