(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારા આઈફોનમાં વોટ્સએપ લોક કરો

તમારો એન્ડ્રોઇડ ફોન બીજા કોઈના હાથમાં હોય તો એ તેમાં વોટ્સએપ ઓપન કરીને તમારા મેસેજીસ વાંચી શકે છે. હજી હમણાં સુધી આઇફોનમાં પણ આવું જ હતું. હવે આઇફોન પૂરતી સ્થિતિ બદલાઈ છે.

ગયા મહિને વોટ્સએપ કંપનીએ આઇફોન માટેની તેની એપમાં, યૂઝર્સ પોતાની વોટ્સએપ એપને ટચ આઇડી કે ફેસ આઇડી (ફોનમાં જે ઉપલબ્ધ હોય તે)થી લોક કરી શકે એવી સગવડ ઉમેરી છે. જોકે એમાં શરૂઆતમાં કંઈક ગરબડ થઈ!

લોચો એવો હતો કે આઇફોનમાં આ સગવડ ધાર્યું કામ આપતી નહોતી અને કોઈ વ્યક્તિ ધારે તો, આઇફોન શેર શીટમાંના વોટ્સએપ બટનનો ઉપયોગ કરી, ટચ આઇડી કે ફેસ આઇડીનું લોક બાયપાસ કરીને સીધા વોટ્સએપમાં ઘૂસી શકે!

હવે વોટ્સએપે આ ખામી સુધારી લીધી છે એટલે તમે ઇચ્છો તો વોટ્સએપમાં આ સુવિધાનો લાભ લઈ શકો છો. એ માટે, તમારે વોટ્સએપ એપને તેના લેટેસ્ટ વર્ઝનથી અપડેટ કરવી પડશે. એ પછી,

  1. આઇફોનમાં વોટ્સએપ એપ ઓપન કરો.
  2. સેટિંગ્સમાં, એકાઉન્ટ સિલેક્ટ કરો.
  3. પ્રાઇવસી ટેપ કરી, સ્ક્રીન લોક ઇનેબલ કરો.
  4. અહીં, ઓથેન્ટિકેશન કિક-ઇન ટાઇમ માટે ‘ઇમિડિયેટલી’ અને અન્ય સમયના વિકલ્પ મળશે, તેમાં ‘ઇમિડિયેટલી’ પસંદ કરો તે હિતાવહ છે (અગાઉ અહીં અન્ય વિકલ્પ પસંદ કર્યો હોય તો બીજી વ્યક્તિ ઘૂસી શકતી હતી).

હવે તમારી વોટ્સએપ એપમાં, બીજી કોઈ વ્યક્તિ ઘૂસી શકશે નહીં! આ લખાય છે ત્યાં સુધી, એન્ડ્રોઇડમાં હજી આ સગવડ ઉમેરાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!