(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મોબાઇલના સ્ક્રીન પર આંગળીના લસરકે કરો કલા-વિજ્ઞાનની ભેળસેળ!

આ એપની મદદથી તમે બાળકને ડ્રોઇંગ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કે મશીન લર્નિંગ કેવી રીતે કામ કરે છે એ પણ શીખવી શકશો!

ફિલ્મ ‘તારે ઝમીં પર’ યાદ છે? ફિલ્મના અંતે, સ્કૂલના એમ્ફીથિયેટરમાં યોજાયેલી પેઇન્ટિંગ કોમ્પિટિશન યાદ કરો. હવે, ઇશાન કે તેના ‘રામ શંકર નિકુંભ’ સરનાં પેઇન્ટિંગ્સને બદલે, હિન્દી કે મેથ્સના ટીચર્સે દોરેલાં ચિત્રો યાદ કરો! ક્યારેય હાથમાં પેન્સિલ કે બ્રશ પકડીને પેઇન્ટિંગ કર્યું ન હોય છતાં, નિકુંભ સરના આગ્રહને વશ થઈને ટીચર્સ એવો પ્રયાસ કરે છે અને પછી બાળકોની મશ્કરીનો ભોગ બને છે, પણ ખુલ્લા દિલથી પોતાનાં જ ચિત્રો પર હસે પણ છે!

તમે પણ ક્યારેક ને ક્યારેક આવી સ્થિતિમાં મૂકાયા હશો કે બાળકોના મોંએ પેલા જોક જેવી સ્થિતિ સાંભળી હશે કે ‘‘મારાં ટીચરને મોર કેવો હોય એ પણ ખબર નથી, મેં મોર દોર્યો, તો એમણે પૂછ્યું કે આ શું છે?!’’

ડ્રોઇંગ કે પેઇન્ટિંગ એક કલા છે અને એ સૌને હસ્તગત હોતી નથી. આપણામાંના ઘણા ખરાને સાદા કાગળ પર એક સીધી કે સરસ વળાંકવાળી રેખા દોરવાનાં ફાંફાં હોય છે, તો એ જ કામ પીસી કે મોબાઇલના સ્ક્રીન પર માઉસ કે આંગળીના સ્પર્શથી કરવાનું તો હજી વધુ મુશ્કેલ બને.

પરિણામે આપણે મોટા ભાગે કંઈ પણ દોરવાની વાતને ટાળતા રહીએ, પણ ક્યારેક નાના બાળકને કંઈક દોરતાં શીખવું હોય તો કાગળ-પેન્સિલ ઉપરાંત તેને તમે www.autodraw.com સાઇટ પર લઈ જઈ શકો.

બાળકને તમે ડ્રોઇંગ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કે મશીન લર્નિંગ કેવી રીતે કામ કરે છે એ પણ શીખવી શકશો!

એક એઆઇ એક્સપરિમેન્ટ તરીકે જ તૈયાર થયેલી આ સાઇટ પર તમે પહોંચશો એટલે ‘ઓટોડ્રો – ફાસ્ટ ડ્રોઇંગ ફોર એવરીવન’ એવી લાઇન તમારું ધ્યાન ખેંચશે. પછી ઇચ્છો તો ‘સ્ટાર્ડ ડ્રોઇંગ’ બટન ક્લિક કરીને સીધું જ કંઈક દોરવાનું શરૂ કરો અથવા ‘ફાસ્ટ હાઉ-ટુ’ ગાઇડ્સ જુઓ.

આખી સાઇટ તદ્દન સિમ્પલ છે, એટલે તેની હાઉ-ટુ ગાઇડ્સ પણ તમે ફટાફટ પૂરી કરી શકો છો. આમ જુઓ તો વાત માત્ર એટલી જ છે કે આ સાઇટ પર તમને એક કોરો કેનવાસ મળે છે, જેના પર તમે માઉસ, મોબાઇલના સ્ટાઇલસ કે આંગળીના લસરકે, મનમાં જે આવે તે દોરવાનો પ્રયાસ કરી જુઓ. હાઉ-ટુ ગાઇડમાં બતાવ્યું છે તેમ સાઇકલનાં બે પૈડાં બનાવીને વચ્ચેની ફ્રેમ દોરી જુઓ. દેખીતું છે કે આપણું ચિત્ર કાગળ કરતાંય સ્ક્રીન પર વધુ ગરબડિયું બનશે.

એઆઇની કરામત હવે શરૂ થશે.

આ સર્વિસ પાસે, વિવિધ આર્ટિસ્ટે તૈયાર કરેલાં, જુદી જુદી બાબતોનાં સંખ્યાબંધ લાઇન-ડ્રોઇંગ્સનો ખજાનો છે (ઇચ્છો તો તમે પણ તમારાં ચિત્રોનો તેમાં ઉમેરો કરી શકો છો). આપણે સ્ક્રીન પર કંઈ પણ દોરવાનો પ્રયાસ કરીએ એટલે સિસ્ટમ તેને, તેની પાસેનાં ચિત્રો સાથે સરખાવવા લાગે છે અને પછી આપણા ચિત્રની સૌથી નજીકનાં, પણ પ્રોફેશનલ આર્ટિસ્ટ્સે તૈયાર કરેલાં ચિત્રો બતાવવા લાગે છે!


તમે તેમાંથી કોઈ પણ પસંદ કરો એટલે આપણા ચિત્રના સ્થાને એ ચિત્ર ગોઠવાઇ જાય. આપણે તેમાં જુદા જુદા રંગો પૂરી શકીએ અને પછી ડાઉનલોડ કરી શકીએ કે મિત્રો સાથે શેર કરી શકીએ.

અલબત્ત, આપણા ચિત્રને સ્થાને બીજાનું ચિત્ર આવી જાય પછી આખી વાતમાં બહુ મજા રહેતી નથી કેમ કે એ ચિત્રમાં આપણે ખાસ કંઈ ફેરફાર કરી શકતા નથી. ફક્ત આપણે દોરેલા ‘મોર’ને કમ્પ્યુટરની સિસ્ટમ કઈ રીતે જુએ છે એ જોવાની મજા પડે તેવું છે.

અચ્છા, આપણે દોરેલું આડુંઅવળું ચિત્ર, પરફેક્ટ ડ્રોઇંગમાં ફેરવાઈ જાય એનાથી તમને સંતોષ ન હોય, તો આ જ કન્સેપ્ટનો જુદી રીતે ઉપયોગ કરતી એક ક્વિઝ પણ છે, જેમાં તમને કાંગારુ, કેક, ટૂલ, પતંગિયું વગેરે દોરવાનું કહેવામાં આવે અને આપણે ક્વિક રીતે, એવું ચિત્ર ડ્રો કરવાનું, જેને સિસ્ટમ પતંગિયા કે કેક તરીકે સ્વીકારે!

આ ક્વિઝનું નામ કે લિંક જાણી જોઈને આપ્યાં નથી, પણ ઉપલા પેરેગ્રાફમાં તેનું નામ છૂપાયેલું જ છે, શોધી કાઢો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!