ડિજિટલ વીમા વિશેનો લેખ ખૂબ સરસ અને જરૂરી જ્ઞાન આપતો લેખ છે. સાંપ્રત અને ભાવિ જીવનશૈલીને ધ્યાનમાં લેતાં આ ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનો લેખ છે. ખૂબ અભિનંદન.
– વિજય ત્રિવેદી, અમરેલી
ખૂબ ધન્યવાદ, મગજમાં ચાલતા મુદ્દા પર ‘સાયબરસફરે’ ખૂબ જ સરસ વિચાર રજૂ કર્યો.
-રૂચી ચૌહાણ, જૂનાગઢ
(ડિજિટલ વીમા વિશેના લેખના સંદર્ભમાં)
‘સાયબરસફર’ના દરેક લેખ ખૂબ માહિતીપ્રદ હોય છે. ટેકનિકલ બાબતો પણ એટલી સરળ ભાષામાં સમજાવવામાં આવે છે કે મારા જેવી કામ પૂરતું જ જાણતી વ્યક્તિને વધુ જાણવા મજબૂર કરે. તમારી દરેક માહિતી ખૂબ ઉપયોગી હોય છે.
– ઉત્કંઠા ધોળકિયા, ભુજ
ફેબ્રુઆરીનો અંક ખૂબ જ માહિતીપ્રદ છે. ટીવી ચેનલ્સનો પ્રોબ્લેમ તેના વિશેનો લેખ વાંચીને સોલ્વ થઇ ગયો. સીમકાર્ડનો લેખ પણ ખૂબ સરસ. ફિઝિક્સ વિશેનો લેખ વિદ્યાર્થીઓને પણ બતાવ્યો. કેબલ્સમાં તો ઘણી ગૂંચવણ હતી એ એકદમ ક્લિયર થઈ ગઈ. ગૂગલ ફોટોઝમાં મૂવી બનાવવાનું ચાલુ કર્યું.
‘સાયબરસફર’માં ખરેખર મજા આવે છે!
-રાજેન્દ્ર ચૌહાણ, સિક્કા
હું ‘સાયબરસફર’નું નિયમિત વાંચન કરું છું અને મારા કુટુંબીજનો અને મિત્રોને પણ સૂચન કરું છું. સામાન્ય રીતે આપના બધા લેખ ખૂબ જ સરળ ભાષામાં હોય છે અને ના સમજાય એવું કશું હોતું નથી. પણ જ્યારે તમે કોઈ કીવર્ડ વિશે જણાવવા માગતા હો ત્યારે સાથે ઇંગ્લિશ વર્ડ પણ લખતા જશો તો તેનાથી કોઈ પણ વાચકને કમ્પ્યુટર કે મોબાઈલ પર તેના વિશે સર્ચ કરવામાં ખૂબ સરળતા રહેશે. મારી માફક બીજા વાચકોને પણ કદાચ આ મુશ્કેલી હોઈ શકે એટલે આ સૂચન કરું છું.
જ્ઞાનની સફર ‘સાયબરસફર’ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા.
– આરીફ મદાર
‘સાયબરસફર’ હું નિયમિત વાંચું છું કારણ કે મને ટેકનોલોજી વિશે જાણકારી મેળવવામાં ખૂબ જ રસ છે. સામાયિકના બધા લેખો સરસ હોય છે. ખાસ કરીને સ્માર્ટવર્કિંગ કોલમ મને વધુ રસપ્રદ લાગે છે જેમાંથી એક્સેલ વિશે ઘણું શીખવા મળે છે, જે હું મારા વિદ્યાર્થીઓને પણ શીખવું છું.
– મહેન્દ્રકુમાર ચૌધરી


