પ્લે સ્ટોરમાંની ‘પ્લે પ્રોટેક્ટ’ નામની વ્યવસ્થાથી ફોનમાંની એપ્સ સ્કેન થતી રહે છે.
આપણે વારંવાર વાંચીએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોરમાં જોખમી એપ્સનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય રીતે પ્લે સ્ટોરની સિસ્ટમ એપ્સને તપાસ્યા પછી જ આપણને ડાઉનલોડ કરવા માટે ઓફર કરે છે, તેમ છતાં કેટલીક જોખમી એપ આ ચકાસણીમાંથી છટકીને આપણા સુધી પહોંચી જતી હોય છે.આવી એપ્સનો સામનો કરવા માટે ગૂગલે પ્લે સ્ટોરમાં ‘પ્લે પ્રોટેક્ટ’ નામની એક નવી વ્યવસ્થા વિકસાવી છે.
આ વ્યવસ્થા આપણા ફોનમાં ઇન્સ્ટોલ થયેલી એપ્સ નિયમિત રીતે સ્કેન કરીને તપાસતી રહે છે કે તેમાં આપણે માટે કંઈ જોખમ છે કે નહીં.
આમ તો આ વ્યવસ્થા આપોઆપ કામ કરે છે અને એપ્સ સ્કેન થવાનું કામ નિયમિત રીતે થાય છે – આપણે તેમાં કંઈ કરવાનું હોતું નથી. તેમ છતાં જો કોઈ જોખમી એપને કારણે આવું સ્કેનિંગ બંધ થઇ ગયું હોય તો આપણે તે તપાસતા રહેવું જરૂરી છે.
આ માટે તમારા ફોનમાં પ્લે સ્ટોર એપ ઓપન કરો. તેમાં સેટિંગ્સમાં જાઓ. તેમાં ‘પ્લે પ્રોટેક્ટ’ના વિકલ્પ પર ક્લિક કરો.
અહીં તમને જોવા મળશે કે તમારા ફોનમાં કોઈ એપ નુકસાનકારક છે કે નહીં. બાજુમાં આપેલા વર્તુળવાળા એરો પર ક્લિક કરીને તમે નવેસરથી સ્કેનિંગ કરી શકો છો.અહીં તમારી કઈ કઈ એપ્સ સ્કેન કરવામાં આવી છે તે પણ જોઈ શકાશે.
આ પેજ પર સેટિંગ્સના ગિયર આઇકન પર ક્લિક કરતાં આપણો ફોન નિયમિત રીતે આપોઆપ સ્કેન થાય તેનું સેટિંગ જોવા મળે છે. તે ‘ઓન’ હોવાનું તપાસી લેશો.
આ ઉપરાંત અહીં ગૂગલનું કામ આસાન બનાવવા માટે આપણી એપ્સની માહિતી ગૂગલને મોકલવાનો વિકલ્પ પણ છે. જોકે તમે ઈચ્છો તો તેને બંધ રાખી શકો છો!

2 responses
Useful information, many time some apps installed then we need to format our mobile to remove those application
Yes, very true!