સમગ્ર વિશ્વની ટેક કંપનીઝ માટે ભારત સૌથી મોટું અને સૌથી ફેવરિટ બજાર બની રહ્યું છે. ચાઇનીઝ મોબાઇલ મેન્યુફેકચરિંગ કંપનીઝે ભારતીય માર્કેટને લગભગ સર કરી લીધું છે તો બીજી તરફ ગૂગલ, ફેસબુક, વોટ્સએપ વગેરે માટે પણ ભારત સૌથી મોટો યૂઝર બેઝ આપે છે.
ઓનલાઇન શોપિંગ ક્ષેત્રે એમેઝોન અને ફ્લિપકાર્ડ ખરીદી લેનાર વોલમાર્ટ વચ્ચે હવે જબરી હરીફાઈ શરૂ થઈ છે. આ દરમિયાન એમેઝોને યુએસની બહારનો સૌથી વિશાળ અને કંપનીની માલિકીનો એક માત્ર કેમ્પસ હૈદ્રાબાદમાં સ્થાપ્યો છે. આ કેમ્પસના બાંધકામમાં વજનની દૃષ્ટિએ એફિલ ટાવર કરતા અઢી ગણા વધુ સ્ટીલનો ઉપયોગ થયો છે. આ કેમ્પસમાં ૧૫૦૦૦ થી વધુ લોકો કામ કરશે. એમેઝોન સમગ્ર ભારતમાં અત્યારે ૬૨૦૦૦ જેટલા કર્મચારીઓ ધરાવે છે.
એમેઝોન ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કંપની મેનેજર અમિત અગરવાલના કહેવા મુજબ એમેઝોન ભારતમાં અંદાજે બે લાખ જેટલી નોકરીની તકો સર્જશે.
એમેઝોનના ભારતના કુલ કર્મચારીઓમાંથી લગભગ ત્રીજા ભાગના લોકો તેલંગણાની વિવિધ ઓફિસિસમાંથી કાર્યરત છે. કંપનીએ તેલંગણામાં ૩૨ લાખ ઘન ફીટની સ્ટોરેજ સ્પેસ સાથેના ૩ ફૂલફિલ સેન્ટર પણ શરૂ કર્યા છે.

2 responses
I have started using it. Very useful feature. I don’t think, I will need any separate app in my mobile for browsing to the news as I have created a list for it using List feature of Twitter.
Yes, you won’t need any separate app. For PC, try tweetdeck, very useful!