(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ પેમાં વધુ બેન્ક એકાઉન્ટ ઉમેરો

ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત લેવડ-દેવડ લોકપ્રિય બની રહી છે અને તેમાં સરકારી ભીમ એપ ઉપરાંત ગૂગલ પે અને ફોન પે જેવી સર્વિસનો ઉપયોગ ખાસ્સો વધી રહ્યો છે. આવી એપ્સમાં તમે એક કરતાં વધુ બેન્ક ખાતા માટે યુપીઆઇ એડ્રેસ મેળવી શકો છો.જેમ કે તમે ગૂગલ પે સર્વિસમાં તમારા વ્યક્તિગત બચત ખાતાને તથા પોતાની કંપનીના કરન્ટ એકાઉન્ટને કનેક્ટ કરી શકો છો, જેથી તમે ઇચ્છો ત્યારે અંગત ખાતામાંથી અથવા બિઝનેસ એકાઉન્ટમાંથી લેવડ-દેવડ કરી શકો છો.

ગૂગલ પેમાં એકથી વધુ એકાઉન્ટ જોડવા માટે ગૂગલ પે એપ ઓપન કરો. ઉપર જમણી તરફના ત્રણ ડોટ પર ક્લિક કરીને સેટિંગ્સમાં અને તેમાં પેમેન્ટ મેથડ્સમાં જાઓ. અહીં ‘એડ બેન્ક એકાઉન્ટ’ પર ક્લિક કરો. બેન્કની જે યાદી ખૂલે તેમાં તમારી બેન્ક પસંદ કરો. તમારો મોબાઇલ નંબર જે બેન્ક ખાતામાં રજિસ્ટર્ડ હશે તેને પસંદ કરી શકાશે. બેન્ક ડેબિટ કાર્ડના છેલ્લા છ નંબર અને તેની એક્સપાયરી ડેટ જેવી વિગતો આપો.

હવે એપ બેન્ક સાથે તમારી વિગતોની ખરાઈ કરશે અને એ ખાતા માટેનું એક નવું યુપીઆઈ એડ્રેસ બનાવશે તથા તેનો પીન નંબર નક્કી કરવા કહેશે.

આ વિધિ પૂરી થયા પછી ગૂગલ પેમાં તમારું બેન્ક એકાઉન્ટ ઉમેરાઈ જશે. આ રીતે તમે એકથી વધુ બેન્ક ખાતાં કનેક્ટ કરી શકો છો અને તેમાંથી જે ખાતાનો સૌથી વધુ ઉપયોગ કરતા હો તેને તમે ‘પ્રાયમરી એકાઉન્ટ’ તરીકે પસંદ કરી શકો છો. જોકે તમે જ્યારે ઇચ્છો ત્યારે પેમેન્ટ કરતી વખતે પ્રાયમરી એકાઉન્ટને બદલે બીજું એકાઉન્ટ પણ પસંદ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!