(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાર્ક કરેલી કાર બતાવશે ગૂગલ આસિસ્ટન્ટ!

આપણને ગૂગલ કેટલી હદે ટ્રેક કરી શકે છે એનું એક નવું ઉદાહરણ સામે આવ્યું છે, જે આમ તો જૂનું છે!

થોડા સમય પહેલાં મોબાઇલમાં ‘ગૂગલ નાઉ’ નામની સર્વિસમાં આપણે કંઈ પૂછીએ નહીં તો પણ, આપણે કામની હોય શકે તેવી માહિતી સામે ચાલીને દર્શાવવામાં આવતી હતી. હવે ગૂગલ નાઉની મોટા ભાગની સર્વિસ ‘ગૂગલ આસિસ્ટન્ટ’ સ્વરૂપે ઉપલબ્ધ છે.

ગૂગલ નાઉમાં આપણે કાર ક્યાં પાર્ક કરી છે તે બતાવવામાં આવતું હતું, હવે એ જ સુવિધા ગૂગલ આસિસ્ટિન્ટમાં ફરી શરૂ થઈ છે.

ધારો કે તમે કોઈ મહેમાનને લેવા માટે એરપોર્ટ પર ગયા અને એરપોર્ટના વિશાળ પાર્કિંગમાં તમારી કાર પાર્ક કરી. મહેમાનને આવકારીને તમે પરત પાર્કિંગ પ્લોટમાં આવ્યા ત્યારે ચારે બાજુ દેખાતી અનેક કાર્સમાં તમે ક્યાં કાર પાર્ક કરી હતી એની ગૂંચવણમાં છો.

આવા સમયે સ્માર્ટફોનના નોટિફિકેશન્સમાં નજર ફેરવશો તો તમને બાજુની ઇમેજમાં બતાવ્યા મુજબનું કાર્ડ જોવા મળી શકે છે.

આ કાર્ડ તમે કાર ક્યાં પાર્ક કરી છે એ બતાવશે. કાર્ડને ક્લિક કરતાં, ગૂગલ મેપ્સ એપમાં તમારા હાલના લોકેશનથી કાર સુધી પહોંચવાનો રસ્તો પણ બતાવવામાં આવશે!

અગાઉ ગૂગલની આવી મદદ મેળવવા માટે આપણે ગૂગલને કહેવું પડતું હતું કે તે આપણે પાર્ક કરેલી કારનું લોકેશન યાદ કરી લે. હવે આ કામ આપોઆપ થાય છે! ફક્ત એ માટે આપણે ફોનમાં લોકેશન સર્વિસ ઓન રાખવી પડે છે.

ગૂગલ આસિસ્ટન્ટ આ કમાલ કેવી રીતે કરે છે એ પણ જાણવા જેવું છે. આપણે કારમાં જઇ રહ્યા હોઈએ ત્યારે આપણું લોકેશન કારની ગતિએ બદલાતું રહે છે, કાર પાર્ક કરી, ફોન લઇને ચાલવા લાગીએ ત્યારે લોકેશન બદલાવાની ગતિ બદલાઈ જાય છે, જેને આધારે ગૂગલ નક્કી કરી લે છે કે આપણે કાર ક્યાં પાર્ક કરી છે. આથી તે આપણને ગૂગલ આસિસ્ટન્ટમાં કાર્ડ સ્વરૂપે કારનું લોકેશન અને  પછી મેપ્સમાં ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બતાવી શકે છે!

નવાઈની વાત એ છે કે આપણે જો સિટી બસમાં મુસાફરી કરીને કોઈ સ્ટોપ પર ઉતરીને ચાલતા આગળ વધીએ તો ત્યારે ગૂગલ આસિસ્ટન્ટ આપણને આવું કોઈ કાર્ડ બતાવતું નથી કે તમે તમારી કાર (અથવા બસ!) અહીં પાર્ક કરી છે.

કાર અને બસનો તફાવત ગૂગલ આસિસ્ટન્ટ શી રીતે જાણી લે છે? કદાચ બસમાંના અન્ય મુસાફરોના એન્ડ્રોઇડ ફોન્સનાં લોકેશન પણ એક સાથે બદલાતાં હોવાના કારણે ગૂગલ જાણી લે છે કે આપણે પોતાની કારમાં નહીં, પણ પબ્લિક બસમાં મુસાફરી કરી રહ્યા છીએ અને આપણે પાર્કિંગ સ્પેસ યાદ રાખવાની જરૂર નથી.


ટેક્નોલોજી (અને એક પ્રકારે જાસૂસી) ખરેખર કમાલની છેને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!