જો તમે આઇફોનનો ઉપયોગ કરતા હો તો જાણતા હશો કે તેમાં થ્રી-ડી ટચની એક મજાની સુવિધા છે. ફોનના સ્ક્રીન પર સામાન્ય કરતાં જરા વધુ પ્રેસ કરવાથી આપણને જુદા જુદા એકશનના વિકલ્પ મળે છે.
આ સુવિધા હવે એન્ડ્રોઇડમાં પણ આવી રહી છે. અલબત્ત એન્ડ્રોઇડના નવા ક્યૂ વર્ઝનથી. એન્ડ્રોઇડમાં આ સુવિધા ‘ડીપ પ્રેસ’ નામે ઓળખાય તેવી શક્યતા છે.
