દરેક પ્રોડક્ટનું ‘સ્વદેશી’ વર્ઝન તૈયાર કરીને મલ્ટીનેશનલ કંપનીઝને હંફાવી દેનારા બાબા રામદેવે ટૂથપેસ્ટ અને નૂડલ્સ પછી હવે ટેક્નોલોજી તરફ પણ નજર દોડાવી છે.
ગયા મહિને તેમણે દેશી વોટ્સએપ જેવી ‘કિમભો’ (‘કેમ છો?’ માટેનો સંસ્કૃત શબ્દ!) નામે એક એપ લોન્ચ કરી. જોકે ઉતાવળે લોન્ચ કરાયેલી આ એપમાં સિક્યોરિટીની દૃષ્ટિએ સંખ્યાબંધ ખામીઓ જણાતાં, ગણતરીના કલાકોમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી તેને દૂર કરી લેવામાં આવી.
