પાવર કીથી ફોન કટ કરવાનો ઓપ્શન લગભગ દરેક એન્ડ્રોઇડ ફોનમાં હોય છે. તેની મદદથી ઇનકમિંગ અને ઓઉટગોઇંગ ફોનને પાવર કીની મદદથી આપણે કટ કરી શકીએ.
ઘણી વાર આપણા ફોનનો સ્ક્રીન ખરાબ થઈ જાય અથવા ડિસ્પ્લેમાં ગરબડ થઈ હોય ત્યારે આ રીતે કામ ચલાવી શકાય છે. જો તમારા ફોનમાં પાવર કીથી ફોન કટ ન થતો હોય તો એનો અર્થ કે તમારા ફોનમાં પાવર કીથી ફોન કટ કરવાનો ઓપ્શન બંધ છે. આ ઓપ્શન ચાલુ કરવા સેટિંગ્સમાં, એક્સેસિબિલિટીમાં, ‘પાવર બટન એન્ડ્સ કોલ’નો વિકલ્પ ઓન કરી દો.