અમુક એપ અમુક પ્રકારનાં જ કામ કરે એવું હવે રહ્યું નથી. પેટીએમ પેમેન્ટ એપ હોવા છતાં, તેમાં મેસેજિંગ ઉમેરાયું, વોટ્સએપ મેસેજિંગ એપ છે તો તેમાં પેમેન્ટ આવી રહ્યું છે, હાઇકમાં પેમેન્ટ આવી ગયું છે, ગૂગલ પે પેમેન્ટ એપ છે અને તેમાં નોકરી પણ શોધી શકાશે, જસ્ટ ડાયલ માટે તો અમિતાભજી પણ કહે છે અલગ અલગ એપ્સ ક્યું ચાહિએ… આ લિસ્ટમાં હવે ટ્રુકોલરનું પણ નામ ઉમેરાયું છે.
ટ્રુકોલર મૂળભૂત રીતે વિશ્વઆખાના ફોન યૂઝર્સની ડિરેક્ટરી બનાવે છે (જે વિવાદાસ્પદ પણ છે). તેમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ છે અને હવે તેમાં પણ ગ્રૂપ ચેટની સુવિધા ઉમેરાઈ ગઈ છે! આ ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપમાં મળશે.
એવું લાગે છે કે હવે ભારતમાં પણ, એક જ એપમાં ઘણાં બધાં કામ કરી શકાય એવી સુપર એપનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે!

