(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડનો દસમો અવતારઃ ફરી બદલશે આપણી દુનિયા?

[vc_row][vc_column width=”2/3″][vc_column_text]

આ વર્ષમાં એન્ડ્રોઇડનું ૧૦મું વર્ઝન (ક્યુ) આવી રહ્યું છે અને એ સાથે, વિશ્વમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનની સંખ્યા અઢી અબજ કરતાં વધી જવાની શક્યતા છે!

હાલમાં જ તમે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદ્યો હશે તો મોટા ભાગે તમને એન્ડ્રોઇડના નવમા વર્ઝન ‘પાઈ’નો લાભ મળ્યો હશે. જો તમે એકાદ વર્ષ પહેલાં ફોન ખરીદ્યો હશે તો તેમાં એન્ડ્રોઇડનું આઠમું કે તેનાથી જૂનું વર્ઝન હશે.

અલબત્ત એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની એક મોટી તકલીફ એ છે કે તેમાં નવું વર્ઝન મેળવવા માટે આપણે આપણા ફોનની મેન્યુફેકચરિંગ કંપની પર આધાર રાખવો પડે છે. જો આપણે પ્રમાણમાં સસ્તો ફોન ખરીદ્યો હોય તો આવા ફોનમાં લગભગ ક્યારેય એન્ડ્રોઇડનું વર્ઝન અપગ્રેડ કરવાનો મોકો મળતો નથી.

એટલે જ હવે ધીમે ધીમે એન્ડ્રોઇડનું સ્ટોક વર્ઝન કે એન્ડ્રોઇડ વન પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોન ખરીદવાનું ચલણ વધતું જાય છે. આ પ્રકારના ફોનમાં નવું વર્ઝન મળવાની અને ઝડપથી મળવાની શક્યતા વધી જાય છે.

એપલના આઇફોનમાં સ્થિતિ જુદી છે. તેમાં એપલ કંપની પોતે જ ફોનના મેન્યુફેકચરિંગ પર પણ અંકુશ ધરાવતી હોવાથી આઇફોનની ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન રજૂ થાય એ સાથે લોકોને પોતાના ફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાની તક મળે છે. એન્ડ્રોઇડ અને એપલ વચ્ચે આ બહુ મોટો તફાવત છે અને ગૂગલ આ સ્થિતિ બદલવા માટે લાંબા સમયથી પ્રયાસ કરે છે.

એવું લાગે છે કે એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનથી છેવટે આ સ્થિતિ ઘણે અંશે બદલાશે.

જો તમે નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હો અને થોડા મહિના રાહ જોઈ શકો તેમ હો તો આ વર્ષના અંત સુધીમાં આપણી પહોંચમાંના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું ૧૦મું વર્ઝન આવી જાય તેવી શક્યતા છે. એન્ડ્રોઇડના દરેક વર્ઝનમાં આગલા વર્ઝન કરતાં ઘણી નવી ખૂબીઓ હોય તે સ્વાભાવિક છે પરંતુ ૧૦મા વર્ઝનમાં બહુ મોટા ફેરફારો આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

[/vc_column_text][vc_tta_accordion style=”outline” color=”sky” spacing=”3″ gap=”10″ c_icon=”triangle” active_section=”50″ no_fill=”true” collapsible_all=”true”][vc_tta_section title=”પ્લે સ્ટોરમાંથી સિસ્ટમ અપડેટ કરી શકાશે!” tab_id=”1558865802206-624998d2-14d3″][vc_column_text]એન્ડ્રોઈડ-૧૦માં એપેક્સ (એપ્લિકેશન એક્સપ્રેસ) નામે એક નવી સુવિધા મળવાની શક્યતા છે જેને કારણે એન્ડ્રોઇડના વર્ઝનમાં મળતી સુવિધાઓ માટે ફોન કંપની પોતાનું સોફ્ટવેર અપડેટ કરે ત્યાં સુધી રાહ જોવાને બદલે આપણે પ્લે સ્ટોરમાં જઈને ફોનની સિસ્ટમ અપડેટ કરી શકીશું.

ગૂગલે આ દિશામાં કેટલી સફળતા મેળવી છે એ વિશે હજી બહુ સ્પષ્ટતા નથી પરંતુ એટલું નક્કી છે કે આપણે એન્ડ્રોઇડમાં પણ, આઇફોનની જેમ જ નવું વર્ઝન રજુ થતાં વેત આપણાં ફોનમાં તેનો લાભ લઈ શકીએ એવી દિશામાં જઈ રહ્યા છીએ.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”બેક બટન ગાયબ થશે” tab_id=”1559275179759-29188fe3-df3e”][vc_column_text]એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં અત્યાર સુધી ડિસ્પ્લે પર અથવા તેની નીચે આપણે ત્રણ બટન જોતા આવ્યા છીએ.


  1. હોમ બટન,
  2. ઓપન કરેલી એપ્સની યાદી જોવાનું બટન
  3. અને પાછલા સ્ક્રીનમાં જવા માટેનું બેક બટન.

જોકે છેલ્લા થોડા સમયથી આઇફોનની જેમ એન્ડ્રોઇડમાં જેસ્ચર કન્ટ્રોલ્સ વધુ પ્રમાણમાં દેખાવા લાગ્યા છે.

તેને પગલે એન્ડ્રોઇડ પાઈમાં ત્રણમાંથી બે બટન થઈ ગયાં છે. તેમાં જરા અલગ પ્રકારનું હોમ બટન અને માત્ર એક બેક એરો જોવા મળે છે. આપણે ઓપન કરેલી એપ્સની યાદી જોવા માટેનું અલગ બટન તેમાં દૂર કરી દેવાયું છે અને એ કામ હોમ બટનથી જ થઈ શકે છે.

૧૦માં વર્ઝનથી બેક બટન પણ ગાયબ થશે અને આપણે સ્ક્રીન પર ડાબી કે જમણી બાજુએથી સ્વાઇપ કરીને બેક બટનનું કામ લઈ શકીશું.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”આખી સિસ્ટમમાં ડાર્ક મોડ સુવિધા મળશે” tab_id=”1559275304763-e94d1271-21b3″][vc_column_text]છેલ્લા લાંબા સમયથી એન્ડ્રોઇડની જુદી જુદી સર્વિસમાં ડાર્ક મોડની સુવિધા મળવા લાગી છે. ડાર્ક મોડને કારણે બેટરીની ખાસ્સી બચત થાય છે. નવા વર્ઝનમાં ફોનની સમગ્ર સિસ્ટમમાં એક સાથે ડાર્ક મોડ ચાલુ કરી શકાય એવી સગવડ મળશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”નબળા સ્માર્ટફોનમાં પણ બહેતર ગેમિંગ” tab_id=”1559275392738-c161d2d3-a0e9″][vc_column_text]એન્ડ્રોઇડ ક્યૂમાં ‘ઓલમોસ્ટ નેટિવ ગ્રાફિક્સ લેયર એન્જિન’ (એન્જલ) નામની એક નવી કરામત ઉમેરાઈ રહી છે.

આ તો ટેક્નોલોજીની વાત થઈ, પણ આપણા રસની વાત એ કે આને કારણે હવે આપણને સસ્તા, નબળાં સ્પેસિફિકેશન્સવાલા ફોનમાં પણ હેવી ગેમ્સનો જબરો અનુભવ મળી શકશે![/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”ફોલ્ડેબલ ફોન માટે નવો સપોર્ટ મળશે” tab_id=”1559371174885-b9420886-1360″][vc_column_text]સેમસંગ, ઝાયોમી, હુવેઈ વગેરે કંપની ફોલ્ડેબલ સ્માર્ટફોન વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. હમણાં ગૂગલે પણ જાહેર કર્યું છે કે તે પણ આ પ્રયાસોમાં જોડાઈ ગઈ છે. આ બધા ફોન એન્ડ્રોઇડ આધારિત હશે પરંતુ અત્યાર સુધીની એન્ડ્રોઇડ સિસ્ટમ વર્ઝન ફોલ્ડેબલ ફોનના ફોર્મેટને સપોર્ટ કરતી નથી. નવા વર્ઝનથી આ સપોર્ટ મળવાનું શરૂ થઈ જાય તેવી શક્યતા છે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”વીડિયોમાં લાઇવ કેપ્શન ઉમેરી શકાશે” tab_id=”1559275425765-c48ab3ef-4282″][vc_column_text]લાંબા સમયથી મશીન લર્નિંગ આપણા જીવનનો અંતરંગ હિસ્સો બનવા લાગ્યું છે. અત્યાર સુધી મશીન લર્નિંગને સંબંધિત સુવિધાઓ આપવા માટે જુદી જુદી એપ્સે ઇન્ટરનેટ પર આધાર રાખવો પડતો હતો, પરંતુ છેલ્લા થોડા સમયથી ગૂગલે ફોનમાં જ, લોકલ લેવલે મશીન લર્નિંગનો લાભ લઈ શકાય એવી સુવિધાઓ ઉમેરવાની શરૂઆત કરી છે.

જેમ કે ટ્રાન્સલેશન માટે તમે જોઈતી ભાષાનાં બંડલ ફોનમાં ડાઉનલોડ કરી લો, તો પછી ફટાફટ અને સચોટ ટ્રાન્સલેશન માટે તમારે ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ચાલુ રાખવાની જરૂર રહેતી નથી.

આ જ કરામત આગળ વધારીને એન્ડ્રોઇડના નવા વર્ઝનથી વીડિયોમાં લાઇવ કેપ્શન્સ ઉમેરી શકાશે! માત્ર ગૂગલની એપ્સમાં નહીં પરંતુ અન્ય થર્ડ પાર્ટી એપ્સમાંના વીડિયો પણ આપણે પ્લે કરવાનું શરૂ કરીએ એ પછી ઇચ્છીએ તો તેમાં લાઇવ કેપ્શન્સ ઓન કરી શકીશું અને ફોનની સિસ્ટમ વીડિયોમાંના શબ્દો ‘સાંભળી’ને તેને તરત ને તરત સ્ક્રીન પર લેખિત શબ્દોના સ્વરૂપમાં બતાવવાનું શરૂ કરશે![/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”સ્માર્ટ રિપ્લાય મોકલી શકાશે” tab_id=”1559275532271-a0525ec0-50a8″][vc_column_text]આપણા જીવનમાં સામાન્ય થવા લાગેલો મશીન લર્નિંગનો ઉપયોગ એટલે સ્માર્ટ રિપ્લાય. તમે જાણતા હશો કે જીમેઇલમાં છેક વર્ષ ૨૦૧૭થી આ સુવિધા ઉમેરાઈ ગઈ છે. જેને કારણે આપણા પર આવેલા ઇમેઇલ ‘વાંચીને’ સિસ્ટમ તેના સંભવિત બે-ત્રણ ટૂંકા જવાબો આપણને સૂચવે છે. જેમાંથી કોઈને પણ ક્લિક કરીને આપણે ફટાફટ રિપ્લાય મોકલી શકીએ.

એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનમાં સ્માર્ટ રિપ્લાયની સુવિધા ઘણી વિસ્તરશે અને આપણે તમામ મેસેજિંગ એપ્સમાં તેનો લાભ લઈ શકીશું. એટલું જ નહિ આપણા પર આવેલા મેસેજિસ વાંચીને (અને ખાસ તો સમજીને!) તેને સંબંધિત રિપ્લાય ઉપરાંત બીજાં એકશન પણ સૂચવવામાં આવશે. જેમ કે કોઈએ આપણને પોતાનું એડ્રેસ મોકલ્યું હશે તો તે લોકેશન ગૂગલ મેપ્સમાં ઓપન કરવાનું સૂચન કરતું બટન પણ આપણને જોવા મળશે.

આપણે ‘સાયબરસફર’માં અગાઉ જાણી ગયા છીએ કે એસએમએસ સંબંધિત નવી રિચ કમ્યુનિકેશન સર્વિસ (આરસીએસ) ટેકનોલોજીને કારણે સાદા એસએમએસમાં પણ આવી સુવિધાઓ ટૂંક સમયમાં મળવા લાગશે. એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં આપણે લગભગ બધે જ તેનો લાભ લઈ શકીશું.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”ફોકસ મોડની સુવિધા મળશે” tab_id=”1559275588233-b8c581ed-00d9″][vc_column_text]વ્યસ્ત લોકોને સ્માર્ટફોનમાં સૌથી વધુ કનડતી કોઈ બાબત હોય તો તે છે નોટિફિકેશન્સ. આપણે કોઈ મહત્ત્વનો ઈ-મેઇલ વાંચી રહ્યા હોઈએ કે ગૂગલ ડ્રાઇવમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા હોઈએ કે પછી અમસ્તું જ કોઈ મજાનો વીડિયો જોઈ રહ્યા હોઈએ ત્યારે ટપકી પડતાં નોટિફિકેશન્સ આપણને વારંવાર ખલેલ પહોંચાડે છે.

એન્ડ્રોઇડના જુદા જુદા વર્ઝનમાં આના ઉપાય તરીકે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ની સુવિધા મળી છે, પરંતુ એ પણ ઘણે અંશે ગૂંચવણભરી રહી છે. એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં તેના વધુ સરળ ઉપાય તરીકે ફોક્સ મોડની સુવિધા મળશે. જેથી આપણે ઇચ્છીએ ત્યારે હાથ પરની બાબત પર, કોઈ ખલેલ વિના વધુ ફોકસ કરી શકીશું[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”ડિજિટલ વેલબિઇંગનો લાભ મળશે” tab_id=”1559275621133-26ac13a3-3283″][vc_column_text]સ્માર્ટફોન બહુ ઉપયોગી હોવા છતાં આપણને સૌને ધીમે ધીમે તેનું વ્યસન થવા લાગ્યું છે. એન્ડ્રોઇડના નવમા વર્ઝનથી ગૂગલે ડિજિટલ વેલબિઇંગ નામે એક નવી પહેલ શરૂ કરી છે જેનો લાભ લઈને તમે તમારા સ્માર્ટફોનના ઉપયોગને અંકૂશમાં રાખી શકો છો.

એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનથી ડિજિટલ વેલબિઇંગ સુવિધાને ક્રોમ બ્રાઉઝરમાં પણ વિસ્તારવામાં આવશે. જેને કારણે જો તમે ફેસબુક એપની, પોતે નક્કી કરેલી નિશ્ચિત સમય મયર્દિા પૂરી થઈ જાય, તો  ક્રોમ બ્રાઉઝરમાં ફેસબુક ઓપન કરીને જાતને જ છેતરતા હો તો એ એન્ડ્રોઇડના નવા વર્ઝનથી શક્ય રહેશે નહીં![/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”પેરેન્ટલ કન્ટ્રોલ્સની સુવિધા મળશે” tab_id=”1559275653450-a703a136-f201″][vc_column_text]હવે બહુ નાની વયમાં બાળકોના હાથમાં સ્માર્ટફોન પહોંચવા લાગ્યા છે એટલે માબાપને પોતાનું બાળક સ્માર્ટફોનનો યોગ્ય ઉપયોગ કરે છે કે નહીં એ વાતની ચિંતા રહેતી હોય છે. એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં ડિજિટલ વેલબિઇંગની સુવિધા હેઠળ માતા-પિતા પોતાના ફોનથી બાળકના ફોનમાંના ઉપયોગ પર વિવિધ રીતે અંકૂશ રાખી શકશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”એપ પરમિશન્સ મેનેજમેન્ટ સરળ બનશે” tab_id=”1559275690841-8cae7881-6592″][vc_column_text]લાંબા સમયથી સ્માર્ટફોનમાંની એપ્સને મળતી પરમિશન્સ વિવાદનો મુદ્દો રહ્યો છે. એન્ડ્રોઇડના છઠ્ઠા વર્ઝનથી આપણને એવી સુવિધા તો મળી કે આપણે એપ્સને અમુક મંજૂરી આપીએ અને અમુક મંજૂરી નકારી શકીએ, પરંતુ અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે આપણે આપેલી મંજૂરીનો લાભ લઈને ઘણી એપ્સ આપણે તેને ઓપન ન કરી હોય ત્યારે પણ, આપણે આપેલી પરમિશનનો ગેરલાભ લેતી રહે છે.

જેમ કે કોઈ એપને આપણે ફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હોય તો એ એપ આપણે ઓપન ન કરી હોય ત્યારે પણ તેને સંભળાતા શબ્દો કેપ્ચર કરી શકે છે.

છેવટે એન્ડ્રોઇડના નવા વર્ઝનથી આમાં પણ સુધારો થઈ રહ્યો છે. હવે તમે એવું સેટિંગ કરી શકશો કે ગૂગલ મેપ્સ જેવી એપને તમે લોકેશન એક્સેસ કરવાની મંજૂરી આપી હોય તો એ એપ તમે ઓપન કરો ત્યારે જ તમારું લોકેશન જાણી શકશે, એ સિવાય નહીં.

આ ઉપરાંત દરેક એપને આપવામાં આવતી પરમિશનનો અર્થ શું છે એ પણ હવે વધુ સરળતાથી સમજાવવામાં આવશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”બેકગ્રાઉન્ડ લોકેશન એક્સેસ પરમિશનમાં પરિવર્તન” tab_id=”1559275745695-20255d75-ece3″][vc_column_text]હજી હમણાં સુધી ફોનમાંની એપ્સ આપણે ઓપન ન કરી હોય તો પણ બેકગ્રાઉન્ડમાં ચાલુ રહીને આપણું લોકેશન જાણી શકતી હતી. એન્ડ્રોઇડ ૮ અને ૯ વર્ઝનથી આવી બેકગ્રાઉન્ડ એક્સેસ પર ખાસ્સો અંકુશ મુકાયો છે. પરંતુ એવું પણ બની શકે કે અમુક એપ માટે બેકગ્રાઉન્ડમાં આપણું લોકેશન સતત જાણવું જરૂરી હોય. જેમ કે આપણે કોઈની સાથે મેપ્સમાં પોતાનું લોકેશન શેર કર્યું હોય અથવા આપણો ફોન ખોવાયો હોય અને ત્યારે આપણે ફોનનું લોકેશન જાણવું જરૂરી હોય. આવી સ્થિતિમાં આવી એપ આપણે ઓપન ન કરીએ ત્યાં સુધી ફોનનું લોકેશન જાણી શકતી નથી.

આથી ગૂગલે પોતાની આ નીતિ ફરી બદલી છે. નવા વર્ઝનથી ફોનમાંની એપ્સ ફરીથી બેકગ્રાઉન્ડમાં પણ આપણું લોકેશન જાણી શકશે પરંતુ પરમિશનની વધુ સારી સિસ્ટમને કારણે યૂઝર્સને સ્પષ્ટરૂપે ચેતવવામાં આવશે કે કઈ એપ, આપણે તેનો ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે પણ આપણું લોકેશન જાણી શકશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”સેન્સર્સ ઓફ કરી શકાશે” tab_id=”1559275798207-d91396cb-4058″][vc_column_text]સ્માર્ટફોન્સ તેમાંના વિવિધ સેન્સર્સની મદદથી આપણી જબરી જાસૂસી કરી શકે છે. એન્ડ્રોઇડના નવા વર્ઝનથી આપણને ક્વિક સેટિંગ્સમાં જ બધાં સેન્સર એક સાથે બંધ કરવાનું બટન મળશે![/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”જુદા જુદા વાઇબ્રેશન એલર્ટ સેટ કરી શકાશે” tab_id=”1559275821115-4cf18d21-c28d”][vc_column_text]અત્યાર સુધી આપણને જુદી જુદી સ્થિતિ માટે એકસરખાં વાઇબ્રેશનથી એલર્ટ મળતા હતા પરંતુ એન્ડ્રોઇડના ૧૦મા વર્ઝનથી આપણે જુદી જુદી બાબત માટે જુદી જુદી વાઇબ્રેશન ઇન્ટેન્સિટી સેટ કરી શકીશું. એટલે કે જ્યારે કોઈનો કોલ આવે ત્યારે ફોન એકદમ વાઇબ્રેટ થાય પણ અન્ય એપ તરફથી નોટિફિકેશન આવે ત્યારે ફોન પ્રમાણમાં ઓછો વાઇબ્રેટ થાય એવું સેટિંગ કરી શકાશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”ક્લિપબોર્ડ એક્સેસ પર અંકુશ મૂકી શકાશે” tab_id=”1559275845967-aaeb0c22-1970″][vc_column_text]અત્યારે આપણે ફોનમાં કંઈ પણ કોપી કરીએ તો એ ફોનના ક્લિપબોર્ડમાં પેસ્ટ થતું હોય છે, જ્યાંથી તેને આપણે બીજી કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકીએ છીએ.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે અત્યાર સુધી ફોનમાંની દરેક એપ આપણા ક્લિપબોર્ડને એક્સેસ કરી શકતી હતી. એટલે આપણે ફોનમાં શું શું કોપી કર્યું એ ફોનમાંની દરેક એપ જાણી શકે! નવા વર્ઝનથી આ સ્થિતિ બદલાશે અને આપણે એ નક્કી કરી શકીશું કે બેકગ્રાઉન્ડમાંની કઈ એપ ક્લિપબોર્ડને વાંચી શકે કે ના વાંચી શકે.

તમારો કદાચ અનુભવ હશે કે હવે મોટા ભાગની એપમાં જ્યારે તમારો પાસવર્ડ પૂછવામાં આવે ત્યારે ત્યાં આપણે પાસવર્ડને પેસ્ટ કરી શકતા નથી. આપણે ધરાર તેને નવેસરથી ટાઇપ કરવો પડે. આપણા એકાઉન્ટની સલામતી માટે આ જરૂરી છે. આપણે કોપી કરેલા પાસવર્ડ હવે બીજી કોઈ એપ વાંચી શકે તેમ ન હોવાથી આપણા એકાઉન્ટની સલામતી વધશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”એસડી કાર્ડ અને યુએસબી ડ્રાઇવ્સની એક્સેસ પર અંકુશ રહેશે” tab_id=”1559275929638-5a24f96d-d16b”][vc_column_text]એન્ડ્રોઇડમાં આપણે ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં અથવા એસડી કાર્ડ કે યુએસબી ડ્રાઇવ જેવી એક્સટર્નલ સ્ટોરેજમાં ડેટા સ્ટોર કરી શકીએ છીએ. હાલમાં એવી સ્થિતિ છે કે આપણે જુદી જુદી એપ્સને એસડી કાર્ડ કે યુએસબી ડ્રાઇવમાંનો તમામ ડેટા એક્સેસ કરવાની મંજૂરી આપવી પડે છે.

એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં તમે જુદી જુદી એપ્સ તમારા સ્ટોરેજમાંની મ્યુઝિક ફાઇલ્સ, ફોટોઝ, વીડિયોઝ વગેરે એક્સેસ કરી શકે કે નહીં તેની અલગ અલગ મંજૂરી આપી શકશો.

જે એપને આવી મંજૂરી પહેલેથી હોય તેને આપણા સ્ટોરેજમાં કંઈ પણ રીડ અને રાઇટ કરવાની મંજૂરીને બદલે માત્ર રીડ કરવાની મંજૂરી રહેશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”વાઇ-ફાઈ પાસવર્ડ સરળતાથી શેર કરી શકાશે” tab_id=”1559275971067-e6dd0915-eebf”][vc_column_text]ઘરમાં કે ઓફિસમાં વાઇ-ફાઇને કારણે સ્માર્ટફોનમાં નેટ કનેક્ટિવિટી બહુ સહેલી બની ગઈ છે પણ આપણાંમાંના મોટા ભાગના લોકોનો અનુભવ હશે કે જ્યારે ઘર કે ઓફિસની ટેકનિકલી જાણકાર વ્યક્તિ વાઇ-ફાઇનો પાસવર્ડ બદલી નાખે ત્યારે ઘર કે ઓફિસના બાકીના બધા લોકોને તકલીફ થઈ જતી હોય છે.

આવી સ્થિતિમાં પેલી જાણકાર વ્યક્તિએ કાં તો દરેક વ્યક્તિને નવો પાસવર્ડ લખાવવો પડે અથવા તેમને એસએમએસ કે વોટ્સએપથી મોકલવો પડે.

હવે એવું કંઈ કરવાને બદલે એન્ડ્રોઇડના નવા વર્ઝનથી, ટેકનિકલ જાણકાર વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાં નવા પાસવર્ડનો ક્યુઆર કોડ જનરેટ કરી શકશે.

બીજા કોઈ પણ આઇફોન કે એન્ડ્રોઇડ યૂઝર્સ (જૂના વર્ઝનવાળા પણ) આ ક્યૂઆર કોડ સ્કેન કરીને તરત જ વાઇ-ફાઇ નેટવર્કમાં કનેક્ટ થઈ શકશે અને તેમણે નવો પાસવર્ડ જાણવાની જરૂર પણ રહેશે નહીં. વાઇ-ફાઇ પાસવર્ડના ક્યૂઆર કોડને ફિંગર પ્રિન્ટ કે પાસકોડથી લોક પણ કરી શકાશે![/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”વધુ સુરક્ષિત ફેસ અનલોક કરી શકાશે” tab_id=”1559276047721-43505b4b-e90f”][vc_column_text]એપલે પોતાના આઇફોનમાં ચહેરો ઓળખીને ફોન અનલોક કરવાની ફેસ આઇડી ટેકનોલોજી આપી અને આઇફોન એક્સથી તેને વધુ સલામત બનાવવા માટે જુદા જુદા સેન્સર્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

અત્યાર સુધી એન્ડ્રોઇડની મૂળ ઓપરેટિંગ સિસ્ટમમાં ફેસ રેકગ્રિશનની એકદમ સચોટ સુવિધા નહોતી પણ જુદી જુદી કંપની પોતાની રીતે તે ઉમેરતી હતી.

એન્ડ્રોઇડના નવા વર્ઝનથી આ ટેકનોલોજીને એન્ડ્રોઇડમાં નેટિવ સપોર્ટ મળી જશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”ઇનસ્ક્રીન રેકોર્ડરની સગવડ મળશે” tab_id=”1559276166918-02d62271-d021″][vc_column_text]આપણા સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની મદદથી જ આપણને સ્ક્રીનશોટ લેવાની સગવડ મળે છે. કેટલાક ફોનની સિસ્ટમ મોબાઇલના સ્ક્રીન પર દેખાતા ભાગ ઉપરાંત નીચેની તરફ સ્ક્રોલ કરીને આખા પેજનો લાંબો સ્ક્રીનશોટ લેવાની પણ સગવડ આપે છે.

પરંતુ સ્ક્રીન પરની એક્ટિવિટી વીડિયો ‚પે રેકોર્ડ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ તરફથી કોઈ સગવડ હજી સુધી મળી નથી. એ માટે આપણે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવી પડે. ઘણી લેભાગુ કંપની આવી સ્ક્રીન રેકોર્ડર એપની મદદથી આપણા ફોનમાં માલવેર ઘૂસાડવાનો કે આપણી માહિતી ચોરવાનો પ્રયાસ કરતી હોય છે.

તેનો સામનો કરવા નવા વર્ઝનથી ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાં જ સ્ક્રીનશોટની જેમ સ્ક્રીન રેકોર્ડ કરવાની સગવડ પણ મળી જશે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”આઇકનના આકારમાં ફેરફાર કરી શકાશે” tab_id=”1559276196912-4fe58b64-19f7″][vc_column_text]અત્યાર સુધી આપણે જુદા જુદા લોન્ચરની મદદથી ફોનમાંની એપ્સના આઇકનના આકાર બદલી શકતા હતા. એન્ડ્રોઇડના નવા વર્ઝનથી એપ્સ ઉપરાંત ફોનની સમગ્ર સિસ્ટમથી જુદી જુદી બાબતોના આઇકનના આકાર પણ બદલી શકીશું.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”બેટરીમાં મશીન લર્નિંગનો વધુ લાભ મળશે” tab_id=”1559276262679-4553c622-f4bd”][vc_column_text]હાલમાં આપણે ફોનમાંની બેટરી કેટલા ટકા છે તે જોઈ શકાય એવું સેટિંગ કરી શકીએ છીએ. પરંતુ ધારો કે બેટરી ૬૫ ટકા હોવાનું જોવા મળે તો તેનાથી એ ખબર પડતી નથી કે ફોન હવે કેટલું ચાલશે.

એન્ડ્રોઇડના ૯મા વર્ઝનથી ફોનમાં એડેપ્ટિવ બેટરીની સુવિધા મળી છે જેમાં આપણા ફોનનો રોજિંદો ઉપયોગ જાણીને મશીન લર્નિંગની મદદથી સિસ્ટમને બેટરી વધુ ચાલે એવી રીતે ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે.

 

એટલે કે જો આપણે રોજ સવારમાં સૌથી પહેલાં કેલેન્ડર કે કોઈ ટુ-ડુ એપ ઓપન કરતા હોઇએ તો એ સમય દરમિયાન સિસ્ટમ એ એપને એક્ટિવ રાખે છે અને બાકીની એપ્સની બેગ્રાઉન્ડ એક્સેસ લિમિટેડ કરી નાખે છે. જેથી બેટરી બચી શકે.

એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં આ બધા ડેટાનો ઉપયોગ કરીને બેટરી હવે કેટલો સમય ચાલે તેટલી બચી છે એ ક્વિક સેટિંગ્સમાં જ બતાવવામાં આવશે.

તેની સાથોસાથ મશીન લર્નિંગની મદદથી એન્ડ્રોઇડ સિસ્ટમને એ પણ ખબર હોય છે કે સામાન્ય રીતે તમે દિવસના ક્યા સમયે ફોન ચાર્જ કરો છો. આથી કોઈ તબક્કે એ સમય પહેલાં બેટરી પૂરી થઈ જવાની શક્યતા હોય તો સિસ્ટમ આપોઆપ બેટરી સેવર મોડ ઓન કરી દેશે![/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”મ્યુઝિક કંટ્રોલ વધુ ‘ટચવગા’ બનશે” tab_id=”1559276302723-fe02d47e-3f92″][vc_column_text]આપણામાંના મોટા ભાગના લોકોને ફોન પર કોઈ મજાનું મ્યુઝિક ચાલુ કરીને પોતાનું બીજું કામ કરતા રહેવાની ટેવ હોય છે. આમ કરતી વખતે ક્યારેક એવું બને કે આપણે બીજું કામ પડતું મૂકીને મ્યુઝિકનો કોઈ ભાગ (કે કોઈ પ્રવચનનો ખાસ હિસ્સો) ધ્યાનથી સાંભળવો હોય. આવી સ્થિતિમાં સાઉન્ડ ફાઇલનો એ હિસ્સો આવે ત્યારે આપણે ફોનને અનલોક કરી, મ્યુઝિક એપ ઓપન કરીને તેમાં પ્લે થતીફાઇલના પ્રોગ્રેસ બારને એડજસ્ટ કરીને ગમતા ભાગ સુધી રિવાઇન્ડ કરવું પડે.

એન્ડ્રોઇડના નવા વર્ઝનમાં આવો પ્રોગ્રેસ બાર નોટિફિકેશનનો જ હિસ્સો બનાવી દેવામાં આવશે. આ નોટિફિકેશન આપણે લોકસ્ક્રીન પર પણ ઇનેબલ રાખ્યું હોય તો એક-બે ટેપ કરીને આપણે પ્રોગ્રેસ બાર સુધી પહોંચી શકીશું.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”નોટિફિકેશન પર એક્શન સરળ બનશે” tab_id=”1559276348056-fe6806df-bb2d”][vc_column_text]જો તમારી પાસે એન્ડ્રોઇડ-૮ ઓરિયો વર્ઝનવાળો સ્માર્ટફોન હશે તો તમે કદાચ જાણતા હશો કે તેમાં આપણે નોટિફિકેશન શટરમાં આવતા મેસેજિસ પર બે રીતે એકશન લઈ શકીએ છીએ.

મેસેજને ડાબે કે જમણે ફૂલ સ્વાઇપ કરીને તેને નોટિફિકેશનમાંથી દૂર કરી શકાય પણ ફક્ત અડધે સુધી સ્વાઇપ કરતાં તેને સ્નૂઝ કરવાના કે એ એપમાંથી નોટિફિકેશન બંધ કરવાનું સબ મેનૂ ખૂલે છે. આ રીત બહુ સારી નથી કેમ કે આપણે સબ મેનૂ ખોલવું હોય પણ સ્વાઇપ કરવામાં જરા ઉતાવળ થાય તો મેસેજ જ ગાયબ થઈ જાય!

આથી નવી સિસ્ટમમાં ડાબી તરફ સ્વાઇપ કરવાથી સબ મેનૂ ખૂલશે, જ્યારે જમણી તરફ સ્વાઇપ કરવાથી નોટિફિકેશન દૂર થશે. તમે ઇચ્છો તો ડાબી જમણી બાજુના એકશનને અદલબદલ પણ કરી શકશો.

નોટિફિકેશનના સબ મેનૂમાં પણ ફેરફાર થશે. હવે નોટિફિકેશનને ફક્ત સ્નૂઝ કરવાને બદલે ‘જેન્ટલ’ કે ‘ઇન્ટરપ્ટિવ’ એવા બે વિકલ્પ મળશે. ‘જેન્ટલ’ પસંદ કરતાં એ એપના નોટિફિકેશન, નોટિફિકેશન શટરમાં આવશે પરંતુ કોઈ સાઉન્ડથી આપણું ધ્યાન ખેંચશે નહીં.

જ્યારે ઇન્ટરપ્ટિવ વિકલ્પ પસંદ કરતાં એ એપનું નોટિફિકેશન સાઉન્ડથી આપણું ધ્યાન દોરશે, એક બેનર પણ બતાવશે, તેમજ સ્ટેટસ બાર, લોકસ્ક્રીન અને નોટિફિકેશન શટર એમ બધી જ જગ્યાએ જોવા મળશે. આમ આપણે નક્કી કરી શકીશું કે કઈ એપના નોટિફિકેશન આપણે માટે વધુ અગત્યના છે.[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title=”મેસેજના બબલ્સની સુવિધા મળશે” tab_id=”1559275892292-d16d9788-a88b”][vc_column_text]તમે સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપનો ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે કોઈના તરફથી નવો મેસેજ આવે ત્યારે તેનો એક બબલ સ્ક્રીન પર ઉમેરાય છે. તેને ક્લિક કરતાં આપણે મેસેન્જર એપમાં એ મેસેજ સુધી પહોંચી શકીએ અથવા બબલને ડ્રેગ કરીને નીચેની તરફ લાવતાં એક ચોકડીની નિશાની જોવા મળે તેના પર બબલને ડ્રોપ કરતાં એ બબલ દૂર થાય.

નવા વર્ઝનમાં વધુ સર્વિસીઝ માટે આવા બબલ્સની સુવિધા મળશે. જો તમે એન્ડ્રોઇડ મેસેજિસનો ઉપયોગ કરતા હો તો નવો મેસેજ આવતાં તેનો સ્ક્રીન પર બબલ ઓપન થશે અને તેને ક્લિક કરતાં મેસેજિસ એપનું મિની વર્ઝન ઓપન થશે. આમ જુઓ તો આ નોટિફિકેશન બાર જેવી જ સુવિધા છે પણ જરા વધુ સરળ અને ઝડપી છે.

મતલબ કે એન્ડ્રોઇડની ખૂબીઓ ઓછી હોય તેમ, નવા વર્ઝનમાં અનેક વાતમાં કાળજીપૂર્વક મજાના ઉમેરા થઈ રહ્યા છે![/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][vc_column width=”1/3″][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!