(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં લોકેશન સર્વિસ આ રીતે બંધ કરી શકાય

ફેસબુકમાંની સંખ્યાબંધ થર્ડ પાર્ટી એપ્સ જો આપણે લોકેશન સર્વિસ ઓન રાખી હોય તો સતત આપણું પગેરૂં દબાવી શકે છે. આપણે દિવસના કોઈ ચોક્કસ સમયે ક્યાંથી ક્યાં આવ્યા, આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં કામ કરીએ છીએ, કઈ રેસ્ટોરન્ટસ કે મોલમાં આપણે વારંવાર આપણે જઇએ છીએ તે બધું જ આ એપ્સ જાણી શકે છે.

ફેસબુક અને તેના પર જાહેરાત આપનારી કંપનીઝ માટે આ ડેટા મોટા ખજાના સમાન છે.

તમારા એન્ડ્રોઇડમાં ફેસબુક માટે લોકેશન ટ્રેકિંગ બંધ કરવા માટે…

  1. મોબાઇલમાં ફેસબુક એપ ઓપન કરી તેના સેટિંગ્સમાં જાઓ.

  2. અહીં એકાઉન્ટ સેટિંગ્સ શોધીને તેના પર ક્લિક કરો.

  3. તેમાં લોકેશનનો વિકલ્પ મળશે.

  4. અહીં તમે લોકેશન હિસ્ટ્રી ઓફ રાખી શકો છો

આ ઉપરાંત, તમે તમારા ડિવાઇસ સેટિંગ્સમાં ફેસબુક માટે લોકેશન સર્વિસીઝ ઓન રાખી હોય એવું બની શકે છે. તેને ઓફ કરવા માટે…

  1. લોકેશન સર્વિસીઝ પર ક્લિક કરો.

  2. આથી મોબાઇલમાં આપણે જે જે એપ્સને લોકેશન ટ્રેક કરવાની મંજૂરી આપી હશે તે બધી એપની યાદી જોવા મળશે, તેમાં ફેસબુક પણ જોવા મળશે.

  3. ફેસબુક પર ક્લિક કરો અને ફેસબુક માટે એપ ઇન્ફોના પેજ પર પરમિશન પર ક્લિક કરો.

  4. અહીં આપણે ફેસબુક એપને જે કોઈ પરમિશન્સ આપી હશે તે જોવા મળશે.

  5. તેમાં ‘યોર લોકેશન ઓન’ હોય તો તેને બંધ કરો.

આઈઓએસ ડિવાઇસમાં આઇફોનની સેટિંગ્સ એપમાં, જનરલ ટેબ હેઠળ પ્રાઇવસીમાં જાઓ અને તેમાં લોકેશન સર્વિસીઝ શોધી કાઢો. અહીંથી તમે તમામ એપ્સ માટે લોકેશન ટ્રેકિંગ ઓન કે ઓફ કરી શકો છો.

માત્ર ફેસબુક માટે તેને બંધ કરવું હોય તો ફેસબુકનો વિકલ્પ શોધીને ‘વ્હાઇલ યૂઝિંગ ધ એપ’ અથવા ‘નેવર’ વિકલ્પ પસંદ કરી લો. ફેસબુક ‘ઓલ્વેઝ’ આપણું લોકેશન જાણવાની મંજૂરી માગે છે પરંતુ આવી મંજૂરી આપવાનું કોઈ કારણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!