(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે

  • આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ થવાની શક્યતા

  • વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સીનો વિચાર

  • નંબર પોર્ટેબિલિટી ઝડપી બની

  • મોબાઇલ ફોનના એસેમ્બલિંગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

  • ગૂગલની વધુ એક સર્વિસ બંધ થાય છે

  • નોકિયા ૮.૧ લોન્ચ થયો

વનપ્લસ કંપની ટીવી લોન્ચ કરશે

સ્માર્ટફોનના માર્કેટમાં મોટી મોટી બ્રાન્ડ્સને હંફાવી દેનારી ચાઇનીઝ મોબાઇલ કંપની વનપ્લસ હવે ટીવી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ઝંપલાવી રહી છે. કંપની અત્યારે અન્ય કંપનીનાં ટીવી કરતાં અલગ હોય તેવા સોફ્ટવેર વિક્સાવવા પર ધ્યાન આપી રહી છે. કંપની આવતા વર્ષ સુધીમાં, ભારતમાં એમેઝોન દ્વારા પોતાનાં ટીવી લોન્ચ કરી દે તેવી શક્યતા છે.

આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ થવાની શક્યતા

આ વર્ષની શરૂઆતમાં એપલ કંપની તેના આઇપેડ મિનીનું નવું વર્ઝન લોન્ચ કરે તેવી શક્યતા છે. કંપનીએ વર્ષ ૨૦૧૫ પછી આઇપેડ મિનીનું કોઈ નવું વર્ઝન લોન્ચ કર્યું નથી.

તેની સાથોસાથ ૧૦ ઇંચના આઇપેડનું નવું વર્ઝન પણ આવે તેવી શક્યતા છે. આ કારણે આપણે હવે કદાચ રૂા. ૨૩,૦૦૦ જેવી કિંમતે એન્ટ્રી લેવલનું આઇપેડ મેળવી શકીશું.

વોટ્સએપમાં ક્રિપ્ટોકરન્સીનો વિચાર

ભારતમાં વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત પેમેન્ટ વ્યવસ્થા બિલકુલ તૈયાર હોવા છતાં, ફેક ન્યૂઝ અને ડેટા સલામતીની ચિંતાઓને કારણે તેના ફુલફ્લેજ્ડ લોન્ચિંગને મંજૂરી મળી રહી નથી, ત્યાં હવે સમાચાર આવ્યા છે કે વોટ્સએપની માલિક ફેસબુક કંપની વોટ્સએપમાં ‘સ્ટેબલ કોઇન’ નામની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાનો વિચાર કરી રહી છે. આ પ્રકારની ડિજિટલ કરન્સીની મદદથી વોટ્સએપના યૂઝર્સ પોતાના કોન્ટેક્ટ્સ સાથે નાણાંની આપલે કરી શકશે.

વર્લ્ડ બેન્કના અહેવાલ અનુસાર, વિદેશોમાં વસતા ભારતીયો દર વર્ષે ૮૦ અબજ ડોલર ભારતમાં વસતા સ્વજનોને મોકલે છે. ફેસબુક બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ માર્કેટ કવર કરવા માગે છે.

જોકે ભારતમાં ક્રિપ્ટોકરન્સી આડે હજી ઘણા કાયદાકીય અવરોધો છે અને સરકારની પોતાની યુપીઆઇ વ્યવસ્થા માટે પણ વોટ્સએપને મંજૂરી મળી રહી નથી એ જોતાં, ક્રિપ્ટોકરન્સીનો વિચાર સાકાર થશે કે કેમ એ મોટો સવાલ છે.


નંબર પોર્ટેબિલિટી ઝડપી બની

આપણો મોબાઇલ નંબર બદલ્યા વિના મોબાઇલ સર્વિસ પ્રોવાઇડ કંપની બદલવાની સુવિધા ભારતમાં વર્ષ ૨૦૧૦થી મળી ગઈ છે, પરંતુ અત્યાર સુધી આ સર્વિસનો લાભ લેવો એ સમય માગી લેતું કામ હતું અને આખી પ્રક્રિયા પૂરી થતાં સાત-આઠ દિવસ લાગતા હતા. વિકસિત દેશોમાં આ કામ ગણતરીના કલાકોમાં થઈ શકે છે.

જોકે આપણે એપ્રિલ, ૨૦૧૮ના અંકમાં જેની શક્યતા દર્શાવી હતી એ મુજબ છેવટે ડિસેમ્બર ૨૦૧૮માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આ પ્રક્રિયા વધુ ઝડપી બનાવી છે. જે મુજબ, કંપની બદલવાની વિધિ એક જ સર્કલમાં બે દિવસમાં અને અલગ અલગ સર્કલમાં ચાર દિવસમાં પૂરી થઈ જશે.

મોબાઇલ ફોનના એસેમ્બલિંગમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે

છેલ્લાં ચારેક વર્ષથી ભારતમાં સ્માર્ટફોન એસેમ્બલ કરવાનું પ્રમાણ બહુ મોટા પાયે વિકસ્યું છે. ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના અંદાજ મુજબ ભારતમાં ૨૬૮ જેટલાં મોબાઇલ ફોન એસેમ્બલિંગ યુનિટ્સ કાર્યરત છે.

અત્યારે મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે ચીન વિશ્વમાં પહેલા ક્રમે છે અને ત્યાર પછી વિયેટનામનો નંબર આવતો હતો, પરંતુ તેને પાછળ રાખીને ભારતે બીજું સ્થાન મેળવ્યું છે.

આમ છતાં, એ ખાસ નોંધવા જેવું છે કે ભારતે માત્ર ફોનના તૈયાર પાર્ટ્સના એસેમ્બલિંગ ક્ષેત્રે હરણફાળ ભરી છે અને આ પાર્ટસ મેળવવા માટે આપણે હજી પણ બહુ મોટા પાયે ચીન પર જ આધારિત છીએ.

ગૂગલની વધુ એક સર્વિસ બંધ થાય છે

સોશિયલ મીડિયામાં ફેસબુક સામે પગ જમાવવાની ગૂગલની લાંબા સમયની કોશિશ સતત નિષ્ફળ જઈ રહી છે. ફેસબુક સામે ગૂગલે શરૂ કરેલી ગૂગલ પ્લસ સર્વિસ આખરે બંધ થઈ રહી છે અને હવે વોટ્સએપની હરીફ બાવવા ધારેલી ગૂગલ એલો ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ પણ બંધ થઈ રહી છે. આ પહેલાં ગૂગલે ગૂગલ ટોક, ગૂગલ વેવ, ગૂગલ બઝ વગેરે જુદા જુદા નામે સોશિયલ મીડિયા સર્વિસ શરૂ કરી હતી, પણ એ બધામાં તેને નિષ્ફળતા મળી હતી.

એલો એપમાં ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો, પણ લોકોને તેમાં બિલકુલ રસ પડ્યો નહીં. એલો માર્ચ ૨૦૧૯થી બંધ થઈ રહી છે.

ગૂગલના કહેવા મુજબ, તેણે એન્ડ્રોઇડમાં મેસેજિસ સર્વિસ પર વધુ ફોકસ કરવા માટે એલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જુલાઈ ૨૦૧૮ના અંકમાં આપણે જાણ્યું હતું તેમ, ગૂગલ વિવિધ ટેલિકોમ કંપનીઝના સાથમાં એન્ડ્રોઇડ માટેની એસએસએસ સર્વિસને રિચ કમ્પ્યુનિકેશન સર્વિસીઝથી બિલકુલ નવું સ્વરૂપ આપવાની મથામણમાં છે.

નોકિયા ૮.૧ લોન્ચ થયો

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં નોકિયા કંપની મક્કમ ગતિએ વિકસી રહી છે. ગયા મહિને નોકિયા ૮.૧ ફોન લોન્ચ થતાં, એન્ડ્રોઇમાં દરેક બજેટ સેગમેન્ટમાં નોકિયાની હાજરી વિસ્તરી છે.

નોકિયા ૮.૧ લેટેસ્ટ એન્ડ્રોઇડ પાઇ વર્ઝન પર ચાલે છે, તેમાં નવું ઓક્ટાકોર સ્નેપડ્રેગન ૭૧૦ પ્રોસેસર છે. ફોન ૬.૧૮ ઇંચનો ફુલ એચડી ડિસ્પ્લે ધરાવે છે. ફોનમાં ચાર એમબી રેમ અને ૬૪ જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં ૧૨ એમપી વત્તા ૧૩ એમબીના ડ્યુ્લ બેક કેમેરા અને ૨૦ એમબીનો ફ્રન્ટ કેમેરા છે.

જોકે નોકિયા (અને સેમસંગ)ના કિસ્સામાં હંમેશા બન્યું છે તેમ આ જ પ્રકારનાં સ્પેસિફિકેશન્સ ધરાવતા અન્ય ચાઇનીઝ કંપનીના ફોન્સની સરખામણીમાં નોકિયા ૮.૧ ખાસ્સો મોંઘો છે. તેની કિંમત રૂા. ૨૬,૯૯૯ છે. અલબત્ત રફોર્મન્સી દૃષ્ટિએ નોકિયાના એન્ડ્રોઇડ ફોન્સ ખરા ઉતરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!