(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ પરની પોતાની માહિતી તપાસો

‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે એપ્રિલ ૨૦૧૫ની કવર સ્ટોરીમાં આપણે ગૂગલ પરની આપણી કર્મકુંડળી તપાસવામાં મદદ કરે એવા, ગૂગલના પોતાના એક વેબપેજની વાત કરી હતી.

ગૂગલ વિશે એવું કહેવાય છે કે તે આપણા વિશે આપણા જીવનસાથી કરતાં પણ વધુ જાણે છે. આ વાત કેટલી હદે સાચી છે એ જાણવું હોય તો આપણે ગૂગલ ખરેખર આપણા વિશે કેટલું જાણે છે એ તપાસવું જોઈએ.

આપણા રોજિંદા જીવનમાં આપણે ગૂગલની અનેક સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, જીમેઇલ, યુટ્યૂબ, વીડિયો, મેપ્સ વગેરે. જો તમે ઇન્ટરનેટના પાવર યૂઝર હો તો તમે ફોટોઝ, કેલેન્ડર, ડ્રાઈવ, એડવર્ડઝ કે એડસેન્સ, એલર્ટસ વગેરેનો પણ ઉપયોગ કરતા હશો.

ગૂગલની આ બધી જ સર્વિસમાં તમારા પોતાના એકાઉન્ટ સંબંધિત ઘણી બધી માહિતી એવી હશે જે તમારા પોતાના ધ્યાનમાં નહીં હોય.

ઘણી સર્વિસ એવી પણ હશે જેનો ઉપયોગ કરવાનું તમે શરૂ કર્યું હશે અને પછી સમય જતાં તેને ભૂલી પણ ગયા હશો.

આ બધું જ જાણવું હોય તો આ વેબપેજ પર પહોંચો https://myaccount.google.com/dashboard

જેમ કોઈ કારના ડેશબોર્ડ પર કારના સંચાલન સંબંધિત બધી જ માહિતી જોવા મળે એ રીતે ગૂગલમાં આપણા એકાઉન્ટ સંબંધિત બધી માહિતી આ ડેશબોર્ડ પર એક સાથે જોવા મળશે.

આ ડેશબોર્ડ પર જઈને તમે જુદી જુદી સર્વિસના સેટિંગ પેજ પર પણ જઈ શકશો. ગૂગલે હમણાં આ પેજને ફરી ડિઝાઇન કર્યું છે તેને કારણે મોબાઇલના નાના સ્ક્રીન પર પણ તેનો ઉપયોગ હવે વધુ સરળ બને છે. થોડા થોડા સમયે આ પેજ અચૂક જોવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!