(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુએસ કે યુરોપ ભણવા જવું હોય તો ત્યાંનાં શહેરોને બરાબર ઓળખી લો – આ મજાની ગેમથી.

આજકાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈને ત્યાં જ સ્થાયી થવાનો જબરો ટ્રેન્ડ શરૂ થયો છે. તમે પણ આ જ પ્રવાહમાં તણાઈ રહ્યા હો, તો યુએસ-યુરોપ ભણવા જતાં પહેલાં, ત્યાંનું તમારું જીકે થોડું ચકાસી લેવું હોય, તો બે ગેમસાઇટ તમારે જોવા જેવી છે! બંને ગેમ લગભગ સરખી જ છે અને ડેવલપર પણ એક જ છે.

પહેલી ગેમ જોવા માટે પહોંચો આ પેજ પર https://iafisher.com/projects/cities.

ગેમની વાત આવે એટલે કોઈ એપ ડાઉનલોડ કરવાની વાત હોય કે પછી કોઈ ગેમિંગ પ્લેટફોર્મ પર જવાની વાત થાય, એને બદલે આ વેબપેજનું એડ્રેસ કંઈક જુદું લાગ્યું? ગુડ, તમે ફોરેન એજ્યુકેશનનો ગોલ પૂરો કરી શકશો કેમ કે તમારામાં ધારદાર ઓબ્ઝર્વેશન પાવર છે! આ ગેમ્સ ઇઆન ફિશર નામના ગૂગલના એક સોફ્ટવેર એન્જિનીયરે પોતાના ફુરસદના સમયમાં બનાવી છે.

અહીં તમે જોશો તેમ, પેજ પર યુએસનો નક્શો છે, એક સાદું શીર્ષક છે – ‘હાઉ મેની યુએસ સિટીઝ કેન યુ નેમ?’ શીર્ષક-નક્શા વચ્ચે બે ટેક્સ્ટ બોક્સ છે.

જો તમે યુએસમાં એજ્યુકેશન માટે જુદી જુદી યુનિવર્સિટીઝની સાઇટ્સ ફંફોસી રહ્યા હશો તો આ ગેમમાં ખાસ્સા આગળ વધી શકશો.

તમારે કરવાનું ફક્ત એટલું છે કે તમે બંને ટેક્સ્ટબોક્સમાંથી પહેલામાં, તમને આવડતાં હોય એટલાં અમેરિકાનાં શહેરોનાં નામ એક પછી એક ટાઇપ કરો. ઇચ્છો તો શહેરનું નામ ટાઇપ કર્યા પછી બીજા બોક્સમાં સ્ટેટનું નામ લખો અથવા ‘એની સ્ટેટ’ રહેવા દઈને એન્ટર કી પ્રેસ કરો.

યુએસની વાત હોય એટલે પહેલા શહેરનું નામ ‘ન્યૂ યોર્ક’ જ સૂઝે! પહેલા બોક્સમાં શરૂઆત કરવા એ જ નામ સૂચવેલું પણ છે. તમારો સ્પેલિંગ સાચો હશે તો યુએસના નક્શા પર ન્યૂ યોર્ક સિટીનું સ્થાન દર્શાવતું વર્તુળ ઉમેરાશે.

ટેક્સ્ટબોક્સ નીચેનું ‘સ્કેલ બાય પોપ્યુલેશન’નું બોક્સ ટિક્ડ રાખ્યું હશે તો તમે જેમ જેમ નવાં શહેરો ઉમેરતા જશો તેમ તેમ નક્શા પર તે શહેરની વસતી મુજબ નાનું-મોટું વર્તુળ ઉમેરાશે.

‘આ તો ટાબરિયાંની રમત છે’ એવું માનતા હો તો પણ, જરા સિરિયસલી તમે જાણતા હો એટલાં શહેરોનાં નામ ઉમેરો અને જુઓ કે તમે ખરેખર અમેરિકાનાં કેટલાં શહેરોનાં નામ જાણો છો!


એ જ પેજમાં નીચે જશો એટલે તમે જે શહેરોનાં નામ આપ્યાં હશે તેમાં સૌથી મોટાં અને સૌનાં શહેરોની યાદી અને અન્ય રસપ્રદ આંકડા પણ જોવા મળશે. તમે યુએસનાં જેટલાં શહેરનાં નામ આપ્યાં, તે યુએસની કુલ વસતીનું કેટલું પ્રમાણ દર્શાવે છે તે પણ લખેલું જોવા મળશે. તમે કેટલો સ્કોર કરી શકો છો એ તપાસો!

આ ગેમમાં મજા પડી હોય તો અહીંથી જ તમને આ જ ગેમના બીજા વર્ઝન, યુરોપિયન સિટીઝના મેપ પર જવાની લિંક મળશે.

આ બંને ગેમ્સ તમે ગમ્મતમાં પણ રમશો તો, આપણે જ્યાં જવાનાં સપનાં જોઈએ છીએ તે યુએસ કે યુરોપને આપણે ખરેખર કેટલું જાણીએ છીએ એ બરાબર સમજાશે.

આપણે જેને ફક્ત નામથી ઓળખીએ છીએ એ શહેર નક્શા પર ક્યાં છે એ પણ સમજાશે. જુદાં જુદાં શહેરો વચ્ચેના અંતરનો ખ્યાલ સ્પષ્ટ થશે. બે-ચાર બિલકુલ નવી વાતો પણ જાણવા મળશે, જેમ કે યુએસના નક્શામાં ‘એની સ્ટેટ’ યથાવત રાખીને કેલિફોર્નિયા ટાઇપ કરશો તો ન્યૂ યોર્ક નજીક એક નાનકડું ટપકું ઉમેરાશે! તમે કદાચ જાણતા હશો કે કેલિફોર્નિયા સ્ટેટ તો અમેરિકામાં પશ્ર્ચિમ કિનારે, વેસ્ટ કોસ્ટ પર છે, ત્યાંના આપણા જાણીતા કેલિફોર્નિંયા સિટી ઉપરાંત, ઇસ્ટ કોસ્ટ પર ન્યૂ યોર્ક શહેર નજીક મેરીલેન્ડ સ્ટેટમાં પણ કેલિફોર્નિયા નામનું એક ટચુકડું શહેર છે!

ફક્ત સપનાં નહીં, જ્યાં જવું છે એના નક્શા પણ બરાબર જોશો તો વધુ મજા પડશે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!