(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુનિયા ધીમી પણ મક્કમ ગતિએ વાયરલેસ બનવા તરફ આગળ વધી રહી છે, પણ અત્યારે તો આપણે કેબલનો કકળાટ સહન કર્યા વિના છૂટકો નથી! આવો જાણીએ આજની ડિજિટલ દુનિયામાં આપણો કેવા અલગ અલગ પ્રકારના કેબલ્સ સાથે પનારો છે?

USB (Universal Serial Bus)

આજના ડિજિટલ સમયમાં સૌથી વધુ રીતે ઉપયોગમાં લેવાતા કેબલ! કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાતાં લગભગ દરેક સાધન – કીબોર્ડ, માઉસ, હેડસેટ, એક્સ્ટર્નલ હાર્ડ ડ્રાઇવ, પ્રિન્ટર, સ્કેનર વગેરે આ પ્રકારના યુએસબી કેબલથી કનેક્ટ થઈ શકે છે. સમય બદલાતાં, વધુ ને વધુ ઝડપે ડેટા ટ્રાન્સમીટ કરી શકાતા યુએસબીનાં વર્ઝન આવ્યાં છે, અત્યારે યુએસબી ૩ વર્ઝન સૌથી વધુ ચલણમાં છે, જે ૪.૮ જીબીપીએસની ઝડપે ડેટા ટ્રાન્સમીટ કરી શકે છે. હવે ટાઇપ-સીની બોલબાલા વધશે. મિની અને માઇક્રો યુએસબી સામાન્ય રીતે ફોન, ડિજિટલ કેમેરા વગેરે માટે વપરાય છે.

Ethernet

ઇન્ટરનેટ ઇધરનેટ કેબલ્સ પર ચાલે છે એમ કહી શકાય, અલબત્ત આપણા છેડે! ઘર કે ઓફિસમાં આવતા ઇન્ટરનેટ કેબલને રાઉટરથી આગળ મોડેમ અને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવા ઇધરનેટ કેબલનો ઉપયોગ થાય છે. આ કેબલ પણ ડેટા સ્પીડ મુજબ ત્રણ પ્રકારના છે, અત્યારે સૌથી વધુ પ્રચલિત પ્રકાર Cat 5e છે, તેના પછી હજી વધુ સ્પીડ ધરાવતા Cat 6 પણ છે, જે પૂરા ૧૦૦ મીટરની લંબાઈ સુધી, ૧૦ જીબીપીએસની ઝડપે ડેટા ટ્રાન્સમીટ કરી શકે છે.

FireWire

હવે લગભગ ખોવાઈ ગયેલા કેબલ! એપલ, આઇબીએમ અને સોની કંપનીએ વિક્સાવેલા આ કેબલને એક સમયે આખી ટેક ઇન્ડસ્ટ્રીને જોઇતા એક માત્ર કેબલ તરીકે જોવામાં આવતા હતા, જે યુએસબી કરતાં બહેતર હતા, પણ એપલ કંપનીએ તેની નાણાભીડ ઓછી કરવા ફાયરવાયરના દરેક પોર્ટદીઠ લાઇસન્સ ફી લેવાનું નક્કી કર્યું. પરિણામે ઇન્ટેલ કંપનીએ આ કેબલને સપોર્ટ કરવાનું બંધ કરીને યુએસબી તરફ ધ્યાન આપ્યું અને કેબલની દુનિયા બદલાઈ ગઈ!

SATA (Serial Advanced Technology Attachement)

આપણી નજરમાં ન આવતા કેબલ્સ! અગાઉ સ્ટોરેજ ડિવાઇસને મધરબોર્ડ સાથે કનેક્ટ કરવા IDE (Integrated Drive Electronics) કેબલનો ઉપયોગ થતો (ઉપરની તસવીર),  હવે સાટા કેબલનો ઉપયોગ થાય છે, જે ઝડપી છે. એ જ રીતે, એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવ કે ઓપ્ટિકલ ડ્રાઇવને કનેક્ટ કરવા માટે eSATA (Serial Advanced Technology Attachement)નો ઉપયોગ થાય છે.

VGA (Video Graphics Array)


ચાલીસેક વર્ષથી ઉપયોગમાં લેવાઈ રહેલા કેબલ! કમ્પ્યુટરના સીપીયુને મોનિટર સાથે કનેક્ટ કરવા માટે વર્ષોથી આ કેબલનો ઉપયોગ થતો આવ્યો છે. આ કેબલ એનેલોગ પ્રકારની પદ્ધતિથી કનેક્શન કરે છે અને હવે જમાનો ડિજિટલ ડેટા કનેક્ટિવિટીનો હોવાથી હવે તેની લોકપ્રિયતા ઓસરી રહી છે. આ કેબલના સોકેટમાં ૩ હરોળમાં ૫ પિન હોય છે, આ ત્રણેય રોનો મોનિટરમાં ડિસ્પ્લે માટે રેડ, ગ્રીન અને બ્લુ (આરજીબી!)નાં સિગ્નલ્સ માટે ઉપયોગ થાય છે.

DVI (Digital Visual Interface)

જૂના-નવા જમાનાના કેબલ! જમાનો એનેલોગમાંથી ડિજિડલ બનતાં વીજીએને સ્થાને ડીવીઆઇ કેબલ ચલણી બન્યા. જોકે, જૂનાં સીઆરટી કે ઉતરતા સ્તરના એલસીડી ડિસ્પ્લેમાં હજી વીજીએ કનેક્ટિવિટી હોય તો તે માટે ડીવીઆઇ-એ કેબલ એનેલોગ સિગ્નલ ટ્રાન્સમીટ કરી શકે. ડીવીઆઇ-ડી (ડિજિટલ માટે)ને ડીવીઆઇ-આઇ (એનેલોગ-ડિજિટલ બંને માટે) પણ ચલણી છે. વીજીએ-ડીવીઆઇને એકમેકમાં કન્વર્ટ કરે એવા કેબલ પણ હોય છે.

HDMI (High Definition Multimedia Interface)

નવા સમયના હાઇ ક્વોલિટી ડિસ્પ્લે માટેના કેબલ! આને ખરેખર કેબલનો પ્રકાર નહીં પણ એક નવી ટેક્નોલોજી ગણી શકાય. આ કેબલ માત્ર ડિજિટલ સિગ્નલ ટ્રાન્સમીટ કરે છે. તેમાં વીડિયો-ઓડિયો સિગ્નલ એક સાથે ટ્રાન્સમીટ થાય છે, એ પણ ક્રિસ્ટલ-ક્લીયર ઇમેજ તથા મલ્ટી-ચેનલ ઓડિયો સપોર્ટ સાથે. અગાઉનાં ટીવી માટે ત્રણ રંગની પિનવાળા કેબલ્સ હતા, પણ નવાં ટીવી સાથે કંઈ પણ જોડવા માટે એચડીએમઆઇ કેબલની જરૂર પડે છે. નવા સમયનાં કમ્પ્યુટર/લેપટોપ, એચડીટીવી, પ્રોજેક્ટર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!