છેલ્લા થોડા સમયથી ઝાયોમી અને એમઆઈ ફોનમાં કંપનીએ યૂઝર્સને જાહેરાતો બતાવવાનું શરૂ કરતાં ફોન યૂઝર્સમાં ખાસ્સો વિરોધ જાગ્યો હતો.
આ કંપનીની પોતાની એપ્સમાં જાહેરાત જોવા મળે એ તો હજી કદાચ સમજી શકાય પણ કંપનીએ ફોનની સેટિંગ્સ એપમાં પણ પોતાની જાહેરાતો બતાવવાનું શરૂ કર્યું હતું.
ખાસ કરીને આ એડ પ્લેટફોર્મ પર અશ્લિલ અને અયોગ્ય જાહેરાતો પણ પ્રસારિત થતા વિરોધ વધુ ઘેરો બન્યો હતો.જોકે હવે આ કંપનીએ પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાંની જાહેરાતોનું પ્રમાણ ઘટાડવાનો અને યૂઝર્સને આ જાહેરાતો બંધ કરી શકે તેવો કન્ટ્રોલ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે જાહેરાતો તદ્દન બંધ થાય તેવી શક્યતા ઓછી છે.
