(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડેટાનું પ્રોસેસિંગ – આપણી અને વૈશ્વિક રીતે

આશાભર્યા નૂતન વર્ષમાં આપણે ઉમંગભેર પ્રવેશ કર્યો છે ત્યારે ફરી એક વાર,  બિલકુલ બે અલગ અલગ છેડાના લેખો સાથેનો આ નવો અંક આપના હાથમાં મૂકતાં આનંદ થાય છે! 

એક તરફ, એક્સેલમાં ટેબલના બહેતર ઉપયોગની વાત છે – આપણા સ્તરે આપણે જે કંઈ ડેટા રોજબરોજ એકઠો કરીને એક્સેલમાં ઠાલવતા હોઈએ છીએ, એ કસરત આખરે તો એમાંથી કંઈક અર્થ તારવવા માટે આપણે કરતા હોઈએ છીએ. એક્સેલમાં સાદી રેન્જ સ્વરૂપે રો અને કોલમમાં ડેટા એન્ટર કરીને તમે સંતોષ માનતા હો કે પછી, તેને ટેબલમાં ફેરવવાનું તમે જાણતા હો – એક્સેલમાં ટેબલની નવી ખૂબીઓ તમને આ લેખમાં જરૂર જાણવા મળશે.

આ તો માત્ર આપણા સ્તરે ડેટામાંથી અર્થ તારવવાની વાત થઈ, આખી દુનિયા માટે પણ ડેટાની ભરમાર અને તેના પ્રોસેસિંગની અપૂરતી ક્ષમતા એક મોટો પ્રાણપ્રશ્ર્ન છે. સાદાં કમ્પ્યુટર તો ઠીક, સુપરકમ્પ્યુટર્સ પણ હવે હાંફવા લાગ્યાં છે ત્યારે નિષ્ણાતોને લાગે છે કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આપણી અનેક સમસ્યાઓ ઉકેલી શકશે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ શબ્દ ઘણા વખતથી ગાજતો હોવા છતાં, એક્ઝેક્ટલી એ શું છે એ વિશે આપણને પૂરતી સ્પષ્ટતા નથી. આ લેખ એ ઉણપ પૂરી કરશે એવી આશા છે.

આપના તરફથી સૂચનો અને અવનવા પ્રશ્ર્નો મળતા રહેશો તો આપણી સહિયારી સફર વધુ સાર્થક બનશે!

આપને અને આપના પરિવારને નિતનવો આનંદ અને સંતોષ આપે તેવા નૂતન વર્ષની શુભેચ્છાઓ.

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!