ચીનની અને હવે તો ભારતની પણ ટોચની ત્રણ ફોન મેન્યુફેકચરિંગ કંપની ઓપો, વિવો અને ઝાયોમી એક મેકના ફોનમાં યૂઝર્સ સહેલાઈથી ફાઇલ ટ્રાન્સફર કરી શકે તેવી સુવિધા વિકસાવી રહ્યા છે.
સાદા શબ્દોમાં આ ત્રણ કંપનીમાંથી કોઈનો પણ ફોન ધરાવતી વ્યક્તિ આ જ કંપનીના અન્ય ફોનમાં કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન વિના તેજ ગતિએ ફાઇલની આપ-લે કરી શકશે. આ સુવિધા બ્લૂટૂથ પર ચાલશે અને ૨૦ એમબીપીએસની ઝડપે ફાઇલ ટ્રાન્સફરની સુવિધા આપશે.
અલબત્ત આ સુવિધા ક્યારથી શરૂ થશે તે વિશે અને કંપનીના ફોન્સમાં કેવી રીતે ઉમેરાશે તે વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી.
આ ત્રણ કંપની ઉપરાંત અન્ય કંપનીઝને પણ આ પહેલમાં જોડવાની પ્રયાસો ચાલી રહ્યા છે.
એપલ ડિવાઇસીસમાં એર ડ્રોપ નામની સુવિધાથી સહેલાઇથી ફાઇલ ટ્રાન્સફર કરી શકાય છે. ગૂગલની ‘ફાઇલ્સ’ એપમાં અને ગૂગલ પેમાં આ પ્રકારે નેટ વિના પેમેન્ટની સુવિધા છે.
