(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ

[vc_row][vc_column width=”2/3″][vc_column_text]જેના હાથમાં સ્માર્ટફોન હોય અને છતાં વોટ્સએપનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ હવે શોધવી મુશ્કેલ છે! દાદા-દાદી અને નાના-નાની સુદ્ધાં હવે વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે. આ એપનો દિવસ-રાત ઉપયોગ થતો હોવા છતાં, તેનાં કેટલાંક મહત્ત્વનાં સેટિંગ્સ  તરફ તમારી નજર ન ગઈ હોય અથવા કોઈએ ધ્યાન દોર્યું હોય છતાં તમે ભૂલી ગયા હો એવું બની શકે.

ફેસબુક કંપનીએ વોટ્સએપ ખરીદ્યા પછી તેના ઉપયોગની શરતોમાં અવારનવાર ફેરફાર કર્યા છે, જેના પર આપણો અંકુશ નથી, પણ વોટ્સએપનાં કેટલાંક સેટિંગ્સ બરાબર સમજી લઈએ તો આપણી પ્રાઇવસી યોગ્ય રીતે જાળવી શકીએ છીએ.

આ લેખમાં એવાં કેટલાંક સેટિંગ્સની વાત કરી છે, જેના વિશે વિચાર કરવો અને યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.

આ લેખમાં આગળ શું વાંચશો?

  • વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ

  • ઓનલાઇન અને લાસ્ટ સીન શું છે?

  • પ્રોફાઇલ ફોટો વિશે આટલું જાણો

  • વોટ્સએપ સ્ટેટસનાં સેટિંગ્સ

  • એબાઉટઃ તમારા વિશેની માહિતી

  • મેસેજના પ્રીવ્યૂ બધા જોઈ શકે છે?

[/vc_column_text][vc_toggle title=”ઓનલાઇન અને લાસ્ટ સીન શું છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]

ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે કે નહીં અને તમે ફોનમાં વોટ્સએપ ઓપન કરેલી છે કે નહીં.

વોટ્સએપમાં આપણું આ ઓનલાઇન સ્ટેટસ આપણે છૂપાવી શકતા નથી.

જ્યારે ‘લાસ્ટ સીન’ એવી સુવિધા છે, જેને કારણે અન્ય વ્યક્તિ જોઈ શકે છે કે છેલ્લે તમે ક્યારે વોટ્સએપ પર એક્ટિવ હતા. તમે ઇચ્છો તો અન્ય લોકો તમારું આવું લાસ્ટ સીન સ્ટેટસ જોઈ ન શકે એવું સેટિંગ કરી શકો છો.

આ સેટિંગ તપાસવા માટે :

  1. વોટ્સએપમાં સેટિંગ્સમાં, એકાઉન્ટ અને તેમાં પ્રાઇવસીમાં જાઓ.
  2. અહીં લાસ્ટ સીનમાં શું લખ્યું છે તે જુઓ. જો ‘એવરીવન’ લખ્યું હોય તો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે કે તમે છેલ્લે વોટ્સએપ પર ક્યારે એક્ટિવ હતા.
  3. કોઈ વ્યક્તિ આવું જોઈ ન શકે એવું ઇચ્છતા હો તો લાસ્ટ સીન પર ક્લિક કરો અને તેમાં ‘નોબડી’ વિકલ્પ પસંદ કરી લો.

અલબત્ત, વોટ્સએપ કહે છે કે જો તમે તમારું લાસ્ટ સીન કોઈ ન જુએ એવું સેટિંગ કરશો, તો તમે અન્ય કોઈ વ્યક્તિનું આવું સેટિંગ જોઈ શકશો નહીં.[/vc_toggle][vc_toggle title=”પ્રોફાઇલ ફોટો વિશે આટલું જાણો” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]વોટ્સએપમાં તમે જે પ્રોફાઇલ ફોટો સેટ કર્યો હોય, એ કોઈ પણ જુએ એવું તમે ઇચ્છો છો કે પછી માત્ર પસંદગીના કોન્ટેક્ટ્સ, નિકટના સ્વજન જ જોઈ શકે છે એવું તમે ઇચ્છો છો?

સામાન્ય રીતે, વોટ્સએપમાં એવું સેટિંગ હોય છે કે તમારો પ્રોફાઇલ ફોટો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે અને તેને ડાઉનલોડ કરી શકે, તેને બદલવા :


  1. વોટ્સએપમાં સેટિંગ્સમાં, એકાઉન્ટ અને તેમાં પ્રાઇવસીમાં જાઓ.
  2. અહીં પ્રોફાઇલ ફોટોમાં શું લખ્યું છે તે જુઓ. જો ‘એવરીવન’ લખ્યું હોય તો કોઈ પણ વ્યક્તિ તમારો પ્રોફાઇલ ફોટો જોઈ શકે છે અને ડાઉનલોડ કરી શકે છે.
  3. આ સેટિંગ બદલવા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો અને માત્ર તમારા કોન્ટેક્ટ્સ (જેમના નંબર તમે તમારા ફોનમાં સેવ કરેલા હોય) પ્રોફાઇલ ફોટો જોઈ શકે એવું સેટિંગ કરી શકાય.
  4. ‘નોબડી’ વિકલ્પ પસંદ કરશો તોતમારા કોન્ટેક્ટ સહિત કોઈ તમારો પ્રોફાઇલ ફોટો જોઈ કે ડાઉનલોડ કરી શકશે નહીં.

[/vc_toggle][vc_toggle title=”વોટ્સએપ સ્ટેટસનાં સેટિંગ્સ” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]વોટ્સએપમાં આપણે પોતાના વિશે સ્ટેટસ મૂકી શકીએ અને અન્ય લોકોએ મૂકેલાં સ્ટેટસ જોઈ પણ શકીએ છીએ.

સટેટસમાં, ટેક્સ્ટ મેસેજ, વીડિયો, ફોટો વગેરે કંઈ પણ મૂકી શકાય છે, જે ૨૪ કલાક સુધી અન્ય લોકો જોઈ શકે છે.

તમે મૂકેલું આવું સ્ટેટસ, તમારા કોન્ટેક્ટ્સ લિસ્ટમાંની કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. તમારા સ્ટેટસ માત્ર નિકટના સ્વજન જોઈ શકે એવું ઇચ્છતા હો તો એવું સેટિંગ થઈ શકે છે.

એ માટે પણ, ઉપર મુજબ, સેટિંગ્સમાં, એકાઉન્ટ અને તેમાં પ્રાઇવસીમાં, સ્ટેટસ પર ક્લિક કરો.

અહીં તમે તમારા તમામ કોન્ટેક્ટસ સ્ટેટસ જોઈ શકે એવું સેટિંગ કરી શકો, અથવા કોન્ટેક્ટ્સમાંના અમુક લોકો ન જોઈ શકે એવું સેટિંગ કરી શકો, અથવા તમે પસંદ કરો એટલા જ લોકો તમારું સ્ટેટસ જોઈ શકે એવું પણ સેટિંગ કરી શકો છો.[/vc_toggle][vc_toggle title=”એબાઉટઃ તમારા વિશેની માહિતી” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]વોટ્સએપમાં તમે સેટિંગ્સમાં તમારા પ્રોફાઇલ ફોટો અને તમારા એકાઉન્ટ નામ પર ક્લિક કરીને, તમારા વિશે કે તમને ગમતું કોઈ વાક્ય સેટ કરી શકો છો.

આ માહિતી પણ વોટ્સએપનો ઉપયોગ કરતી અને તમારો નંબર ધરાવતી કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે.

તમે ફક્ત મનપસંદ અવતરણો અહીં લખતા હો તો વાંધો નહીં, પણ તમારો વધુ પરિચય અહીં લખ્યો હોય તો ઉપર મુજબ, સેટિંગ્સમાં, એકાઉન્ટ અને તેમાં પ્રાઇવસીમાં, એબાઉટ પર ક્લિક કરી, માત્ર ‘માય કોન્ટેક્ટસ’ કે ‘નોબડી’નો વિકલ્પ પસંદ કરી શકાય.[/vc_toggle][vc_toggle title=”મેસેજના પ્રીવ્યૂ બધા જોઈ શકે છે?” style=”round” color=”green” custom_font_container=”tag:h3|text_align:left” use_custom_heading=”true”]તમે જાણતા હશો કે તમારા પર વોટ્સએપમાં જે કોઈ નવા મેસેજ આવે તેનો એક નાનો પ્રીવ્યૂ નોટિફિકેશન તરીકે પણ જોઈ શકાય છે. એટલું જ નહીં, જો તમે ફોનમાં યોગ્ય સેટિંગ્સ ન કર્યાં હોય તો ફોન લોક્ડ હોય ત્યારે પણ આવું નોટિફિકેશન ટપકી શકે છે.

તમને વ્યક્તિગત રીતે કે તમે જે ગ્રૂપમાં સામેલ હો તેમાં આવતા દરેક મેસેજ યોગ્ય જ હોય અને કોઈ પણ જુએ તો વાંધો નહીં એવું માની ન શકાય.

હજી વધુ ખરાબ વાત એ છે કે ટૂંક સમયમાં કદાચ વોટ્સએપમાં એવું પરિવર્તન આવી રહ્યું છે જેને કારણે તમારા પર આવતા વીડિયો પણ, ફોન લોક્ડ હોય તો પણ, નોટિફિકેશનમાં દેખાશે અને તેમાં વીડિયો ચાલવા લાગશે!

આવું ન થવા દેવા માટે…

  1. વોટ્સએપના સેટિંગ્સમાં, નોટિફિકેશન્સમાં જાઓ.
  2. તેમાં પોપઅપ નોટિફિકેશનમાં જઈને ‘નો પોપઅપ’નો વિકલ્પ પસંદ કરો.
  3. આવું સેટિંગ તમે કોઈ ચોક્કસ ગ્રૂપ માટે પણ કરી શકો છો.
  4. અથવા તમારા ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં, વોટ્સએપમાં જઈને તેનાં નોટિફિકેશન સદંતર બંધ પણ કરી શકો છો.

[/vc_toggle][/vc_column][vc_column width=”1/3″][/vc_column][/vc_row]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!