(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એમેઝોનના યુએસ બહારના સૌથી વિશાળ કેમ્પસની હૈદ્રાબાદમાં સ્થાપના

સમગ્ર વિશ્વની ટેક કંપનીઝ માટે ભારત સૌથી મોટું અને સૌથી ફેવરિટ બજાર બની રહ્યું છે. ચાઇનીઝ મોબાઇલ મેન્યુફેકચરિંગ કંપનીઝે ભારતીય માર્કેટને લગભગ સર કરી લીધું છે તો બીજી તરફ ગૂગલ, ફેસબુક, વોટ્સએપ વગેરે માટે પણ ભારત સૌથી મોટો યૂઝર બેઝ આપે છે.

ઓનલાઇન શોપિંગ ક્ષેત્રે એમેઝોન અને ફ્લિપકાર્ડ ખરીદી લેનાર વોલમાર્ટ વચ્ચે હવે જબરી હરીફાઈ શરૂ થઈ છે. આ દરમિયાન એમેઝોને યુએસની બહારનો સૌથી વિશાળ અને કંપનીની માલિકીનો એક માત્ર કેમ્પસ હૈદ્રાબાદમાં સ્થાપ્યો છે. આ કેમ્પસના બાંધકામમાં વજનની દૃષ્ટિએ એફિલ ટાવર કરતા અઢી ગણા વધુ સ્ટીલનો ઉપયોગ થયો છે.  આ કેમ્પસમાં ૧૫૦૦૦ થી વધુ લોકો કામ કરશે. એમેઝોન સમગ્ર ભારતમાં અત્યારે ૬૨૦૦૦ જેટલા કર્મચારીઓ ધરાવે છે.

એમેઝોન ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કંપની મેનેજર અમિત અગરવાલના કહેવા મુજબ એમેઝોન ભારતમાં અંદાજે બે લાખ જેટલી નોકરીની તકો સર્જશે.

એમેઝોનના ભારતના કુલ કર્મચારીઓમાંથી લગભગ ત્રીજા ભાગના લોકો તેલંગણાની વિવિધ ઓફિસિસમાંથી કાર્યરત છે. કંપનીએ તેલંગણામાં ૩૨ લાખ ઘન ફીટની સ્ટોરેજ સ્પેસ સાથેના ૩ ફૂલફિલ સેન્ટર પણ શરૂ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!