(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હું ‘સાયબરસફર’ મેગેઝિનનો લાંબા સમયથી વાચક છું. ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર મેગેઝિનના દરેક અંક વાંચ્યા છે. અંક હાથમાં આવતાં જ વાંચી જવાની તાલાવેલી જાગે છે અને અેક જ દિવસમાં મેગેઝિન વાંચી જાઉં છું. ખરેખર ખૂબ જ શીખવા મળ્યું છે. મારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આનો લાભ લે છે.

– અર્પણ મહેતા, વડોદરા

છેક જાન્યુઆરી ૨૦૦૮થી, ‘સાયબરસફર’ ખૂબ રસપ્રદ!

– વિપુલ પટેલ, સુરત

‘સાઇબરસફર’ એક સરસ મેગેઝિન છે. વેબસાઇટનો લેઆઉટ હજી થોડો  સુધારો તો સોનામાં સુગંધ ભળે. દર વખતે નવો લેખ વાંચવા પાછળના પેજ પર જવું પડે છે. એવું ના થઈ શકે કે સાઈડબારમાં બધા લેખોની અનુક્રમણિકા આવી જાય, જ્યાંથી ક્લિક કરીને જે તે લેખ પર જવાય? બીજું આ વખતે નીચે તમારી એડ ઘણી પરેશાન અને ઇરિટેટ કરે છે! પ્લીઝ તેનો કઈ બીજો રસ્તો કરો. ઘણો આભાર!

– અકિલ ભાભરાવાલા, દુબઈ

(સૂચનો બદલ બદલ આભાર! પીસી અને મોબાઇલ એપમાં દરેક લેખના પેજમાં મથાળે અને સાઇડ બારમાં ગ્રીન ટેબને ક્લિક કરતાં, જે તે અંકની આખી અનુક્રમણિકા ખુલે છે, જેથી તેને માટે બીજા પેજ પર જવું પડશે નહીં. એડનો ચોક્કસ કોઈ ઉપાય કરીશું! – હિમાંશુ)

આપનું સામયિક છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત વાંચું છું અને આપ દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકો પણ અમારી શાળામાં બાળકોને ઇનામ રૂપે અમે નિયમિત આપીએ છીએ. ઓગસ્ટ માસના અંકમાં વિવિધ લેખો જેવા કે ફેસએપનો વાયરલ વિવાદ, ઇન્ટરનેટ પર સેફ્ટી, ફોટો એક્સપ્રેસ બેકઅપ અને અન-સેવ્ડ ફાઇલ પરત કઈ રીતે મેળવવી, કર્સરનું સ્થાન યાદ રાખવું… વગેરે ખૂબ ગમ્યા. ધોરણ ૯થી ૧૨નાં બાળકો લેબમાં ‘સાયબરસફર’ ના આધારે જ વિશેષ પ્રેક્ટિસ અને પ્રયોગો કરે છે. મેગેઝિનના એકાદ બે લેખોની ઝેરોક્સ કરીને શાળાના નોટિસ બોર્ડમાં નિયમિત લગાવવાનું વિચારીએ છીએ, જેથી બાળકોને વધુ માહિતી મળે તો આ બાબતે પરવાનગી આપવા વિનંતી.

– નરેન્દ્ર દેસાઈ, સાધના વિદ્યાલય, લક્ષ્મીનગર, મોરબી

(આપ ‘સાયબરસફર’ના લેખો જરૂર  નોટિસબોર્ડ પર મૂકી શકો છો, આભાર! – હિમાંશુ)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!