(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં બે ટેક્સ્ટ એક સાથે ખસેડો

તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ ડોક્યુમેન્ટમાં કામ કરી રહ્યા હો ત્યારે કંઈક આવું બની શકે…

તમારે ડોક્યુમેન્ટમાંની કોઈ ટેક્સ્ટને તેની જગ્યાએથી હટાવીને બીજી જગ્યાએ ખસેડવી છે. એટલે કે તમે એ ભાગને સિલેક્ટ કરી, Ctrl+Xથી કટ કરશો અને પછી Ctrl+Vથી બીજી જગ્યાએ પેસ્ટ કરશો. પણ આવી રીતે કોઈ મોટો ભાગ કોપી કે કટ કર્યા પછી, ખ્યાલ આવે કે એ નવી જગ્યાએ, પહેલાં બીજી કોઈ ટેક્સ્ટ કોપી કરીને પેસ્ટ કરી લેવી જરૂરી છે, તો?

જો તમે આ નવી ટેક્સ્ટ કોપી કરશો તો ક્લિપબોર્ડમાં સેવ થયેલી પહેલી ટેક્સ્ટ ભૂંસાઈ જશે!

જો તમે વર્ડનું પોતાનું ક્લિપબોર્ડ ઓપન કરો તો તેમાં એકથી વધુ ટેક્સ્ટ કોપી કરીને સાચવી શકો છો અને ઇચ્છો ત્યાં વારાફરતી પેસ્ટ કરી શકો, પરંતુ એવી ઝંઝટમાં પડવું ન હોય તો?

તો પહેલાં કોપી કે કટ કરેલી ટેક્સ્ટને ક્લિપબોર્ડમાં રહેવા દો અને નવી જે ટેક્સ્ટ ખસેડવાની છે, તેને ફક્ત સિલેક્ટ કરો.

હવે તેને જ્યાં ખસેડવાની છે ત્યાં પહોંચી, ક્લિક કર્યા વિના, ફક્ત F2 પ્રેસ કરો. હવે જ્યાં એ ટેક્સ્ટ મૂકવાની છે ત્યાં કર્સર મૂકો. આથી કર્સર ડોટેડ લાઇનમાં ફેરવાઈ જશે. હવે એન્ટર કી પ્રેસ કરતાં, પેલી સિલેક્ટ કરેલી ટેક્સ્ટ અહીં આવી જશે.

હવે, અગાઉ કોપી કે કટ કરીને ક્લિપબોર્ડમાં સાચવેલી ટેક્સ્ટને જ્યાં પેસ્ટ કરવી હોય ત્યાં કરો!


(કમ્પ્યુટરમાં વિન્ડોઝ અને માઇક્રોસોફ્ટ વર્ડ, બંનેમાં અલગ અલગ ક્લિપબોર્ડ હોય છે. એ વિશે વધુ જાણવા માટે ‘સાયબરસફર’ સાઇટમાં  સર્ચ કરો : કમ્પ્યુટરમાં કોપી-પેસ્ટની કળા (જુલાઈ, ૨૦૧૬ અંક)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!