(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અમને ‘સાયબરસફર’ના બધા લેખો વાંચવાની મજા આવે છે! તમારા સારા કામ બદલ આભાર. હું સમાજના દરેકને બધા મદદરૂપ સમાચાર શેર કરું છું. વર્ડમાં કર્સરનું સ્થાન રાખવા વિશેની માહિતી બહુ ઉપયોગી છે. હું એક ટ્રેનર છું અને આ ફીચરની ઘણી વાર જરૂર પડે છે. 

‘ડકડકગો’ બહુ સારી સલામતી વ્યવસ્થા પૂરી પાડે છે. આર્ટિકલ અમેઝિંગ! એ જ રીતે, વિજ્ઞાનમાં રસ ધરાવતી દરેક વ્યક્તિએ ‘અણુશસ્ત્રોની સંહારક્ષમતા દર્શાવતા ઇન્ટરએક્ટિવ’ મેપ્સ વિશે જાણવું જ રહ્યું.

– હર્ષ શાહ, અમદાવાદ

‘સાયબરસફર’ લાંબા સમયથી વાંચું છું, પહેલાં સ્ટોલ પરથી લેતો, પણ એમાં હું પોતે અનિયમિત થવાથી હવે લવાજમ ભરી દીધું છે. આ મેગેઝિનનો ગુજરાતની શાળાઓમાં પ્રસાર થાય તે બહુ જરૂરી છે. 

-દિનેશ વ્યાસ, ગોધરા

ખૂબ ઉપયોગી માહિતી.

 – રશ્મિ તલાવિયા

સપ્ટેમ્બર ૨૦૧૯, વિવિધ માહિતીવાળો સરસ અંક. ‘સાયબરસફર’માં બધા લેખ નથી ગમતા પણ અમુક લેખ ખૂબ જ ગમે અને કામના પણ હોઈ છે. ઇન્ટરનેટ પરથી બ્રેક લેવા વિશેના લેખમાં “આ સર્વિસ કે તેનો બ્લોગ નિયમિત રીતે અપડેટ થતાં નથી એના પરથી લાગે છે કે તેના ડેવલપર્સ પોતાના મૂળ કામ પર વધુ ધ્યાન આપે છે અને બ્રેક્સ ઓછા લે છે!” આ લાઈન વાંચીને મઝા આવી ગઈ! આવી હળવાશની ક્ષણોથી ઇન્ટરેસ્ટ વધે છે. આ વખતનો એક્સેલવાળા લેખમાં ડેટા વેલિડેશનની માહિતી સુપર!!! ગુડ લુક એન્ડ થેન્ક યુ!

– અકિલ ભાભરાવાલા, દુબઈ

અદભુત માહિતી છે!


– વિરલકુલમાર દેસાઈ

‘સાઇબરસફર’ની સાઇટ પરના લેખ સારા છે, પણ તે ખૂબ અટપટી બનાવી છે, સરળ બનાવવા વિનંતી, જેથી બહોળો પ્રસાર થઈ શકે.

– મિલન 

(હાલ વેબસાઇટ મોબાઇલ પર સૌથી વધુ જોવાય છે અને નાના સ્ક્રીન પર મેગેઝિનના ૯૦થી વધુ અંક અને તેના બે હજારથી વધુ લેખો સૌની નજરમાં રહે એ કામ અમને પણ અઘરું પડી રહ્યું છે, પણ પ્રયાસો સતત ચાલુ છે! શું થઈ શકે એ વિશે આપનાં સૂચનો પણ જરૂર આપશો.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!