(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લાખો ફોટોઝનું ડિજિટાઇઝેશન

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારે તેના ૫૦-૭૦ લાખ ફોટોને ડિજિટલ બનાવવાનું શરૂ કર્યું છે

બે ઘડી મન શાંત કરીને આ સવાલનો જવાબ આપો – તમારી પાસે તમારા પરિવારના કેટલાક ફોટોગ્રાફ્સ હશે? સાવ કાચો અંદાજ માંડો તો પણ આંકડો હજારમાં તો હશે જ. એમાંના ઘણા હાર્ડ કોપી સ્વરૂપે હશે અને જે ડિજિટલ સ્વરૂપે હશે તે પણ સ્માર્ટફોન, પીસી અને ક્લાઉડમાં વિખરાયેલા પડ્યા હશે.

હવે વિચાર કરો કે જેની પાસે લાખો ફોટોગ્રાફ્સ હોય, એ એને કેવી રીતે સાચવે?

૧૬૭ વર્ષ વહેલાં સ્થપાયેલા અમેરિકાના ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારની ઓફિસમાં, જમીનથી ત્રણ મજલા નીચેનું ભોંયરું ‘મોર્ગ’ એટલે કે મડદાંઘર તરીકે ઓળખાય છે! અહીં છેલ્લી એકાદ સદીના ૫૦-૭૦ લાખ ફોટોગ્રાફ્સ, હજારો ફાઇલ કેબિનેટ્સનાં ફોલ્ડર્સમાં સચવાયેલા પડ્યા છે, જેમાંના કેટલાક તો વર્ષોથી ફોલ્ડરની બહાર પણ નીકળ્યા નથી.

દરેક ફોટોગ્રાફની પાછળ તેને સંબંધિત વિગતો છે, જેમાંની કેટલીક ટાઇપ્ડ તો કેટલીક હેન્ડરીટન છે. જે ફોટોનો અખબારમાં ઉપયોગ થયો હોય તેની ફોટોકેપ્શન પણ એ ફોટોની હાર્ડ કોપી પાછળ ચોંટાડેલી છે.

આ ફોટોગ્રાફ એક અખબારના હોવાથી, આમ જુઓ તો એ દુનિયાના એક-દોઢ સદીના ઇતિહાસના સાક્ષી છે. જેટલા ફોટોઝ અગત્યના છે, એટલો જ અગત્યનો તેની પાછળનો ડેટા છે.

બન્યું એવું કે ત્રણેક વર્ષ પહેલાં, ભોંયરાના આ મડદાંઘરમાં પાણીની એક પાઇપલાઇન તૂટી. સદનસીબે ફોટોઝને ઝાઝું નુક્સાન ન થયું, પણ મેનેજમેન્ટ સચેત થઈ ગયું કે હાર્ડ કોપીઝના આ મહાભંડારને હવે ડિજિટાઇઝ કરવો પડશે.

છેવટે આ કામ માટે ગૂગલની મદદ લેવામાં આવી. હવેની વાત બરાબર જાણજો, કેમ કે આપણા પોતાના ફોટોગ્રાફ્સ સાચવવા છેવટે તો આપણને જ પણ આ જ ટેક્નોલોજી કામે લાગે છે.

હવે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના આખા ખજાનાને પહેલાં સ્કેન કરવામાં આવી રહ્યો છે અને દરેક હાર્ડ કોપીને એક પછી એક હાઇ-રેઝોલ્યુશન ડિજિટલ કોપીમાં ફેરવવામાં આવી રહી છે. એની સાથોસાથ ફોટોગ્રાફની પાછળની બાજુને પણ સ્કેન કરવામાં આવી રહી છે.

ફોટોઝને ડિજિટાઇઝ કરવા એ માત્ર અડધું કામ છે. વાત અખબારની અને ઇતિહાસની હોય ત્યારે ફોટોગ્રાફ સંબંધિત વધુમાં વધુ માહિતી મળવી જોઈએ અને જોઈતો ફોટોગ્રાફ શક્ય એટલી ઝડપે મળવો પણ જોઈએ.


એ માટે તમામ ફોટોઝના ખજાનાને ક્લાઉડ એસક્યુએલ ડેટાબેઝમાં ફેરવવામાં આવી રહ્યો છે. તેની સાથે ગૂગલની ક્લાઉડ વિઝન એપીઆઇ (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) કામે લગાડવામાં આવે છે.

આ ટેક્નોલોજી બે રીતે ઉપયોગી થાય છે. એક, દરેક ફોટો પાછળનો વિવિધ પ્રકારે લખાયેલો ડેટા મશીન વાંચે છે અને તેને એડિટેબલ પ્લેઇન ટેક્સ્ટ સ્વરૂપમાં ફેરવી નાખે છે. એ પરફેક્ટ નથી, પણ લાખો ફોટોગ્રાફ્સ માટે એ સૌથી વધુ ઝડપી અને કદાચ સૌથી ઔછી ખર્ચાળ પ્રક્રિયા છે.

બીજી બાજુ, ફોટોગ્રાફમાંની વિગતોને આધારે, તેની પાછળના ડેટામાં ન હોય એવી વિગતો પણ સિસ્ટમ પારખીને, જે તે ફોટોગ્રાફના ડેટાબેઝમાં ઉમેરી શકે છે. તેને આધારે, અખબારના તંત્રીઓ, તારીખ-સમય, વ્યક્તિ, સ્થળ વગેરે જણાવીને આંખના પલકારામાં જોઇતો ફોટો શોધી શકશે!

આ આખી વાતની જરા વધુ ટેકનિકલ વિગતો દેખીતી રીતે રસપ્રદ છે (એ માટે google cloud new your times સર્ચ કરી જુઓ), પણ આપણે કામનો એંગલ એ છે કે જો તમે પીસી કે સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝ એપનો ઉપયોગ કરતા હો તો ઉપર લખ્યું એ, લગભગ બધું જ એમાં પણ શક્ય છે, આપણા પોતાના ફોટોગ્રાફ સાથે. આ એપ આપણા ડિજિટલ ફોટોઝમાં જુદી જુદી વ્યક્તિના ચહેરા, સ્થળ, ચીજવસ્તુ, કુદરતી સ્થિતિ (જેમ કે સૂર્યોદય કે સૂર્યાસ્ત) વગેરે આપમેળે પારખી શકે છે. એપમાં જરા ઊંડા ઊતરી જુઓ, મજા પડશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!