(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમે જે જાણો છો, તે મેપ્સમાં સૌને જણાવો

ધારો કે તમે પરિવાર સાથે સોમનાથ મંદિરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. પરિવારમાં એક વડીલ એવા છે, જેમને પગની તકલીફ છે, ચાલી શકતા કે સીડી ચઢી શકતા નથી. સોમનાથ મંદિરમાં વ્હીલચેરની સગવડ છે કે નહીં અને હોય, તો છેક મંદિર સુધી પહોંચવા માટે રેમ્પ કે લિફ્ટની વ્યવસ્થા છે કે નહીં એ જાણવા તમે શું કરો?

બહુ બહુ તો તમે સોમનાથ જઈ આવેલાં સંબંધીઓને પૂછી જુઓ. એમને ખબર ન હોય તો? તમે સોમનાથ ટ્રસ્ટનો નંબર શોધીને તેમને ફોન કરી શકો.

બીજો એક રસ્તો, ગૂગલ દ્વારા આ સવાલ એ સૌને પૂછવાનો છે, જે સોમનાથના પ્રવાસે જઈ આવ્યા હોય! તમે પીસી કે ફોનમાં ગૂગલમાં સોમનાથ ટેમ્પલ સર્ચ કરો તો અન્ય વેબપેજીસની સાથોસાથ, ગૂગલ પોતે મંદિર વિશે ખાસ્સી માહિતી તારવીને આપણે બતાવે છે. એમાં થોડા ઊંડા ઊતરો તો ‘ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ’ એવો વિભાગ દેખાશે અને તેમાં મંદિર વિશે લોકોએ પૂછેલા સવાલો અને સ્થાનિક લોકો કે પ્રવાસીઓએ આપેલા જવાબો જોવા મળશે!

અહીં તમારા સવાલનો જવાબ ન હોય તો તમે કમ્યુનિટીને પૂછી શકો છો અને જે વ્યક્તિને જાણ હશે એ જવાબ આપશે. એ સાથે તમારા સવાલનો જવાબ અપાયો હોવાનું નોટિફિકેશન પણ તમને મળશે!

હવે બીજી વાત. માની લો કે વ્હીલચેર સંબંધી સવાલ તમને થયો જ નથી. એ સવાલ બીજી જ કોઈ અજાણી વ્યક્તિએ ગૂગલ પર પૂછી રાખ્યો છે. તો એવું બની શકે કે તમે જ્યારે સોમનાથ મંદિરે પહોંચો ત્યારે ગૂગલ તમને એ સવાલ પૂછે! જો તમે જવાબ આપો તો બીજા અનેક લોકોને એ કામે લાગી શકે!

તમે નોંધ્યું હશે કે હવે તમે જોઈ જાણીતા સ્થળ, મોલ કે રેસ્ટોરાંમાં ગયા હો તો એ સમયે ફોનમાં ટપાક કરતું કોઈ નોટિફિકેશન આવી પડે છે અને ગૂગલ તમને એ સ્થળ વિશે કોઈ સવાલ પૂછે છે.

યોગ્ય લાગે તો જવાબ આજો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!