(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કેશ ઓન ડિલિવરીને કારણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ મુશ્કેલીમાં

ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, પરંતુ ઓનલાઇન શોપિંગ કંપનીઝ સતત મોટી ખોટ કરી રહી છે! આમ થવાનાં ઘણાં કારણો છે, જેમાંનું એક આપણે સૌ ભારતીયોની એક ખાસ આદત પણ છે. હવે ઓનલાઇન પેમેન્ટની અનેક પદ્ધતિઓ પ્રચલિત થઈ હોવા છતાં બહુ મોટા પ્રમાણમાં ભારતીયો કેશ ઓન ડિલિવરી (સીઓડી)નો વિકલ્પ પસંદ કરે છે. એક સમયે જ્યારે ઓનલાઇન પેમેન્ટ કડાકૂટ ભર્યું હતું ત્યારે શોપિંગ કંપનીઝે સીઓડીનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. ઓર્ડર કર્યા પછી ડિલિવરી સમયે રકમ ચૂકવવી પડે એ રસ્તો ભારતીયોને બહુ સરળ લાગતાં ઓનલાઇન શોપિંગ સતત ઊંચકાતું ગયું. પરંતુ શરૂઆતમાં જે હથિયાર ઓનલાઇન કંપનીઝને ઉપયોગી થયું એ જ હવે તેને નડી રહ્યું છે.

હમણમાં થયેલા એક વ્યાપક સર્વેક્ષણમાં તારણ નીકળ્યું છે કે એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર જેટલા ઓર્ડર્સ નોંધાય છે તેમાંથી ૬૫ ટકા માટે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ ૬૫ ટકામાંથી લગભગ ૩૩ ટકા ઓર્ડર ડિલિવર થયા વિના પરત ફરે છે, એટલે કે ગ્રાહકો ઓર્ડર આપ્યા પછી જ્યારે વસ્તુ તેમના ઘરે પહોંચે ત્યારે તેને સ્વીકારવાનો ઇન્કાર કરી દે છે!

મતલબ કે બહુ મોટા પ્રમાણમાં ભારતીયો ‘પછી વિચાર બદલાશે તો ડિલિવરી નહીં લઇએ, આપણે ક્યાં કશું ચૂકવવાનું છે!’ એવું વિચારીને ગમતી ચીજવસ્તુ ઓર્ડર કરી દે છે અને પછી ખરેખર રકમ ચૂકવવાની વાત આવે ત્યારે નનૈયો ભણે છે. ઓનલાઇન શોપિંગ કંપનીએ ચીજવસ્તુની ડિલિવરી કરવા પાછળ, પાર્સલની સાઇઝ મુજબ રૂા. ૫૦થી રૂા. ૧૫૦ જેટલો ખર્ચ કરવો પડતો હોય છે. ગ્રાહક ડિલિવરી લેવાની ના પાડે એટલે કંપનીનો એ ખર્ચ માથે પડે છે.

આ કારણે ઓનલાઇન શોપિંગ કંપનીઝ હવે જુદા જુદા ગ્રાહકોના ઓર્ડરની હિસ્ટ્રી જાળવીને, જે ગ્રાહકોએ વારંવાર કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર આપ્યા પછી ડિલિવરી સ્વીકારી ન હોય તેને માટે સીઓડીનો વિકલ્પ બંધ કરી દેવાનો રસ્તો અપનાવવાનું શરૂ કર્યું છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!