(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઉજાસભર્યા નવા વર્ષની આશા

પરીક્ષાની મોસમ નજીક આવતાં જ સ્વાભાવિક રીતે, વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં કારકિર્દી વિશેનો ઉચાટ વધે છે.

અત્યારે જે રીતે ચોતરફ આઇટીની બોલબાલા ચાલી રહી છે એ જોતાં આઇટીમાં કરિયરનાં સ્વપ્નો ઘણી આંખોમાં અંજાયેલાં હોય છે, પણ આ ક્ષેત્રમાં ખરેખર કેવી તકો છે, કેવી તૈયારીઓ કરવી જોઈએ, શું કરવાથી આગળ વધવાની શક્યતાઓ વધે વગેરે વિશે સ્પષ્ટ સમજણ હોતી નથી.

એ ધ્યાનમાં રાખીને આ અંકમાં, ડેવલપર બનવા વિશેની માહિતીનું સંકલન કર્યું છે.

કંઇક એ જ રીતે, વોટ્સએપ અને ફેસબુક જેવી સર્વિસનો આપણે રાતદિવસ ઉપયોગ કરતા હોવા છતાં, તેની નાની નાની બાબતો તરફ આપણું પૂરતું ધ્યાન ન જતું હોય એવું બની શકે છે.

વોટ્સએપનાં નવાં ફીચર્સની મજા લઈએ તેની સાથોસાથ તેમાં પ્રાઇવસી સંબંધિત પાયાનાં ફીચર્સ પણ ભૂલવા જેવા નથી. તેમ, ફેસબુકના સતત વધતા વિવાદો વચ્ચે ફેસબુક આપણા વિશે કેટલું જાણે છે અને આપણી કેટલી માહિતી ફેસબુકમાં ખડકાયેલી છે તે જાણવા માટે ફેસબુકમાંનો આપણો ડેટા ડાઉનલોડ કરવાનું પહેલું પગલું આ અંકમાં સમજાવ્યું છે.

જે લોકોને પોતાના કામકાજમાં ગુજરાતી ફોન્ટ સાથે પનારો પાડવાનો હોય છે તેમને ફોન્ટ અને સોફ્ટવેરની વિવિધતા ગૂંચવે પણ છે અને નડે પણ છે. આ અંકમાં આ ગૂંચવણો ઉકેલવાનો પણ પ્રયાસ કર્યો છે.

નવું વર્ષ આપણને સૌને કોરી માહિતીથી આગળ વધીને જ્ઞાન અને સમજણના ઉજાસ તરફ લઈ જાય એવી પ્રાર્થના!!

-હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!