(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રીટેઇલ સ્ટોર્સમાં એઆઇનો વધતો ઉપયોગ

જુદી જુદી ઓનલાઇન કંપનીઝ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે વાસ્તવિક રીટેઇલ મોલ્સમાં પણ ટેકનોલોજી કામે લગાડવાની હરીફાઈ શરૂ થઈ છે. એમેઝોન કંપનીએ ‘એમેઝોન ગો’ નામે એવા રીટેઇલ સ્ટોર્સ શરૂ કર્યા છે.

લોકો સ્ટોરમાં પ્રવેશીને શેલ્ફ પરથી જુદી જુદી ચીજવસ્તુઓ ઉઠાવીને આરામથી સ્ટોરની બહાર નીકળી શકે છે, તેઓ સ્ટોર બહાર જઇ રહ્યા હોય ત્યારે વિવિધ સેન્સર્સથી ચીજવસ્તુઓ ઓટોમેટિક સ્કેન થાય અને તેની રકમ ગ્રાહકના કાર્ડમાંથી આપોઆપ ચૂકવાઈ જાય એવી વ્યવસ્થા છે (વધુ વિગતો માટે જુઓ ‘સાયબરસફર’નો ફેબ્રુઆરી ૨૦૧૭ અંક).

તેમનો સામનો કરવા માટે વોલમાર્ટ કંપનીએ તેના ૧૦૦૦થી વધુ સ્ટોર્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામે લગાડી છે. આ પદ્ધતિ મુજબ વોલમાર્ટના અત્યંત વિશાળ સ્ટોર્સમાં અલગ અલગ શેલ્ફ પરની ચીજવસ્તુઓનો સ્ટોક ઓછો થતો જાય તેમ તેમ સ્ટોર એડમિનિસ્ટ્રેશનને ત્યાં નવો સ્ટોક મૂકવાની જાણ થતી જાય છે. એ ઉપરાંત જો કોઈ ગ્રાહક ભૂલથી કોઈ ચીજ પેમેન્ટ માટે સ્કેન કરાવ્યા વિના સ્ટોરની બહાર નીકળે તો પણ એડમિનિસ્ટ્રેશનને તરત તેની જાણ થાય છે.
કંપનીના જણાવ્યા અનુસાર આ રીતે કમ્પ્યુટર વિઝનને કામે લગાડ્યા પછી સ્ટોર્સમાંથી ચોરીનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!