Alt+P:
વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન હોય ત્યારે કોઈ ફાઇલને સિલેક્ટ કર્યા પછી Alt+P કી પ્રેસ કરતાં જમણી તરફ એક પ્રીવ્યૂ પેનલ ખૂલશે અને તેમાં તમે સિલેક્ટ કરેલી ફાઇલ જોઈ શકાશે.
ફોટોગ્રાફ, માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ, પીડીએફ વગેરે ફાઇલના પ્રીવ્યૂ તમે અહીંથી જ જોઈ શકશો.
Windows Key + Up Arrow, Windows Key + Down Arrow:
કમ્પ્યુટર સ્ક્રીન પર કોઈ પણ વિન્ડો ઓપન હોય તેને મેક્સિમાઇઝ કે મિનિમાઇઝ કરવા માટે તમે વિન્ડોઝ કી સાથે અપ કે ડાઉન એરો કીનો ઉપયોગ કરશો તો તમારું કામ ઘણું સહેલું થશે.
Windows Key + +, Windows Key + – :
કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતી કોઈ પણ વિન્ડોના વ્યૂને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવો હોય તો વિન્ડોઝ કી સાથે પ્લસ કે માઇનસ કી પ્રેસ કરી જુઓ. કામ સરળ થઇ જશે.
Windows Key +Left Arrow, Windows Key + Right Arrow:
કમ્પ્યુટર સ્ક્રીન પર બે વિન્ડો બાજુ બાજુમાં ઓપન કરીને કામ કરવું હોય તો બંને ફાઇલને સ્ક્રીનમાં બરાબર અડધી બાજુએ ડાબી કે જમણી બાજુ ગોઠવવા માટે વિન્ડો કી સાથે લેફ્ટ કે રાઇટ એરો પ્રેસ કરી જુઓ.

