(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે જીમેઇલની બહાર ગયા વિના, મેઇલમાંથી જ એક્શન!

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સામેની હરીફાઇમાં ટકી રહેવા જીમેઇલમાં એક પછી એક નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે, આ લેટેસ્ટ ફીચર ઇ-માર્કેટિંગ કરતી કંપનીઝને વધુ કામ લાગે તેમ છે.


પાંચ-દસ વર્ષ પહેલાં આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા અને આજે જે રીતે કરીએ છીએ એ બંનેમાં બહુ મોટાં પરિવર્તનો આવી ગયાં છે.

ઇન્ટરનેટ પર આપણે જુદી જુદી સાઇટ સર્ફ કરીએ, વીડિયો જોઈએ, શોપિંગ કરીએ, સોશિયલ મીડિયા પરનું કન્ટેન્ટ શેર કે સેવ કરીએ, ક્લાઉડ સ્ટોરેજમાંની ફાઇલ્સમાં કોઈ ફાઇલ પર કામ કરતી વખતે તેમાં કમેન્ટ કરીએ… આ બધામાં છેલ્લાં થોડાં વર્ષોમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં છે.

પરંતુ તેની સામે મેઇલ સર્વિસિઝમાં લગભગ કોઈ પરિવર્તન થયું નથી. વર્ષો પહેલાં પણ આપણને કોઈ ઈ-મેઇલ આવે તો આપણે તેને ઓપન કરીએ તેમાંની વિગત વાંચીએ, જરૂર પડે તો તેમાંની લિન્ક પર ક્લિક કરીએ તો એ લિન્ક નવા ટેબમાં ખૂલે અને આપણે એ કામ તરફ આગળ વધી જઈએ. સમય વીતતાં પેલો મેઇલ જૂનો બની જાય ને મેઇલ્સ ક્યાંક દટાયેલો રહી જાય.

હવે સ્થિતિ બદલાઈ રહી છે. હવે મેઇલ્સ પણ ડાયનેમિક બની રહ્યા છે એટલે કે અમુક ચોક્કસ પ્રકારના મેઇલ્સ સમય વીતતાં વાસી બનશે નહીં પરંતુ સમય અને સંજોગ અનુસાર તેમાં પણ ફેરફાર થતા રહેશે અને આપણે જે તે ઈ-મેઇલ્સ સંબંધિત તાજી માહિતી એ ઈ-મેઇલમાં જ મેળવી શકીશું. એટલું જ નહીં, તેમાં ને તેમાં તેના વિશે જરૂરી એકશન લઈ શકીશું!

આવો જાણી, કઈ રીતે!

ઓક્ટોબર ૨૦૧૫માં ગૂગલે એક્સલરેટ મોબાઇલ પેજીસ (એએમપી) નામે એક ટેક્નોલોજી રજૂ કરી હતી, જેને કારણે મોબાઇલમાં પેજ ૮૫ ટકા જેટલી વધુ ઝડપથી લોડ થઈ શકે છે. એ જ ટેક્નોલોજી હવે જીમેઇલમાં ઉમેરવામાં આવી છે, પરંતુ ઝડપ કરતાંય, હવે ફોકસ મેઇલને ઇન્ટરએક્ટિવ બનાવવા પર છે.

www.blog.google

જીમેઇલમાં આ મહિનાથી આવી સુવિધા ઉમેરાવાની શરૂઆત થઈ ગઈ છે. વાત બિલકુલ નવી છે, એટલે થોડાં ઉદાહરણ સાથે આ ડાયનેમિક ઇમેઇલ શું છે એ આપણે સમજીએ.

ગૂગલ ડ્રાઇવનાં નોટિફિકેશન્સ


  • ધારો કે તમે ગૂગલ ડોક્સમાં કોઈ ફાઇલ બનાવી છે અને તેને બેચાર મિત્રો સાથે શેર કરી છે.
  • કોઈ મિત્ર એ ડોક્યુમેન્ટમાં કોઈ મુદ્દા પર પોતાની કમેન્ટ લખે તો ગૂગલ ડોકમાં એ ફાઇલની જમણી તરફ એક પેનલમાં આપણે એ કમેન્ટ જોઈ શકીએ છીએ અને તેના વિશે આપણો જવાબ આપણી કમેન્ટ સ્વરૂપે લખી શકીએ છીએ.
  • આવી રીતે ગૂગલ ડોક્સમાં કોઈ ફાઇલમાં કમેન્ટસની આપ-લે થાય તો એ ડોક્યુમેન્ટ જેટલા લોકો સાથે શેર્ડ હોય તેમને તેના નોટિફિકેશન્સ ઈ-મેઇલ દ્વારા મળે છે.
  • ડાયનેમિક ઈ-મેઇલને કારણે આપણને જીમેઇલમાં આવી કોઈ કમેન્ટનું નોટિફિકેશન મળશે તો એ મેઇલમાં જ, ગૂગલ ડોક્સમાંની પેલી ફાઇલ પર ગયા વિના, આપણે જવાબ લખી શકીશું. એટલે કે ડોકની કમેન્ટ સિસ્ટમ આપણા જીમેઇલમાં જ સચવાયેલી રહેશે અને જરૂરિયાત મુજબ અપડેટ થતી રહેશે!

 

સરળ હોટેલ બુકિંગ

  • આ ડાયનેમિક ઈ-મેઇલ્સની સુવિધા વિવિધ કંપનીને પણ ઉપયોગી થશે. હોટેલ બુકિંગની સુવિધા આપતી ઓયોમ્સ કંપનીએ તેનો લાભ લેવાનું શરૂ કર્યું છે.
  • ધારો કે આપણે અગાઉ ક્યારેક ઓયોમ્સની મદદથી હોટેલ બુકિંગ કરાવ્યું છે તો એ સર્વિસ પાસે આપણું ઇમેઇલ એડ્રેસ હશે. આથી ફરી કોઈ વાર આપણે ઓયોમ્સ પર હોટેલ બુકિંગની તપાસ કરીશું, પણ બુકિંગ કરાવીશું નહીં તો એ કંપની આપણને એક ફોલો-અપ મેઇલ મોકલશે. એ મેઇલ ઓપન કરતાં આપણે જે હોટેલ્સ તપાસી હશે તેની વિગતો આપણને ફરી એક વાર બતાવવામાં આવશે.

  • અત્યાર સુધી આવા મેઇલમાંની લિન્ક પર ક્લિક કરતાં આપણે ઓયોની વેબસાઇટ પર જવું પડતું હતું. હવે એ વિગતો મેઇલ્સની અંદર જ ઓપન થશે અને ત્યાંથી જ આપણે વિવિધ પ્રકારના એકશન લઈ શકીશું.

પિન્ટરેસ્ટ જેવી સર્વિસ માટે

  • જો તમે પિન્ટરેસ્ટનો ઉપયોગ કરતા હો તો તમને ખ્યાલ હશે કે પિન્ટરેસ્ટ તરફથી તમને અવારનવાર પિન્ટરેસ્ટ પર મુકાયેલી નવી નવી પિન વિશે ઇમેઇલ મોકલવામાં આવે છે.
  • ઇમેઇલમાં એ પિન્સ જોઇને તેના પર વધુ એકશન માટે આપણે પિન્ટરેસ્ટમાં જવું પડે.

  • પરંતુ ડાયનેમિક ઇમેઇલ્સને કારણે આપણને ગમતીં પિન આપણા અલગ અલગ બોર્ડમાં સેવ કરવા માટે પિન્ટરેસ્ટ પર જવું નહીં પડે, એ એકશન પણ જીમેઇલની અંદર જ લઈ શકાશે.

જુદી જુદી કંપનીએ જીમેઇલની આ નવી સુવિધાનો લાભ લઇને એ મુજબના ડાયનેમિક ઈ-મેઇલ્સ બનાવવાની શરૂઆત કરી દીધી છે. યૂઝર તરીકે આપણા લાભની વાત એ છે કે આપણે મેઇલમાંની કોઈ બાબત પર એકશન લેવા માટે અલગ અલગ ઠેકાણે જવું નહીં પડે. ઘણું બધું હવે જીમેઇલની અંદર જ કરી શકાશે.

નવા પ્રકારના મેઇલમાં, આપણે મેઇલ ઓપન કરીએ પછી કોઈ લિન્ક પર ક્લિક કરીને નવી સાઇટ પર જવાને બદલે, આગળનાં પગલાં મેઇલમાં જ લઈ શકીશું – અલબત્ત, અમુક ખાસ પ્રકારે તૈયાર થયેલા મેઇલ્સમાં જ આ સગવડ મળશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!