(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જિઓમાં ગ્રૂપ કોલિંગની સુવિધા આપતી એપ ઉમેરાઈ

રિલાયન્સ જિઓએ પોતાના યૂઝર્સને વીઓએલટીઇ પર ગ્રૂપ કોન્ફરન્સ કોલની સગવડ આપી છે. આ માટે પ્લે સ્ટોરમાં એક એપ ઉપલબ્ધ કરવામાં આવી છે.

માત્ર એન્ડ્રોઇડ પર અને માત્ર જિઓના સબસ્ક્રાઇબર્સ માટેની આ ‘જિઓ ગ્રૂપ ટોક’ એપની મદદથી એક સમયે એક સાથે ૧૦ લોકો એકબીજા સાથે વાતચીત કરી શકે તેવી સુવિધા છે.

અલબત્ત અત્યારે આ એપ ટ્રાયલ મોડમાં છે અને થોડા સમયમાં તેનું કમર્શિયલ વર્ઝન લોન્ચ થાય તેવી શક્યતા છે. આ એપમાં લેકચર મોડ પણ છે એટલે કે એક વ્યક્તિ બોલે અને બાકીના લોકો માત્ર તેને સાંભળી શકે તેવું તેમાં શક્ય છે.

આ એપની મદદથી કોન્ફરન્સ કોલ શેડ્યૂલ પણ કરી શકાશે તેમજ એક પછી એક યૂઝર એડ કરવાને બદલે એક સાથે તમામ ૧૦ લોકોને કોલ કરી શકાય તેવું પણ શક્ય બનશે.

અત્યારે આ એપમાં માત્ર વોઇસ ગ્રૂપ કોલિંગની સુવિધા છે. પરંતુ થોડા સમયમાં તેમાં વીડિયો કોલિંગ અને ચેટિંગ ફીચર પણ ઉમેરાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!