‘સાયબરસફર’માં લાંબા સમયથી જોડાયેલા વાચકો જાણે છે કે આપણા ઓનલાઇન એકાઉન્ટ્સને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ ઘણી ઉપયોગી છે.
તેમાં પણ મોબાઇલ નંબરમાં એસએમએસ મેળવવાને બદલે ગૂગલ ઓથેન્ટિકેટર જેવી એપમાં ટૂંકા સમય માટે આપોઆપ જનરેટ થતા પાસકોડનો ઉપયોગ કરવો હજી વધુ સલામત છે. અલબત્ત, બધી સર્વિસ ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ કરવાની સુવિધા આપતી નથી.
જેમ કે ટવીટર પર હજી હમણાં સુધી મોબાઇલ નંબર પર જ પાસકોડ મેળવવાની સુવિધા હતી પરંતુ હવે તેમાં ઓથેન્ટિકેટર એપનો ઉપયોગ શક્ય બન્યો છે. આથી તમે ટવીટર પરથી પોતાનો મોબાઇલ નંબર દૂર કરીને માત્ર ઓથેન્ટિકેટર એપથી ટુ-સ્ટેપ-વેરિફિકેશનનો ઉપયોગ કરી શકશો.

