(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે આવે છે ફેસબુક પે અને ગૂગલ બેન્ક!

ટેક કંપની ફાઇનાન્સ સેક્ટરમાં જબરો પગપેસારો કરવા લાગી છે

ઇન્ટરનેટ જગતમાં અત્યારે જબરી ભેળસેળનો યુગ ચાલી રહ્યો છે. પહેલાં જેમાં માત્ર મેસેજિંગ થતું હતું એવી એપ્સમાં હવે રકમની પણ આપ-લે થઈ શકે છે. પહેલાં જેમાં માત્ર રકમની આપ-લે થતી હતી એવી એપ્સમાં હવે મેસેજિંગ પણ થઇ શકે છે. પહેલાં જેમાં માત્ર ફોન નંબર કોનો છે એ જોઈ શકાતું હતું એમાં પણ હવે મેસેજ અને પેમેન્ટની આપ-લે થવા લાગી છે! આ તો નાના પાયાની ભેળસેળ છે! હવે સમાચાર આવ્યા છે કે ગૂગલ તેની ગૂગલ પે સર્વિસ ઉપરાંત બેન્ક સર્વિસ આપવા માટે પણ તૈયાર છે!

ભારતની વાત કરીએ તો મોબાઇલ વોલેટ અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે વિવિધ ટેક કંપનીઝ રકમની આપ-લે માટેના એક પ્લેટફોર્મ કે મધ્યસ્થી તરીકેનું કામ કરી શકે છે. મોબાઇલ વોલેટના કિસ્સામાં મર્યાદિત પ્રમાણમાં આપણે રકમ જમા રાખીને તેમાંથી આપ-લે કરી શકીએ છીએ. જ્યારે યુપીઆઈની મદદથી સીધે સીધી બેન્ક ખાતા વચ્ચે આપ-લે થઈ શકે છે. પરંતુ આ બધામાં હજી સુધી ટેક કંપનીની ભૂમિકા ફક્ત વચગાળાના પ્લેટફોર્મ તરીકે સીમિત હતી.

હવે એટલી ભૂમિકાથી ટેક કંપનીઝને સંતોષ નથી. એ જ કારણે ટેલિગ્રામ જેવી મેસેજિંગ કંપની વિશ્વની સામાન્ય બેન્કિંગ વ્યવસ્થાને તદ્દન બાજુએ રાખતી ક્રિપ્ટો કરન્સી લાવી રહી છે. આમ પણ, ટેલિગ્રામ કંપનીએ વિવિધ દેશોના પાઇરસી સંબંધિત કાયદાઓના તો લીરે લીરા કરી નાખ્યા છે. તો ફેસબુક તેના દાવા પ્રમાણે કાયદાનું પાલન કરીને, પણ છેવટે તો વિશ્વની બેન્કિંગ વ્યવસ્થાને સમાંતર નવી વ્યવસ્થા ઊભી કરવા મથે છે (જોકે તેમાં ફેસબુકને શરૂઆતમાં સાથ આપનારી મોટી કંપનીઝ સાથ છોડી રહી છે) એપલે પણ તેની એપલ પે વ્યવસ્થામાં લોકો પોતાના ક્રેડિટ કાર્ડઝની વિગતો સ્ટોર કરીને રકમની આપ-લે કરી શકે એટલાથી સંતોષ માનવાને બદલે પોતે જ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું (તેની સામે પણ કાયદાકીય વંટોળ ઊભા થવા લાગ્યા છે).

બરાબર એ જ રીતે, સમાચાર છે કે ગૂગલે યુએસમાં સિટી બેન્ક સાથે જોડાણ કર્યું છે અને આવતા વર્ષ સુધીમાં તે ગૂગલ પે પ્લેટફોર્મ પર, સિટી બેન્કના સાથમાં યૂઝર્સને બરાબર બેન્ક ખાતાં જેવાં જ ખાતાં ખોલવાની સુવિધા આપવાનું શરૂ કરી દેશે. ગૂગલ પે સર્વિસ હાલમાં માત્ર એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે પરંતુ આગળ જતાં લોકો તેમાં પોતાનું આગવું બેન્ક ખાતું ખોલાવી શકશે, રકમ જમા રાખી શકશે અને તેમાંથી લેવડદેવડ કરી શકશે.

અલબત્ત આ બધાને કારણે આપણી વધુ ને વધુ માહિતી ટેક કંપનીને મળી રહી છે. સમગ્ર વિશ્વમાં ખાસ કરીને યુરોપમાં એ વિશે ચિંતાને સૂર પણ વ્યક્ત થવા લાગ્યો છે. હેલ્થકેર અને ફાઈનાન્સ એ બંને સંવેદનશીલ ક્ષેત્રમાં ટેક કંપનીઝ વધુ ને વધુ પગપેસારો કરી રહી છે, જે આપણે માટે હંમેશની જેમ બેધારી તલવાર પુરવાર થવાનું છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!